આજના દિવસે પીએમ મોદી ડીજીપી કોન્ફરન્સમાં સવારના સત્રમાં હાજરી આપશે. પીએમ મોદી ત્યાં અધિકારીઓ સાથે સુરક્ષા અંગે વાત કરશે અને સાંજે તેઓ પોલીસ અધિકારીઓ સાથે ડિનર પણ લેશે.
મોદીજી(PM Narendra Modi) આજે પોલીસ અધિકારીઓ સાથે કરશે ડિનર
પીએમ મોદી આજે ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેશે અને ત્યાં પોલીસ અધિકારીઓને સંબોધિત કરીને તેઓ દેશની સામે સુરક્ષાને લઈને ઉભી થયેલી સમસ્યાઓ પર મંથન કરશે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી ડો.દિનેશ શર્મા કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહ અને કાયદા મંત્રી બ્રજેશ પાઠક શુક્રવારે વડાપ્રધાનનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.અને આ નેતાઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું.તો શુક્રવારે બપોરે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લખનૌ પહોંચ્યા ત્યારે નાયબ મુખ્ય પ્રધાન ડૉ દિનેશ શર્મા, નાણા પ્રધાન સુરેશ ખન્ના,કાયદા અને ન્યાય પ્રધાન બ્રજેશ પાઠકે તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વાસ્તવમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ પીએમ મોદીના કાર્યક્રમ માટે ઝાંસી અને મહોબા ગયા હતા.
આજે પીએમ મોદીજી(PM Narendra Modi)ડીજીપી કોન્ફરન્સમાં સવારના સત્રમાં હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં મોદી ત્યાં અધિકારીઓ સાથે સુરક્ષા અંગે વાત કરશે અને સાંજે તેઓ પોલીસ અધિકારીઓ સાથે ડિનર પણ લેશે. તો સાથે એવી માહિતી પણ મળી રહી છે કે જો કે આ દરમિયાન પીએમ મોદી થોડા સમય માટે રાજભવન પરત આવશે. તો સાથે જ રાત્રે ડિનર કર્યા બાદ પીએમ મોદી રાજભવન ખાતે આરામ કરશે અને ત્યારબાદ આવતીકાલે દિલ્હી પરત જશે.
અમિત શાહ કાર્યક્રમનું કરશે સમાપન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવાર સુધી લખનૌમાં હાજર આપશે. તેઓ ડીજીપી કોન્ફરન્સના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે. અમિત શાહ શુક્રવારે લખનઉ પહોંચ્યા અને ડીજીપી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ.યુપીની રાજધાની લખનૌમાં પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તો સાથે જ અધિકારીઓની વ્યવસ્થા હોટલોમાં કરવામાં આવી રહી છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, IB અને CBIના ડિરેક્ટરો ત્રણેય દિવસ સુધી હાજરી આપશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4