Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝજમ્મુ-કાશ્મીરનું ગુપકાર ગઠબંધન ફરી એકવાર ચર્ચામાં

જમ્મુ-કાશ્મીરનું ગુપકાર ગઠબંધન ફરી એકવાર ચર્ચામાં

JAMMU-KASHMIR GUPKAR GATHBANDHAN
Share Now

ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM NARENDRA MODI) ગુપકાર ગઠબંધન સાથે બેઠક યોજી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ના રદ થયા પછી પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ગુપકાર(GUPKAR) ગઠબંધનના 14 નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાન પર થઈ હતી. આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ગુપ્ર્કાર ગઠબંધનના નેતા ગુલામ નબી આઝાદ, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી ઉપરાંત ઓમર અબ્દુલ્લા, કવિંદર ગુપ્તા, નિર્મલ સિંહ, રવિન્દ્ર રૈના હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની ગુપકાર ગઠબંધનના નેતાઓ સાથેની મીટીંગમાં જમ્મુ-કાશ્મીરના વિકાસ સહિત પરિવર્તન અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ગુપકાર ગઠબંધન શું છે?

રાષ્ટ્રીય પરિષદના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહનું નિવાસસ્થાન શ્રીનગરના ગુપકાર રોડ પર છે. શ્રીનગરના ગુપકાર(GUPKAR) રોડ પર નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલ્લાનું ઘર છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટવવામાં આવી એના એક દિવસ પછી જમ્મુ-કાશ્મીરના 8 સ્થાનિક પક્ષોએ અહીં બેઠક કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના આ 08 પક્ષોએ મળીને કેન્દ્ર સરકારની રાજ્ય નીતિઓ વિરુદ્ધ નવું જોડાણ બનાવવાની જાહેરાત કરી હતી. આ ગઠબંધનને ગુપકાર ગ્રુપ અથવા ગુપકાર ગઠબંધન કહેવામાં આવે છે. આ ગઠબંધનને લઈને નવેમ્બર 2020 માં જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે એક ટ્વિટ કર્યું ત્યારે તેના પર મોટો વિવાદ થયો હતો.

PM MODI WITH GUPKAR GROUP

PC- TWEETER

 

શું છે ગુપકાર ડિક્લેરેશન

જમ્મુ-કાશ્મીરના સ્થાનિક 8 પક્ષો દ્વારા ગુપકાર ગઠબંધન કરવામાં આવ્યું. જમ્મુ-કાશ્મીરના 8 સ્થાનિક દળોએ ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને એક બેઠક કરી હતી. અને એ બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તે પ્રસ્તાવને ગુપકાર ડીક્લેરેશન કહેવામાં આવે છે. ગુપકાર ડિક્લરેશનમાં આર્ટિકલ-370 અને 35Aની માન્યતાની સાથે જ જમ્મુ-કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો માગવામાં આવ્યો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરનું બંધારણ અને તેના રાજ્યનું પુનર્સ્થાપન કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવેલી આ માંગણીઓની સાથે કહેવામાં આવ્યું હતું કે, રાજ્યની જૂની સ્થિતિને પુન:સ્થાપિત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લડતા રહીશું. રાજ્યના ભાગલાંને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. આ ગુપકાર ગઠબંધનના અધ્યક્ષ ડો. ફારૂક અબ્દુલ્લાને બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:જાણો શું છે જીયોફોન નેક્સટની ખાસિયતો?

આ ડીક્લેરેશનમાં વધુમાં આગળ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019 ના રોજ લેવામાં આવેલા નિર્ણયો ગેરબંધારણીય હતા. રાજ્યના ભાગલાંને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. અને તમામ પક્ષોએ એક સુરે કહ્યું કે અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે હવે પછીની અમારી તમામ રાજકીય પ્રવૃત્તિઓ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવાની દિશામાં હશે.

PM MODI WITH KASHMIR LEADERS

PC- TWEETER

વડાપ્રધાન સાથેની બેઠકમાં શું થઇ ચર્ચા?

વડાપ્રધાન દ્વારા ગઈ કાલે 24 જૂનના રોજ ગુપકાર ગઠબંધન સાથે યોજવામાં આવેલી બેઠક ખુબજ શાંતિપૂર્ણ રહી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યા બાદ વડાપ્રધાને પ્રથમ વખત બેઠક યોજી હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકની વાત ખુબજ શાંતિથી સાંભળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ગુલાબનબી આઝાદે જમ્મુ-કાશ્મીરને જલ્દીથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની કરી હતી. તેમજ કાશ્મીરી પંડિતોના પુનર્વસનની માંગણી કરવામાં આવી હતી. તેમજ મહેબૂબા મુફ્તીએ કાશ્મીરમાં ફરીથી કલમ 370 અને 35A લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના નેતા કવિંદર ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બેઠક ખુબજ સારી રહી હતી. અને આવનાર સમયમાં કાશ્મીરમાં સીમાંકનની પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. જોકે આ સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી કોઈ પ્રતિતિક્રિયા આપી નથી.

No comments

leave a comment