Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeલાઇફ સ્ટાઇલPM Modi અમેરિકાની આ આલિશાન હોટલમાં રોકાયા છે, જાણો આ હોટલની ખાસિયત

PM Modi અમેરિકાની આ આલિશાન હોટલમાં રોકાયા છે, જાણો આ હોટલની ખાસિયત

Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ત્રણ દિવસની અમેરિકા યાત્રા પર છે. અમેરિકા પહોંચતા જ પીએમ મોદીનું ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી વોશિંગ્ટન ડીસીની હોટલ ધ વિલાર્ડ ઈન્ટરકોન્ટિનેન્ટલમાં રોકાયા છે.

આ હોટલ અમેરિકાના સૌથી આલીશાન હોટલ પૈકી એક છે જે વ્હાઈટ હાઉસની નજીકમાં જ છે. લગભગ દરેક અમેરિકન રાષ્ટ્રપતિ અહીં અન્ય દેશમાંથી આવનારા નેતાઓની મહેમાનગતિ કરે છે.

હીં ઘણા મોટા મોટા સામાજીક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આવો જાણીએ પીએમ મોદી (PM Modi) જે હોટલમાં રોકાયા છે, તે અંદરથી કેટલી સુંદર છે અને તેનો ઈતિહાસ કેટલો જૂનો જાણીતો છે.

હોટલના ક્લાસિક રૂમ

આ હોટલમાં કુલ 335 રુમ છે. આ ક્લાસિક રુમમાં મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આ રુમમાં નેવી, આઈવરી કલર, ગ્રે અને ગોલ્ડ કલરનું ટચ આપવામાં આવ્યું છે. આ રુમની કિંમત 361 થી 386.12 ડોલર (26,614 રુપિયાથી શરુ થઈને 28,466 રુપિયા) સુધી છે. જ્યારે સ્યૂટ્સની કિંમત 616.42 ડોલર (45,439 રૂપિયા) છે. સિટી વ્યૂના લીધે આ રુમની કિંમત વધી શકે છે.

PM MODI

             Image credit: InterContinental the Willard

દરેક રુમમાં એક કિંગ સાઈઝ બેડ કે બે ક્વીન બેડ, વોક ઈન માર્બલ શાવર કે બાથટબની સાથે શાવર, પાવર આઉટલેટ અને યૂએસબી ચાર્જીંગ પોઈન્ટની સાથે મોટુ વર્ક ડેસ્ક અને સાથે જ કોફીની મશીન પણ મૂકવામાં આવેલી છે.

મીટિંગ રૂમ

આ હોટલમાં અલગ અલગ સાઈઝના 19 મીટિંગ રૂમ છે જેને ફેડરલ સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. દરેક મીટિંગ રુમમાં એક અલગ સ્પેસ છે. અહીંના ઐતિહાસિક બોલરુમ, ક્રિસ્ટલ રુમ અને વિલાર્ડ રુમ પ્રાઈવસી માટે જાણીતા છે. તેના સેકન્ડ ફ્લોર પર પ્રાઈવેટ મીટિંગ સ્પેસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોટલનો ઈતિહાસ પણ ખાસ છે.

રો હાઉસ

1816માં પેંસિલવેનિયા એવન્યૂના 14મી સ્ટ્રીટ પર કેપ્ટન જોન ટાયલો દ્વારા બનાવવામાં આવી હતી. રો-હાઉસ એક હોટલ માટે જોશુઆ ટેનીસનને લીઝ પર આપી હતી.

PM Modi

                   Image Credit: InterContinental the Willard

ત્યારબાદ 30 વર્ષો સુધી આ હોટલ અને તેના સંચાલકનું નામ ઘણીવાર બદલવામાં આવ્યું. 1853માં વિલાર્ડ સિટી હોટલમાં અહીંના પ્રથમ રાષ્ટ્રપતિ ફેંકલિન પિયર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. વિલાર્ડ તેના ભવ્ય મહેમાનગતિ માટે પ્રખ્યાત છે.

જાપાનનું પ્રથમ ડેલિગેશન

1860માં વિલાર્ડને અમેરિકામાં પ્રથમવાર જાપાની પ્રતિનિધિમંડળના સ્વાગત માટે પસંદ કરવામાં આવી. ત્રણ રાજદૂતો અને 74 લોકોની સાથે આવેલા જાપાનના ડેલિગેશન રાષ્ટ્રપતિ જેમ્સ બુકાનનને મળવા માટે વોશિંગ્ટન આવ્યા હતા.

શાંતિ સંમેલનનું આયોજન

1861માં પૂર્વ રાષ્ટ્રપતિ જોન ટાયલરની અધ્યક્ષતામાં ગૃહયુદ્ધથી બચવા માટે અહીં પહેલીવાર ઐતિહાસિક શાંતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેટલાક વર્ષો બાદ ધ વિલાર્ડમાં નેશનલ પ્રેસ ક્લબની સ્થાપના કરવામાં આવી.

PM modi

                                 Image Credit: InterContinental the Willard

રાષ્ટ્રપતિ યૂલિસિસ એસ ગ્રાન્ટ વિલાર્ડ લોબીમાં આવીને હંમેશા સિગારેટ અને બ્રાન્ડીનો લુત્ફ ઉઠાવતા હતા. અહીંથી ‘લોબીસ્ટ’ શબ્દ લોકપ્રિય થયો

ડોક્ટર માર્ટિન લૂથર કિંગની યાદગાર સ્પીચ

1963માં પ્રસિદ્ધ આંદોલનકારી અને લોકોના અધિકારો માટે લડનારા માર્ટિન લૂથર કિંગ જૂનિયરે પોતાનું યાદગાર ભાષણ ‘I HAVE A DREAM’ આ હોટલની લોબીમાં બેસી ને તૈયાર કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચોઃ- Narendra Modi ના જન્મદિવસ નિમિતે અક્ષય કુમારે આવી રીતે શુભકામના પાઠવી

જ્યારે હોટલના દરવાજા બંધ થયા હતા

રેવેન્યૂ ના આવવાથી અને ડીસીમાં થયેલા રમખાણો બાદ રાષ્ટ્રપતિની સલાહકાર પરિષદે અહીં નેશનલ સ્ક્વાયર બનાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ 15 જુલાઈ, 1968 એ અધિકારક રીતે વિલાર્ડને બંધ કરવામાં આવી. 18 વર્ષથી પણ વધારે સમય સુધી બંધ રહ્યા બાદ હોટલને 20 ઓગસ્ટ 1986એ જનરલ લોકો માટે ફરીથી ખોલવામાં આવી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment