Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / January 25.
Homeન્યૂઝPM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- અહીં એક જ માત્ર ડમરુવાળાની સરકાર છે

PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- અહીં એક જ માત્ર ડમરુવાળાની સરકાર છે

Kashi Vishwanath Corridor
Share Now

વડાપ્રધાન મોદીએ (PM Modi) આજે સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોર (Corridor)નું ઉદ્ધાટન કર્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ અનેક ઈમારતોને રોશનીથી શણગારાઇ છે. 

કાશીમાં એક જ સરકાર છે, જેના હાથમાં ડમરૂ છે- પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે હું બનારસ આવ્યો હતો, ત્યારે મને વિશ્વાસ હતો. મને મારા કરતા બનારસના લોકો પર વિશ્વાસ હતો. કેટલાક લોકો કહેતા હતા કે કેવી રીતે થશે? આ તો થશે જ નહીં. મોદી જેવા અનેક લોકો આવીને જતા રહ્યા. બનારસ વિશે ધારણાઓ બનવા લાગી. આ જનતા બનારસની નહતી. અંગત સ્વાર્થ માટે બનારસ પર આરોપ લગાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે કાશી તો કાશી છે, કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેના હાથમાં ડમરુ છે, તેની સરકાર છે. જ્યાં ગંગા પોતાની ધારા બદલીને વહેતી હોય, તે કાશીને ભલા કોણ રોકી શકે? અહીં બધુ મહાદેવની ઈચ્છાથી થાય છે. જે પણ કઈ થયું તે બધુ મહાદેવે કર્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે, પુરાણોમાં કહ્યું છે કે, કોઇ કાશીમાં પ્રવેશ કરે છે તમામ બંધનોથી મુક્ત થઇ જાય છે. ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, એક અલૌકિક ઉર્જા અહીં આવતા જ આપણા અંતર આત્માને જાગૃત કરી દે છે. વધુમાં જણાવતા પીએમ મોદીએ કહ્યું હતુ કે, તમે જ્યારે અહીં આવશો તો આસ્થાના દર્શન નહીં કરો. અહીં તમને તમારા અતીતના ગૌરવનો અહેસાસ થશે. કેવી રીતે પ્રાચીનતા અને નવીનતા એક સાથે સજીવ થઇ રહ્યાં છે, કેવી રીતે પુરાતનની પ્રેરણાઓ ભવિષ્યને દિશા આપી રહી છે, તેના પણ સાક્ષાત દર્શન વિશ્વનાથ ધામ પરિસરમાં આપણે કરી રહ્યાં છીએ.

વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિર પહોંચી પૂજા કરી હતી. આ પહેલા પીએમ મોદી કૂઝમાં સવાર થઇને લલિતા ઘાટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગંગામાં ડૂબકી લગાવી હતી. કાલભૈરવ મંદિરની પૂજા કર્યા બાદ ખિડકિયા ઘાટ ખાતે પહોંચ્યા હતા. આ ઘાટને હાલમાં જ મનોરમ ઘાટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરીને ગંગાજળથી બાબ વિશ્વનાથને અભિષેક કર્યો હતો.

Kashi Vishwanath Corridor નું કર્યું ઉદ્ધાટન

પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યું કે, બાબા વિશ્વનાથના ચરણોમાં શીશ નમાવું છું. હમણા જ હું બાબા સાથે નગર કોટવાલ કાળ ભૈરવજીના પણ દર્શન કરીને આવું છું. કાશીમાં કઈ પણ નવું થાય તો સૌથી પહોલા તેમને પૂછવું જરૂરી છે.

કોરિડોર બનાવનારા મજૂરો પર પુષ્પવર્ષા

કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનારા મજૂરો પર પુષ્પવર્ષા કરી હતી. એટલું જ નહીં તેમણે તમામ મજૂરો સાથે ફોટો પણ પડાવ્યો હતો.

મંદિર પહોંચ્યા પીએમ મોદી

પીએમ મોદી કળશમાં જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદીએ 12 જ્યોતિર્લિંગથી લાવવામાં આવેલું જળ બાબાને ચડાવ્યું હતું.

ગંગામાં લગાવી ડૂબકી

પીએમ મોદીએ લલિતા ઘાટ પર માતા ગંગાને પ્રણામ કરી અને નદીમાં સ્નાન કર્યું હતુ. ત્યારબાદ પીએમ મોદીએ કળશમાં જળ લીધુ અને બાદમાં પગપાળા જ કાશી વિશ્વનાથ મંદિર જવા માટે નીકળી ગયા હતા.

ક્રૂઝમાં સવાર થઇ પીએમ મોદી પહોંચ્યા લલિતા ઘાટ

ખિડકિયા ઘાટની મુલાકાત બાદ પીએમ મોદી અને સીએમ યોગી ક્રૂઝમાં સવાર થઇને લલિતા ઘાટ ખાતે પહોંચ્યા હતા.

પીએમ મોદીએ કરી હતી પૂજા

પીએમ મોદીએ વારાણસીમાં કાલભૈરવ મંદિરમાં પૂજા કરી હતી. તેઓ તેમના સંસદીય વિસ્તારમાં ધામનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલા એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. જણાવી દઇએ કે કાશી વિશ્વનાથ કોરિડોર પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment