Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝPM Modi અમેરિકાની મુલાકાતે, અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સાથે કરશે બેઠક

PM Modi અમેરિકાની મુલાકાતે, અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સાથે કરશે બેઠક

pm modi, unga,narendra modi america
Share Now

કોરોના મહામારી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્રથમ વખત અમેરિકાની મુલાકાત માટે રવાના થશે. જ્યાં પીએમ મોદી(PM Modi) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન(Jo Biden) સાથે વ્હાઈટ હાઉસમાં(White House) અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં હાજરી આપશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આ સત્રમાં 100 થી વધુ દેશોના વડા ભાગ લેવાના છે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે. આ પહેલા પણ બંનેએ બે વખત વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.

જો બિડેન સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક

2019 પછી પીએમ મોદીની આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. આ પહેલા વડાપ્રધાન મોદી(PM Modi) નવેમ્બર 2019 માં બ્રાઝિલની(Brazil) મુલાકાતે ગયા હતા. ત્યારબાદ આ વર્ષે માર્ચમાં તેમણે બાંગ્લાદેશનો એક દિવસીય પ્રવાસ કર્યો હતો. પરંતુ હવે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે છે. જ્યાં તેઓ 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સાથે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કરશે. જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ હાજર રહેશે. આ મુલાકાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ તેમની સાથે હાજર રહેશે.

pm modi, unga,narendra modi america

આ પણ વાંચો:ન્યૂયોર્કમાં 5 દેશોના વિદેશ મંત્રીઓને મળ્યા એસ. જયશંકર, અફઘાનિસ્તાન અને રસીકરણ અંગે કરી ચર્ચા

પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ આ પ્રમાણે હશે

23 સપ્ટેમ્બર: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વ્હાઇટ હાઉસમાં બેઠક.
23 સપ્ટેમ્બર: યુએસ મોટી કંપનીઓના સીઈઓ સાથે બેઠક, જેમાં એપલના સીઈઓ ટિમ કૂક પણ થશે સામેલ.
23 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
24 સપ્ટેમ્બર: પીએમ મોદી ક્વાડ સમિટની બેઠકમાં લેશે ભાગ.
સપ્ટેમ્બર 24: વ્હાઇટ હાઉસમાં જો બિડેન સાથે મુલાકાત.
25 સપ્ટેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં પીએમ મોદી આપશે ભાષણ.

પીએમ મોદીની યુએસ મુલાકાત ઘણી મહત્વની

કોરોનાએ ભારત સહિત સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ અસ્તવ્યસ્ત કરી દીધી છે. ત્યારે પીએમ મોદીની(PM Modi) અમેરિકા(America) મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અમેરિકાની તમામ મોટી કંપનીઓના સીઈઓને મળશે અને ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા બાબતે ચર્ચા કરશે. આ ઉપરાંત, તે દેશના આર્થિક વાહનને પાટા પર લાવવા માટે ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાન સાથે પણ મુલાકાત કરશે. વૈશ્વિક બેઠકમાં આતંકવાદ અને અફઘાનિસ્તાનના મુદ્દાઓ પર ચર્ચા થવાની પૂરી શક્યતા છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અનેક દેશોના પ્રતિનિધિઓ સાથે કરી મુલાકાત 

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે. ત્યારે UNGA ના 76 માં સત્ર દરમિયાન ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કોરિયા, ઇટાલી, ઓસ્ટ્રેલિયાના સમકક્ષોને મળ્યા. આ દરમિયાન અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક સંબંધિત મુદ્દાઓ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,કોરોના મહામારી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્રથમ વખત અમેરિકાની મુલાકાત માટે રવાના થશે. જ્યાં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વ્હાઈટ હાઉસમાં અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં હાજરી આપશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આ સત્રમાં 100 થી વધુ દેશોના વડા ભાગ લેવાના છે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે. આ પહેલા પણ બંનેએ બે વખત વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment