પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ ગતિ શક્તિ યોજનાને(PM Gati Shakti Yoojana) લોન્ચ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ(PM Modi) આ યોજના સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. તેમણે કહ્યું કે આ માસ્ટર પ્લાન (PM Gati Shakti Master Plan) વિકાસને નવી ગતિ આપશે. પીએમ મોદીએ કહ્યું કે આ યોજના 21 મી સદીના ભારતને પ્રોત્સાહન આપશે.
ગતિશક્તિ યોજનાના ઉદ્દેશો
પીએમ મોદીએ કહ્યું કે આ યોજના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલ સરકારી નીતિઓમાં આયોજન સંબંધિત અમલીકરણને વેગ આપશે. સરકારી યોજનાઓ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા આ યોજનાનો ઉદેશ્ય છે. આ માટે, આ ગતિશક્તિ નેશનલ પ્લાન સાચી માહિતી અને સચોટ માર્ગદર્શન પૂરું પડશે. ભારતના લોકો, ભારતનો ઉદ્યોગ, ભારતનો વેપાર, ભારતના ખેડૂતો અને ભારતનું ગામ ગતિશીલતાના આ મહાન અભિયાનના કેન્દ્રમાં છે.
Speaking at the launch of #PMGatiShakti – National Master Plan for multi-modal connectivity. https://t.co/ROeC1IaJwl
— Narendra Modi (@narendramodi) October 13, 2021
આ પણ વાંચો:પીએમ મોદી લોન્ચ કરશે Gati Shakti Yojana, શું વધશે વિકાસની ગતિ? જાણો શું છે યોજના
દિલ્હી અને દેશના લોકોને શુભેચ્છાઓ
પીએમ મોદીએ કહ્યું કે ગતિ શક્તિ યોજના ભારતની આવનારી પેઢીઓને 21 મી સદીના ભારતના નિર્માણ માટે નવી ઉર્જા આપશે. તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર કરશે. આજે, આ શુભ દિવસે, મને પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય યોજના શરૂ કરવાની તક મળી, આજે અહીં પ્રગતિ મેદાનમાં ચાર હોલનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. હું દિલ્હી અને દેશની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
અગાઉની સરકારે ટેક્સના નાણાંનો કર્યો વ્યય
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જનતા સરકારને જે ટેક્સ આપે છે તે નાણાંનો ઉપયોગ કરતી વખતે એક પણ પૈસો ખોટી જગ્યાએ ના જાય તેવી લાગણી અગાઉની સરકારોમાં નહોતી. અને તેને લીધે જ લોકોના ટેક્સના પૈસાનો વ્યય થતો હતો. દેશવાસીઓને પણ ટેવ પડી ગઈ હતી કે દેશ આ રીતે જ ચાલશે. દેશના લોકો અન્ય દેશોની પ્રગતિ જોઈને દુ:ખી થતાં હતા. તેમને લાગ્યું કે કશું બદલી શકાય એમ નથી.
હવે સમયસર કામ પૂર્ણ થાય છે
પીએમ મોદીએ કહ્યું કે, દરેક જગ્યાએ વર્ક ઇન પ્રોગ્રેસ દેખાતુ હતું પરંતુ તે કામ ક્યારેય પૂર્ણ થશે કે કેમ?તેના વિશે લોકો હમેશા અસમંજસમાં રહેતા હતા, પરંતુ હવે દરેક કામ સમયસર પૂર્ણ થઈ રહ્યું છે. અમે માત્ર પ્રોજેક્ટ્સને સમયસર પૂરા કરવાની વર્ક કલ્ચર જ બનાવ્યું નથી, પરંતુ આજે પ્રોજેક્ટ્સને સમય પહેલા પૂરા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
પીએમ ગતિશક્તિ યોજના શું છે
અમે તમને જણાવી દઈએ કે આ યોજના રેલ અને માર્ગ સહિત 16 મંત્રાલયોને જોડશે. આનાથી લગભગ 100 લાખ કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સના વિકાસને વેગ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે આ જાહેરાત કરી હતી. આ અંતર્ગત, તેવા 16 મંત્રાલયો અને વિભાગોએ તે તમામ પ્રોજેક્ટ્સને ભૌગોલિક માહિતી સિસ્ટમ (GIS) મોડમાં મૂક્યા છે, જેને 2024-25 સુધીમાં પૂર્ણ કરવાના છે. પીએમ ગતિશક્તિ યોજના છ સ્તંભો પર આધારિત છે – વ્યાપકતા, પ્રાથમિકતા, મહત્તમ ઉપયોગ, સુમેળ, વિશ્લેષણાત્મક અને ગતિશીલતા.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(Narenra Modi) આજે પીએમ ગતિ શક્તિ યોજનાને લોન્ચ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ આ યોજના સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. તેમણે કહ્યું કે આ માસ્ટર પ્લાન વિકાસને નવી ગતિ આપશે. પીએમ મોદીએ કહ્યું કે આ યોજના 21 મી સદીના ભારતને પ્રોત્સાહન આપશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4