Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝસાત દેશોના NSAએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, અજીત ડોભાલ રહ્યા હાજર

સાત દેશોના NSAએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, અજીત ડોભાલ રહ્યા હાજર

pm narendra modi meets nsa
Share Now

રશિયા, ઈરાન અને મધ્ય એશિયાના પાંચ દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અગાઉ, આ અધિકારીઓએ અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણથી ઉદ્ભવતા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા આયોજિત વાટાઘાટોમાં ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વડા પ્રધાન સાથે ટોચના સુરક્ષા અધિકારીઓની બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા પણ હાજર હતા.

અફઘાનિસ્તાન પર દિલ્હીમાં સુરક્ષા વાટાઘાટો

આ સુરક્ષા અધિકારીઓએ વડાપ્રધાનને દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં અફઘાનિસ્તાન પર ચર્ચાના મુખ્ય મુદ્દાઓથી માહિતગાર કર્યા હોવાનું માનવામાં આવે છે. તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કર્યા પછી આતંકવાદ, ઉગ્રવાદ અને ડ્રગની હેરાફેરીના વધતા જોખમોનો સામનો કરવા માટે વ્યવહારિક સહકાર માટે એક સામાન્ય વિઝનને મજબૂત કરવાના હેતુથી ભારત વાટાઘાટોનું આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો:અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતે બોલાવી બેઠક, સાત દેશોના NSA બેઠકમાં શામેલ

દિલ્હીમાં યોજાયેલ આ સુરક્ષા સંવાદમાં રશિયા, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો અને બધાએ અફઘાનિસ્તાનની સુરક્ષાની ચિંતાઓ વિશે વાત કરી હતી. રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે આ બેઠક દ્વારા અમે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પરસ્પર સહયોગના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાના માર્ગો પર અર્થપૂર્ણ ચર્ચા કરી શકીશું. રશિયાએ ભારત દ્વારા કરાયેલા પ્રસ્તાવને પણ આવકાર્યો હતો કે વાતચીતની પ્રક્રિયાને આગળ વધારીને તેમાં નવા વિષયો ઉમેરી શકાય છે.

આ સાથે કઝાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષ કરીમ માસુમોવે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સતત બગડી રહી છે. અસરકારક સરકારના માર્ગમાં હજુ પણ ઘણી મુશ્કેલીઓ છે. અફઘાનિસ્તાનમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અન્ય ઘણા દેશોના સુરક્ષા અધિકારીઓએ પણ અફઘાનિસ્તાન પર પોતાનો અભિપ્રાય આપ્યો.

ઉલ્લેખનીય છે કે, રશિયા, ઈરાન અને મધ્ય એશિયાના પાંચ દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અગાઉ, આ અધિકારીઓએ અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણથી ઉદ્ભવતા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા આયોજિત વાટાઘાટોમાં ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વડા પ્રધાન સાથે ટોચના સુરક્ષા અધિકારીઓની બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા પણ હાજર હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment