વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ઈટાલીથી ભારત પરત આવી ગયા છે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમઓએ તેમના આજના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. જે અંતર્ગત PM મોદી બુધવારે બપોરે 12 વાગ્યે વેક્સિનેશન અંગે સમીક્ષા બેઠક યોજશે. બેઠકમાં પીએમ મોદી (વર્ચ્યુઅલી) 40 જિલ્લાના જિલ્લા જિલ્લાધિકારીઓ સાથે વાત કરશે જ્યાં કોરોના વેક્સિનેશનનું કવરેજ ઘટ્યું છે. તેમાં ઝારખંડ, મણિપુર, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, અને અન્ય રાજયોના જિલ્લાના ડીએમ ઉપસ્થિત રહેશે.
ઓછા રસીકરણ વાળા જિલ્લાના 40થી વધારે જિલ્લાના જિલ્લાધિકારીઓની સાથે વાતચીત કરશે
Prime Minister Narendra Modi will virtually hold a review meeting with districts having low COVID-19 vaccination coverage on Wednesday at 12 noon. pic.twitter.com/BApsXG2UUF
— ANI (@ANI) November 2, 2021
પીએમ મોદી જે 40 જિલ્લાના ડીએમ સાથે વાત કરશે. ત્યાં કોરોના રસીકરણનો આંકડો ઓછો છે. પીએમ બુધવારે ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ , અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય સહિત અન્ય રાજ્યોમાં ઓછા રસીકરણ કવરેજ વાળા જિલ્લામાં જિલ્લાધકારીઓ સાથે વાતચીત કરી આ વિષય પર ચર્ચા કરશે. આ દરમિયાન આ તમામ રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. મનાઈ રહ્યું છે કે ઓછા રસીકરણ અભિયાનમાં તેજી લાવવાની રણનીતિ પર ચર્ચા થશે.
આ પણ વાંચો : કેપ્ટન વિરાટના સપોર્ટમાં આવ્યા રાહુલ ગાંધી, કોહલીને હિમ્મત આપતા શું કહ્યું રાહુલ ગાંધીએ ???
ભારતનું કોરોના વેક્સિનેશન અભિયાન 106.79 કરોડને પાર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મ્ણાત્રાલય અનુસાર, ભારતનું કોરોના વેક્સિનેશન અભિયાન 106.79 કરોડને પાર (106,79,85,487) પહોંચ્યું છે. એક નવેમ્બરે સાંજે 7 વાગ્યા સુધી વેક્સિનના 47 લાખથી વધુ (47,79,920) ડોઝ આપવામાં આવ્યા હતા. અંતિમ રિપોર્ટ તૈયાર થવાની સાથે વેક્સિનેશનનો આંક હજી પણ વધવાની આશા છે.
છેલ્લા 259 દિવસમાં કોરોનાના સૌથી ઓછા નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મંગળવારે દેશમાં છેલ્લા 259 દિવસમાં કોરોનાના સૌથી ઓછા 10,423 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 1,53,776 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ પછી, દેશમાં સંક્રમણથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3,42,96,237 છે. છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 443 લોકોના મોત થયા છે. આ સાથે, મહામારીથી મૃત્યુઆંક 4,58,880 પર પહોંચી ગયો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4