Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝPM મોદીએ સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું કર્યું ખાતમુહૂર્ત

PM મોદીએ સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું કર્યું ખાતમુહૂર્ત

PM Modi
Share Now

સુરતના વાલક પાટીયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ (Patel Samaj)દ્વારા અદ્યતન હોસ્ટેલ (Hostel)ના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી (PM Modi)દ્વારા કરાયું હતું. વડાપ્રધાન મોદીએ આ ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતુ. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું કે, પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને સારુ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે. તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી.

PM મોદી (PM Modi)એ CM ની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની પ્રશંસા કરતાં કહ્યું કે, હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યાં છે. તે જે કામ કરે છે તે પાક્કું કામ કરે છે. તેઓ તેમના કામને લઇને ગુજરાતને વધુ આગળ લઈ જશે તેનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે જે આગળ પણ કરતાં રહેશે. આ પ્રસંગ નિમીતે વડાપ્રધાને દેશવાસીઓને વિજયાદશમીની શુભકામના (Good luck)પાઠવી હતી.

PM મોદીએ સંબોધનમાં શું કહ્યું?

પીએમ મોદીએ આ પ્રસંગે શિક્ષણને લઇને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, સબકા સાથ સબકા વિશ્વાસ શું છે તે પણ મેં ગુજરાતમાંથી શીખ્યુ છે. એક સમયે ગુજરાતમાં સારી શાળાઓનો અભાવ હતો, સારા શિક્ષણ માટે શિક્ષકોની અછત હતી. ઉમિયા માતાના આશીર્વાદ લઈને, ખોડલ ધામની મુલાકાત લીધા પછી, મેં આ સમસ્યાના ઉકેલ માટે લોકોને મારી સાથે જોડ્યા હતા. વધુમાં આગળ જણાવતા પીએમ મોદીએ કહ્યુ કે, તમારા બધાના આશીર્વાદથી, મારા જેવા ખૂબ જ સામાન્ય વ્યક્તિને, જેની કોઈ પારિવારિક કે રાજકીય પૃષ્ઠભૂમિ નથી, જેની પાસે જાતિવાદી રાજકારણનો કોઈ આધાર નથી, તમે મારા જેવા સામાન્ય વ્યક્તિને આશીર્વાદ આપીને 2001 માં ગુજરાતની સેવા કરવાની તક આપી. તમારા આશીર્વાદની શક્તિ એટલી છે કે આજે તેને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં મને પ્રથમ વખત સમગ્ર દેશની સેવા કરવાનો લહાવો મળ્યો છે.

આ પણ વાંચો: ધારાસભ્યોની ગ્રાન્ટને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય

પટેલ સમાજ (Patel Samaj)ની બનવા જઇ રહેલી આ અદ્યતન હોસ્ટેલ (Hostel)ના કેમ્પસમાં સરદાર પટેલની 31 ફૂટની પંચધાતુની પ્રતિમા અને તેમની દીકરીની પ્રતિમા મુકાશે. તો હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે આ હોસ્ટેલમાં વાંચનાલયનું નિર્માણ પણ કરાશે, જે 24X7 ખુલ્લું રહેશે. આ વાંચનાલયમાં દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત પુસ્તકાલયમાં જનરલ નોલેજ સહિતનાં પુસ્તકોનો સંગ્રહ હશે. બહારથી આવનારો વ્યક્તિ પણ વાચન કરી શકે તે માટે ઈ-લાઈબ્રેરી તૈયાર કરાશે. સરકારી મદદ માટે તમામ યોજનાઓની જાણકારી આપવા તથા કાર્યવાહી માટે મદદરૂપ થવા તમામ શહેરીજનો માટે માર્ગદર્શન સેન્ટર પણ ઉભુ કરાશે. 

મહત્વનું છે કે, અત્યાર સુધીમાં કુલ 100 લોકોએ ભૂમીદાન કર્યું છે. જેમાં 1 વાર માટે 11,000 રૂપિયા સ્વિકારાય છે. હજુ ભૂમિદાન સ્વિકારવાનું ચાલુ છે. જે લોકોને ભૂમિદાન કરવું હોય તેઓ કરી શકે છે.

ઉંઝામાં સીએમ : “ધક્કા નહીં ખાવા પડે” જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment