વડાપ્રધાન મોદી (PM Modi)એ અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓને મળ્યા બાદ ગઇકાલે ગુરુવારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે મહત્વની બેઠક યોજી હતી. આ દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચે કોરોના મહામારી, પરસ્પર સંબંધો, વેપાર સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે છે.
પીએમ મોદી (PM Modi)એ શું ચર્ચા કરી?
પ્રધાનમંત્રી મોદીની વોશિંગ્ટન (Washington)ડીસીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (Scott Morrison)સાથેની આ બેઠક ભારતીય સમય અનુસાર મોડી રાત્રે થઈ હતી. મોરિસન અને પીએમ મોદીની મુલાકાત અંગે માહિતી આપતા પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સાથેની મિત્રતાને આગળ ધપાવતા પીએમ સ્કોટ મોરિસને પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે વાતચીત કરી. તેઓએ ભારત (India)અને ઓસ્ટ્રેલિયા (Australia)વચ્ચે આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ કરવાના હેતુથી વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
પણ વાંચો: PM મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે ક્યા મુદ્દે ચર્ચા કરી?
બંને વડાપ્રધાને ક્યા મહત્વના મુદ્દે ચર્ચા કરી?
US રાષ્ટ્રપતિના આમંંત્રણ પર પીએમ મોદી સત્તવાર અમેરિકાના પ્રવાસે
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વહેલી સવારે અમેરિકા (America)પહોંચ્યા હતા. જો બાઇડનના આમંત્રણ પર મોદીની આ ત્રણ દિવસની યુએસ મુલાકાત (IUS Visit)છે, જ્યાં તેઓ અનેક દેશોના નેતાઓને મળવાના છે. કોરોના મહામારીની શરૂઆત બાદ પીએમ મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત છે. આ સાથે જો બાઇડન અમેરિકી રાષ્ટ્રપતિ (Ameriki President)બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદી સાથે મુલાકાત કરશે.
અમેરિકામાં પીએમ મોદીનું સ્વાગત
અમેરિકા પહોંચેલા વડાપ્રધાન મોદીનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતુ. વરસાદ હોવા છતાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં એરપોર્ટ (Airport)પર જ પીએમ મોદીને મળવા માટે એકઠા થયા હતા. એરપોર્ટની બહાર પણ લોકો તેમના લોકપ્રિય નેતાની ઝલક મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા. વરસાદ હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નહતો. એરપોર્ટથી નીકળતી વખતે પીએમ મોદી કાફલાને રોકીને લોકોને મળવા પહોંચ્યા હતા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીએમે ત્યાં હાજર લોકો સાથે હાથ મિલાવ્યા અને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન મોદી પહોંચ્યા અમેરિકા જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4