વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે છે. જ્યાં અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. લખનઉ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌપ્રથમ ન્યૂ અર્બન ઇન્ડિયા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
75 હજાર લાભાર્થીઓ ઘરની ચાવી સોંપી
PM મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 75 હજાર લાભાર્થીઓને વર્ચ્યુઅલ રીતે ચાવીઓ સોંપી અને વાતચીત પણ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે નવા ઘરમાં જવાથી સગા-સંબંધીઓ પણ વધુ આવવા લાગ્યા હશે, જેના પર લાભાર્થીએ ખુશી સાથે જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે પછી સમાચાર પત્રમાં પ્રકાશિત થશે કે મોદીજીએ ઘર આપ્યું છે. જેને કારણે મહેમાનો આવવા લાગ્યા છે. અને ઘર ખર્ચમાં વધારો થયો છે. તો ગરીબ વ્યક્તિ ખર્ચ ક્યાંથી કાઢશે? સાથે જ પીએમ મોદીએ ખુશી પણ વ્યક્ત કરી કે 75 હજાર લોકો હવે નવા ઘરમાં દિવાળી ઉજવશે.
આ પણ વાંચો:Pandora Papers Leak: ઘણા ભારતીયોના નામો પર કેન્દ્રની નજર, CBDTના ચેરમેનના નેતૃત્વમાં થશે તપાસ
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહેરોનો સતત વિકાસ થઈ રહ્યો છે
આ સાથે જ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના શહેરોનો સતત વિકાસ થઈ રહ્યો છે. આ કોન્ક્લેવ દ્વારા શહેરી વિકાસના નવા આયામો આવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આઝાદી સમયે આપણા શહેરોમાં વસ્તી લગભગ 60 મિલિયન હતી. જે વર્ષ 2030 માં 600 મિલિયન થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, અમને ખાતરી છે કે 2030 સુધીમાં 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં અમારી કેન્દ્રીય યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવશે.
આ છે પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
તમને જણાવી દઈએ કે લખનઉ પ્રવાસ દરમિયાન, પીએમ મોદીના સ્માર્ટ સિટી મિશન અને ઉત્તર પ્રદેશના 75 શહેરી વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન/સ્થાપના કરવાનો કાર્યક્રમ છે. સાથેજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી લખનૌમાં અટલ બિહારી વાજપેયી પીઠની સ્થાપનાની પણ જાહેરાત કરશે. આ ઉપરાંત પીએમ લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ માટે 75 બસોને ફ્લેગ ઓફ પણ કર્યું છે.
લખીમપુર ખેરીમાં હંગામો વચ્ચે સુરક્ષા કડક કરવામાં આવી
તમને જણાવી દઈએ કે, લખીમપુર ખેરીમાં ખેડૂતો અને રાજકીય પક્ષોનો હંગામો જોતા, પીએમ મોદીની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, સુરક્ષા કર્મચારીઓ દરેક ખૂણા પર નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે છે. જ્યાં અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. લખનઉ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌપ્રથમ ન્યૂ અર્બન ઇન્ડિયા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4