Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝશું છે સ્વામિત્વ યોજના ? શું થશે ફાયદાઓ ?

શું છે સ્વામિત્વ યોજના ? શું થશે ફાયદાઓ ?

swamitva yojna
Share Now

ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને ‘સ્વામિત્વ યોજના’ ‘Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas’ (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ આ યોજનાને ગ્રામીણ ભારત માટે મોટો ફેરફાર લાવનારી યોજના ગણાવી.

શું છે સ્વામિત્વ યોજના

કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ‘રેકોર્ડ ઓફ રાઈટ્સ’ આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થવાનું છે. આ યોજનાનું અમલીકરણ 4 વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. તેને 2020થી 2024 વચ્ચે પૂરી કરવાની છે અને દશના 6.62 ગામના લોકોને કવર કરવાના છે. તેમાંથી એક લાખ ગામને પ્રારંભિક તબક્કા (પાયલટ ફેઝ)માં 2020-2021 દરમિયાન કવર કરવામાં આવશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અને કર્ણાટકના ગામડાઓની સાથે સાથે પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામો પણ સામેલ હશે.

કેવી રીતે કામ કરશે સ્વામિત્વ યોજના?

સ્વામિત્વ યોજના ‘Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas’ (SVAMITVA) scheme હેઠળ ગામડાઓની આવાસીય જમીનની માપણી ડ્રોનથી થશે. ડ્રોનથી ગામડાની સરહદની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રેવન્યૂ બ્લોકની સીમા પણ નક્કી થશે. એટલે કે કયું ઘર કેટલા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેક્નોલોજીથી સટીકતાથી માપી શકાશે. ગામડાના દરેક ઘરનું પ્રોપર્ટી કાર્ડ રાજ્ય સરકારો બનાવડાવશે.

આ પણ વાંચો : લખીમપુર ખીરી હિંસાથી ખળભળાટ : SIT કરશે તપાસ, છ સભ્યોની ટીમની રચના

સ્વામિત્વ યોજનાથી આ ફાયદો

જમીનના દસ્તાવેજો મળ્યા પછી લોકો કાયદાનો આધાર મેળવી શકશે
મરજી મુજબ ઘર બાંધવાનું અને અતિક્રમણની મુશ્કેલીઓથી છુટકારો મળશે
એકવાર મિલકતની નોંધણી થઈ જાય પછી બેંક લોન લઈ શકાય છે.
જમીન સંબંધિત વિવાદો પણ સમાપ્ત થશે.
જમીન અને મકાનનું ટ્રાન્સફર સરળતાથી થઈ શકે છે.
સરકારી ઇમારતો પણ આયોજનબદ્ધ રીતે બનાવી શકાય છે.
ગામમાં વસતીની જમીન અંગેની મૂંઝવણનો અંત આવશે.

કેન્દ્ર સરકારને આ યોજનાથી શું મળશે?

ગ્રામીણ ભારતમાં નાણાકીય સ્થિરતા લાવવાની કોશિશ.
પ્લાનિંગ માટે સટીક જમીન રેકોર્ડ્સ ઉપલબ્ધ થશે.
પ્રોપ્રટી ટેક્સ નક્કી કરવામાં મદદ મળશે.
સર્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને GIS મેપ્સ તૈયાર થશે જે કોઈ પણ વિભાગ યૂઝ કરી શકશે.
ગ્રામ પંચાયત વિકાસ યોજના બનાવવામાં મદદ મળશે.
પ્રોપર્ટી સંબંધિત વિવાદો અને કાનૂની મામલા ઓછા થશે.

હાલ આ રાજ્યોને મળ્યો લાભ

પીએમ મોદીએ બટન દબાવતા જ દેશભરના લગભગ એક લાખ પ્રોપર્ટી માલિકોને એક એસએમએસ આવ્યો અને તેમાં લિંક પર જઈને તેઓ પોતાનું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે વ્યવસ્થા હતી. ત્યારબાદ તેમને કાર્ડની ફિઝિકલ કોપી પણ જે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના હેઠળ હાલ 6 રાજ્યોના 763 કામના લોકોને લાભ મળ્યો. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્ય પ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામ સામેલ છે.. મહારાષ્ટ્રને બાદ કરતા બાકીના તમામ રાજ્યોના લાભાર્થી એક દિવસની અંદર ફિઝિકલ કાર્ડ પ્રાપ્ત કરશે. જ્યારે મહારાષ્ટ્રના જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ મળવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર કાર્ડ માટે સામાન્ય ચાર્જ લાગુ કરવા જઈ રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment