પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘જલ જીવન મિશનના 2 વર્ષ’ ઇ-બુક, જલ જીવન કોશ અને જલ જીવન મિશન મોબાઇલ એપ્લિકેશનનું વિમોચન કર્યું છે. આ દરમિયાન, કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં લાંબા સમયથી સત્તામાં રહેલા લોકોનએ ક્યારેય પાણીની સમસ્યા મહેસુસ થઈ નથી, કારણ કે તેમના ઘરોમાં અને તેમના સ્વિમિંગ પુલમાં પાણી હતું.
જલ જીવન મિશનને મજબૂત અને પારદર્શક બનાવવા માટે લેવાયા પગલાં: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રી આ બંને મહાન વ્યક્તિત્વના હૃદયમાં ભારતના તમામ ગામો વસતા હતા. મને આનંદ છે કે આ દિવસે દેશભરના લાખો ગામોના લોકો ગ્રામસભાઓના રૂપમાં જળ જીવન સંવાદ કરી રહ્યા છે. આવા અભૂતપૂર્વ અને રાષ્ટ્રવ્યાપી મિશનને આ પ્રમાણે જ ઉત્સાહ અને ઉર્જાથી સફળ બનાવી શકાય છે. આ પણ વિકેન્દ્રીકરણની એક મહાન ચળવળ છે. તેનો મુખ્ય આધાર જન આંદોલન અને લોકભાગીદારી છે. જલ જીવન મિશનને વધુ શક્તિશાળી અને પારદર્શક બનાવવા માટે આજે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ગાંધીનગર મનપાની ચૂંટણી સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે મોટો પડકાર
દેશના શહેરો અને ગામો ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, “આ અભિયાન સાથે જોડાયેલી તમામ માહિતી જલ જીવન મિશન એપ પર એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. ગામના લોકો પણ અહીં તેમના પાણીની શુદ્ધતા પર ચાંપતી નજર રાખી શકશે. આપણા બધાને એક સુખદ લાગણી છે કે દેશવાસીઓએ સખત મહેનત કરીને બાપુના સપના સાકાર કરવા માટે સંપપુર્ણ સહયોગ આપ્યો છે. આજે દેશના તમામ શહેરો અને ગામોએ પોને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યા છે. લગભગ 2 લાખ ગામોએ કચરા વ્યવસ્થાપનનું કામ શરૂ કર્યું છે. 40 હજારથી વધુ ગ્રામ પંચાયતોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવાનું નક્કી કર્યું છે. દેશમાં ખાદીનું વેચાણ પણ અનેકગણું વધી રહ્યું છે.
મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિતે ઍપ્લિકેશન કરી લોન્ચ
તમને જણાવી દઈએ કે આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની આજે જન્મ જયંતી છે. ત્યારે પીએમ મોદીએ આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જળ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.
ઉલેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘જલ જીવન મિશનના 2 વર્ષ’ ઇ-બુક, જલ જીવન કોશ અને જલ જીવન મિશન મોબાઇલ એપ્લિકેશનનું વિમોચન કર્યું છે. આ દરમિયાન, કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં લાંબા સમયથી સત્તામાં રહેલા લોકોનએ ક્યારેય પાણીની સમસ્યા મહેસુસ થઈ નથી, કારણ કે તેમના ઘરોમાં અને તેમના સ્વિમિંગ પુલમાં પાણી હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4