નવી દિલ્હી : ભારત કૃષિ પ્રધાન દેશ હોઈ સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ રહે છે. NDA સરકાર હોય કે UPA સરકાર, ખેડૂતોના ભલા માટે વિચારણા કરતા રહેવું અને દેશનો ખેડૂત આર્થિક રીતે આગળ આવે તેના માટે આર્થિક લાભ, સબસિડી (Subsidy), લોનમાફી (Loan Waiver), યોગ્ય ભાવે અનાજ ખરીદી (MSP), નુકશાન વળતર જેવી રાહતો અને લાભો સરકાર આપતી રહેતી હોય છે. આ સાથે જ અન્ય પ્રયત્નોમાં સરકાર અદ્યતન ટેક્નોલોજી સાથે ખેતી, બિયારણ અને નવા પાક તથા જમીન જાળવણી જેવા પાસાઓ અંગે પણ ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી તેને આ બાબતે લાભ (PM Kisan Scheme Benefit) લેવા અને વધુ કમાણી કરવા પ્રોત્સાહીત કરતી રહે છે.
PM Kisan Scheme Benefit
ખેડૂતને માનવવા ચૂંટણી સમયે સરકાર ખાસ યોજનાઓ અને લાભ આપતા સ્કીમો બહાર પાડતી હોય છે. હાલમાં પણ નવા કૃષિ બિલ (Agriculture Bill) ને કારણે ખેડૂતોમાં નારાજગી છે. આ તમામ બાબતો ધ્યાને લઈ સરકાર અગાઉની જેમ પ્રયત્નોમાં લાગી ગઈ છે. જે અંતર્ગત એક એવી યોજના ચાલી રહી છે જેમાં ખેડૂતોને દર મહિને એક ચોક્કસ રકમ મળતી રહે, જેથી પાકની અનિશ્વિતતાઓ વચ્ચે પણ ખેડૂત ભૂખ્યો ન રહે અથવા કૃષિલક્ષી ખર્ચ કરી શકે. તે માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Scheme)ને 24 ફેબ્રુઆરી 2019ના રોજ લોન્ચ કરી હતી. આજે બે વર્ષથી કેટલાય ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો પાસે 4000 રૂપિયા મેળવવાની છેલ્લી તક છે. એવામાં જો તમે પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મેળવવા માંગતા હોય તો 30 સપ્ટેમ્બર પહેલા રજિસ્ટ્રેશન (Registration) કરાવવું જરૂરી છે. જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવી લીધુ હોય તો તમારા બેન્ક ખાતામાં કિસાન યોજના હેઠળ 4000 રૂપિયા આવી જશે. ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે. સરકાર અત્યાર સુધી 9 હપ્તામાં પૈસા જારી કરી ચૂકી છે અને 10મો હપ્તો ટૂંક સમયમાં જારી કરવાની છે. જો રજિસ્ટ્રેશન નહિ હોય અને ખાતું એક્ટિવ નહિ હોય તો તમને આ સ્કીમનો ફાયદો(PM Kisan Scheme Benefit) મળશે નહિ.
જલ્દી કરાવી લો રજીસ્ટ્રેશન
અત્રે નોંધનીય છે કે, હપ્તા માટે રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે. જો તમે અજી સ્વીકારી લીધી હોય તો ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં 2000 રૂપિયા ખાતા (Bank Account)માં આવી જશે. ત્યાર બાદ ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેન્ક એકાઉન્ટમાં આવી જશે. એટલે કે જો 4000 રૂપિયા(PM Kisan Scheme Benefit) મેળવવા માંગતા હો તો તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધી સારી તક છે.
આ રીતે કરો રજીસ્ટ્રેશન
આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જ સરળ છે. તમે ઓનલાઈન ઘરે બેઠા આ પ્રોસેસ કરી શકો છો. આ ઉપરાંત તમે પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનીક કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત તમે પોતે આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ રહી સરળ રીત….
- સૌપ્રથમ PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- હવે Farmers Corner પર જવાનું રહેશે
- અહિં તમાર્ ‘New Farmer Registration’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર બાદ આધાર નંબર નાખવાનો રહેશે.
- આ સાથે જ કેપ્ચા કોડ નાખીને રાજ્યને પસંદ કરવું પડશે અને પછી પ્રોસેસને આગળ વધારવાની રહેશે.
- આ ફોર્મમાં તમે પોતાની જુની પર્સનલ ડિટેલ ભરી શકો છો.
- સાથે જ બેન્ક એકાઉન્ટ વિવરણ અને ખેતી સાથે જોડાયેલી જાણકારી પણ ભરવાની રહેશે.
- ત્યાર બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
અત્યાર સુધી કરોડો ખેડૂતોને મળ્યો છે લાભ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે ઓગસ્ટ-નવેમ્બરના હપ્તા હેઠળ 10.27 કરોડ ખેડૂતો (Farmers)ના ખાતામાં 2000 રૂપિયાની રકમ પહોંચી છે. યોજના હેઠળ અત્યાર સુધી 12.14 કરોડ ખેડૂત પરિવાર જોડાયા છે. ત્યારે હવે 30 નવેમ્બર સુધી બાકીના ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે.
ક્યાં ખેડૂતને મળે છે ફાયદો
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ફક્ત એવા ખેડૂતોને લાભ (PM Kisan Samman Nidhi Benefit) મળે છે જેમની પાસે 2 હેક્ટર એટલે 5 એકર ખેતીલાયક જગ્યા હોય છે. હવે સરકારે આ મર્યાદાને ખતમ કરી દીધી છે. પણ જો કોઈ ઈનકમ રિટર્ન ફાઈલ કરતું હોય તો તેને પીએમ કિસાન સન્માન નિધિથી બહાર કરી દેવામાં આવે છે. તેમાં વકીલ, ડોક્ટર, સીએ વગેરે પણ આ યોજનાથી બહાર છે.
આ પણ વાંચો : ચીનથી વધુ એક સંકટ બહાર આવ્યું, દુનિયાભર માટે વધુ આફત નોતરશે ડ્રેગન ?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4