વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ (Cabinet)ની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. હવે PM પોષણ યોજના (PM Poshan Yojana) શાળાઓમાં શરૂ કરવામાં આવશે, જ્યારે ECGC નું હવે IPO આવશે. આ સિવાય ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક -એક રેલવે લાઇન ડબલ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્કૂલોમાં શરૂ થશે પીએમ પોષણ યોજના (pm poshan yojana)
આ સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, હવે સ્કૂલોમાં પીએમ પોષણ યોજના (PM Poshan Yojana) શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી શાળાઓમાં જતા 11 લાખ 20 હજાર સ્કૂલના કરોડો વિદ્યાર્થીઓને બપોરનું ભોજન મળશે. આ યોજનામાં 1 લાખ 31 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેનાથી શાળાઓમાં બાળકોની હાજરી વધશે અને બાળકોને સારો ખોરાક મળશે.
આ પણ વાંચો: Punjab: કોંગ્રેસ હાઇકમાન્ડ માટે હવે કપરા ચઢાણ ! નવા પ્રદેશ અધ્યક્ષની શોધમાં
આ રેલવે લાઇનને કરવામાં આવશે ડબલ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur)પત્રકાર પરિષદમાં માહિતી આપી કે, કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મધ્યપ્રદેશની નીમચ-રતલામ લાઈનને ડબલ કરવામાં આવશે. આ 133 કિલોમીટર લાંબી રેલવે લાઇનને ડબલ કરવા માટે 1,096 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
રાજકોટ-કનાલૌસ લાઇન થશે ડબલ
આ સિવાય ગુજરાતની રાજકોટ-કનાલૌસ લાઇન પણ ડબલ કરવામાં આવશે. આ 111 કિલોમીટર લાંબી લાઇનને ડબલ કરવા માટે 1,080 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ લાઇન દ્વારકા અને પોરબંદર સહિત અનેક સ્થળોથી પસાર થશે. આ તમામ વચ્ચે મોટી વાત એ છે કે આ રેલવે (Railway) લાઈનને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
Briefing the media on decisions taken by the Union Cabinet.https://t.co/AYYmNTWih1
— Piyush Goyal (@PiyushGoyal) September 29, 2021
ECGC નો IPO આવશે
આ સાથે જ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal)કહ્યું કે, મોદી સરકારમાં નિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 21 સપ્ટેમ્બર 2021 સુધીમાં, દેશમાં 185 અબજ ડોલરની નિકાસ થઈ છે, જે ભારતના ઇતિહાસમાં પ્રથમ છ મહિનામાં સૌથી વધુ નિકાસ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વધુમાં જણાવતા કહ્યું કે, ECGC ને મજબૂત કરવામાં આવશે, હવે તેનો IPO આવશે. આ સિવાય મોદી કેબિનેટની બેઠકમાં અન્ય કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.
મોદી કેબિનેટમાં મોટો બદલાવ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4