સીએમથી પીએમ સુધીની મોદીની સફરને આજે બે દાયકા થયા. આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારના મુખ્ય શાસક તરીકે 20 વર્ષ પૂરા કર્યા. તેમણે 6 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભારતની સત્તા માટે 7 ઓક્ટોબર 2021 મહત્વની તારીખ છે. 20 વર્ષ પહેલા એટલે કે 7 ઓક્ટોબર 2001 ની તારીખે નરેન્દ્ર મોદી(Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આજે તેમણે સત્તામાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) ટ્વિટ કરીને પીએમ મોદીના(PM Modi) 20 વર્ષના સેવા સમર્પણ અંગે ટ્વિટ કરી છે.
પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ
आज से 20वर्ष पूर्व श्री @narendramodi जी ने गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली और वहाँ से शुरू हुई विकास व सुशासन की यात्रा आज तक अविरल जारी है। इन 20वर्षों में मोदी जी ने जनता व देश की उन्नति के लिए दिन रात एक कर परिश्रम की पराकाष्ठा को चरितार्थ किया। #20yearsofSevaSamarpan pic.twitter.com/3xznSsBL2A
— Amit Shah (@AmitShah) October 7, 2021
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે – ” આજથી 20 વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસ અને સુશાસનની યાત્રા ત્યાંથી શરૂ થઈ અને આજ સુધી અવિરત ચાલુ છે. આ 20 વર્ષમાં મોદીજીએ લોકો અને દેશની પ્રગતિ માટે રાત -દિવસ એક કરી પરિશ્રમની પરાકાષ્ઠાને ચરિતાર્થ કરી છે ”
તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સતત ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકાર બની અને તેઓ સતત મુખ્યમંત્રીની ખુરશી પર રહ્યા. આ દરમિયાન, તેમના ઘણા નિર્ણયો અને દોષરહિત શૈલીએ એક અલગ છાપ છોડી, જેના કારણે મોદીને દિલ્હી સુધી પસંદ કરવા લાગ્યા.
12 વર્ષ અને 7 મહિના સીએમ પદે રહ્યા
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2007 અને 2012ની ચૂંટણી પણ જીતી અને ફરી મુખ્યમંત્રી બન્યા. 2002માં મોદીના નેતૃત્વમાં 127 બેઠક મળી ત્યારબાદ ગુજરાત મોડલ દેશમાં ખૂણે ખૂણે ચર્ચાવા લાગ્યું હતું. 2003માં વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સંમેલનની શરૂઆત પણ થઈ. 2007માં ભાજપને ફરી બહુમતી મળી અને 115 બેઠકો જીતી, ત્યારબાદ 2012ની ચૂંટણીમાં પણ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી જીત મળી અને ભાજપને 115 બેઠકો મળી. નરેન્દ્ર મોદી 12 વર્ષ અને 7 મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા.
આ પણ વાંચો : આજથી શારદીય નવરાત્રીનું પ્રારંભ જાણો ઘટસ્થાપનાનું મહૂર્ત
દિલ્હીમાં બે વખતની લોકપ્રિયતા
લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે લોકોના હ્રદયમાં બિરાજમાન થયા બાદ વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. ભાજપને તેમના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકો મળી અને મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. 1989 બાદ પહેલીવાર કોઈ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું અને તેઓ પહેલા એવા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપને અગાઉ કરતા પણ વધુ બેઠકો મળી અને 330 બેઠકો જીતીને દેશના બીજીવાર પ્રધાનમંત્રી બન્યા.
પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેઓ નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા. મુખ્યમંત્રી બનતા પહેલા તેઓ ભાજપમાં રાષ્ટ્રીય સચિવ અને મહામંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતા
નરેન્દ્ર મોદી 7 ઓકટોબર 2001ના રોજ ગુજરાતના પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી તે સતત અવિરત રીતે પોતાની પ્રતિભા અને લોકઉપયોગી કાર્યોથી લોકોમાં સન્માન મેળવતા રહ્યા છે. નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. મોદી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાતા નેતા છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના સૌથી વધુ 60.8 મિલિયન અને ફેસબુક પર તેમના 46 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર પીએમ મોદીના 71.6 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ ટ્વિટર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ બીજા સૌથી વધુ ફોલો કરાતા રાજનેતા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt