Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝPM મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, કહ્યું- નાના ખેડૂતોને વધુ તાકાત મળશે

PM મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, કહ્યું- નાના ખેડૂતોને વધુ તાકાત મળશે

PM Modi
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)દેશને સંબોધન કરી રહ્યા છે. આ તમામ વચ્ચે PM મોદીએ સંબોધનની શરૂઆત કરતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. આ તમામ વચ્ચે વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદા (Agricultural laws)પરત લેવાની જાહેરાત કરી છે.

PM Modi એ રાષ્ટ્ર જોગ સંબોધન કરતા શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરૂનાનક જયંતીની શુભેચ્છા પાઠવતા મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીએ રાષ્ટ્ર જોતગ સંબોધન કરતા જણાવ્યુ કે, મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા તમામ બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. આ તમામ વચ્ચે પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PM મોદીએ ખેડૂતોની માફી પણ માગી છે. 

આ પણ વાંચો: સરકારે બેંકિંગ સેક્ટરને દરેક રીતે સમર્થન આપ્યું: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા છે. જેથી નાના ખેડૂતોને વધુ તાકાત મળશે. વર્ષોથી આ માગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતો (Farmers)ના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમારા પ્રયત્નો છતાં કેટલાક ખેડૂતોને અમે સમજાવી શક્યા નહીં. ત્યારબાદ પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પરત ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.

પીએમ મોદીએ વધુમાં જણાવતા કહ્યું કે, આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદના સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું.

ખેડૂતોનું કલ્યાણ તે જ પ્રાથમિકતા છે- PM Modi

પીએમ મોદીએ કહ્યું કે, મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશએ મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.

મહત્વનું છે કે, આજે શુક્રવારે ગુરુનાનક જયંતિ છે. આજે શુક્રવારે PM મોદી સિંચાઇ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા માટે યુપીના મહોબા જશે. ત્યારબાદ સાંજે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ સમારોહમાં સામેલ થશે.

UNGA માં PM Modi નું સંબોધન જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment