Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝPM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ વિકાસનો એક્સપ્રેસ વે

PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ વિકાસનો એક્સપ્રેસ વે

purvanchal express way
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે, તે દરમિયાન તેમણે કહ્યું હતું કે આ વિકાસનો એક્સપ્રેસ વે છે. પીએમ મોદીએ સુલતાનપુર જિલ્લાના કરવલ ખેરી ખાતે આ 341 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તર પ્રદેશના 9 જિલ્લાઓને જોડશે.

પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું

ઉદ્ઘાટન બાદ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે મેં તેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે વિચાર્યું ન હતું કે આ એક્સપ્રેસ વે પર પ્લેનમાંથી ઉતરીશ. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ વર્ષ 2018માં આ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. તેનું નિર્માણ કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ થયું છે.

purvanchal express way

આ પણ વાંચો:પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અખિલેશ યાદવે કર્યો કટાક્ષ, યુઝર્સે કર્યા ટ્રોલ

પીએમ મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસ વે યુપીના વિકાસ અને યુપીની વધતી અર્થવ્યવસ્થાનો એક્સપ્રેસ વે છે,આ યુપીનું ગૌરવ છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં માફિયાનું રાજ હતું, અહીંના લોકોને ગરીબીના હવાલે કરી દેવામાં આવ્યા હતા. અગાઉની સરકારો પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે અગાઉની સરકારોએ રાજ્યના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપ્યું ન હતું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆત ભોજપુરી ભાષામાં કરી હતી.

આ નવા ભારતના ઉત્તર પ્રદેશની તસવીર છે

તે જ સમયે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે આ માત્ર પરિવહનનું એક સાધન નહીં બને પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશના વિકાસને નવી લાઈફલાઈન તરીકે સ્થાપિત કરશે. સીએમ યોગીએ કહ્યું કે જ્યારે યુપી એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે બુંદલેખંડ એક્સપ્રેસ વે અને ગંગા એક્સપ્રેસ વેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આજે યુપીમાં 9 એરપોર્ટ કાર્યરત છે જ્યારે 11 એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે, આ નવા ભારતના ઉત્તર પ્રદેશનું ચિત્ર છે.

પૂર્વાંચલ એક્સપ્રેસ વેની વિશેષતાઓ

પૂર્વાંચલ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે
22 હજાર 494 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું છે.
લખનૌથી ગાઝીપુર સુધીનો એક્સપ્રેસ વે 341 કિલોમીટર લાંબો છે.
યુપીના 9 જિલ્લાઓને જોડશે (લખનૌ, ફૈઝાબા, આંબેડકર નગર, અમેઠી, સુલતાનપુર, આઝમગઢ, મૌ અને ગાઝીપુર)
કટોકટીની સ્થિતિમાં એરફોર્સના વિમાન પણ ઉડાન ભરી શકશે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment