વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi US Visit) અમેરિકાથી કેટલીક ખાસ ભેટો લઈને પરત ફર્યા છે. પીએમ મોદીનએ 157 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ અમેરિકા દ્વારા ભેટ કરવામાં આવી છે. સાથેજ જો બાયડન વહીવટીતંત્રએ ચોરી, ગેરકાયદેસર રીતે ચાલતા વેપાર અને સાંસ્કૃતિક ચીજવસ્તુઓની દાણચોરી સામે લડવાના પ્રયત્નોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી.
પર્યટન મંત્રીએ ટ્વિટ કરીને ફોટા શેર કર્યા
કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વિટ કરીને પીએમ મોદીના ફોટા સાથે આ પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓના ફોટા શેર કર્યા છે. જેમાં 10 મી સદીના સેંડસ્ટોનથી બનેલી રેવંતની અઢી મીટર લાંબી કોતરણીવાળી મૂર્તિથી લઈને 12 મી સદીના કાંસ્ય નટરાજની 8.5 સેમી ઊંચી નતરાજની ઉત્કૃષ્ટ મૂર્તિઑ સેટ પણ શામેલ છે. આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ 11 મી સદીથી 14 મી સદીની છે. આ સિવાય ઇ. સ. પૂર્વ 2000 વર્ષ જૂની તાંબાની બનેલી વસ્તુઓ અને બીજી સદીની ટેરાકોટા નિર્મિત ફૂલદાની પણ છે. લગભગ 71 કલાકૃતિઓ સાંસ્કૃતિક છે, જ્યારે બાકીની અડધી કલકૃતિઓમાં હિંદુ ધર્મના 60 શિલ્પો, 16 બૌદ્ધ ધર્મ અને 9 જૈન ધર્મના શિલ્પો છે. કલાકૃતિઓ જોઈને ખબર પડે છે કે તે ધાતુ, પથ્થર અને ટેરાકોટાના બનેલા છે.
આ પણ વાંચો:UNGA માં પીએમ મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન
ભગવાન શિવ, ગણેશ, બ્રહ્માની મૂર્તિ પણ છે
કાંસ્ય શિલ્પોમાં લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ-પાર્વતી અને 24 જૈન તીર્થંકરોની પ્રસિદ્ધ અલંકૃત શિલ્પો છે. આ સિવાય, ત્રણ માથાવાળા બ્રહ્મા, રથ ચલાવતા સૂર્ય, દક્ષિણામૂર્તિ તરીકે શિવ અને નૃત્ય મુદ્રામાં ભગવાન ગણેશની મૂર્તિઓ છે. 14 મી સદી અને 18 મી સદીની તલવાર પણ છે, જેમાં ગુરુ હરગોવિંદ સિંહનો ઉલ્લેખ છે.
મોદી સરકાર સમગ્ર વિશ્વમાંથી પ્રાચીન વસ્તુઓ ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે
તમને જણાવી દઈએ કે મોદી સરકાર (PM Modi US Visit) સમગ્ર વિશ્વમાંથી પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે અમેરિકાથી લાવવામાં આવેલી 157 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ આ દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.
The untiring efforts of @narendramodi govt to repatriate our rightful artefacts that reflect and epitomise the glory of our ancient civilisation continues.
Hon PM Shri @narendramodi to bring home 157 artefacts and antiquities from the US.
Details: https://t.co/OMGPcNANIE
1/2 pic.twitter.com/fRZHYGGI6e— G Kishan Reddy (@kishanreddybjp) September 25, 2021
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi US Visit) અમેરિકાથી કેટલીક ખાસ ભેટો લઈને પરત ફર્યા છે. પીએમ મોદીનએ 157 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ અમેરિકા દ્વારા ભેટ કરવામાં આવી છે. સાથેજ જો બાયડન વહીવટીતંત્રએ ચોરી, ગેરકાયદેસર રીતે ચાલતા વેપાર અને સાંસ્કૃતિક ચીજવસ્તુઓની દાણચોરી સામે લડવાના પ્રયત્નોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4