Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 17.
Homeન્યૂઝરાકેશ ઝુનઝુનવાલાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રોલર્સને આપ્યો જવાબ

રાકેશ ઝુનઝુનવાલાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રોલર્સને આપ્યો જવાબ

pm modi meet rakesh jhunjhunvala
Share Now

શેરબજારના દિગ્ગજ રોકાણકાર કે જેને બિગ બુલ પણ કહેવાય છે તે રાકેશ ઝુનઝુનવાલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. અને ત્યારબાદ પીએમ મોદીએ તેમની સાથેની તસવીરો શેર કરી અને લખ્યું કે, વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલા. પરંતુ તસવીરોમાં ટ્વિટર યુઝર્સે કંઈક એવું જોયું કે લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. કેટલા લોકોએ સાદગીની પ્રશંસા કરી અને કેટલાક લોકોએ લખ્યું કે શેર વેચીને ઇસ્ત્રી ખરીદો. ત્યારે હવે ગુજરાતનાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મજાક કરનારા લોકોને યોગ્ય જવાબ આપ્યો છે.

હર્ષ સંઘવીએ આપ્યો જવાબ 

ગુજરાત સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે કે કેટલાક લોકો રાકેશ ઝુનઝુનવાલાના ફોલ્ડ કરેલા શર્ટ અને તેમની સામે PM ઊભા રહ્યા છે તેનએ લઈને ટ્રોલ કરી રહ્યા છે. શું કોઈને આનું કારણ ખબર છે? રાકેશ ઝુનઝુનવાલા અત્યારે વ્હીલ ચેર પર છે, શું કોઈ વ્યક્તિ તેના શિષ્ટાચાર મુજબ આમ ના કરી શકે?

pm modi meet rakesh jhunjhunvala

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવી શકે છે ગુજરાત, વિધાનસભાની ચૂંટણીને લઈને કરી શકે છે ચર્ચા

પીએમ મોદીએ શેર કરી તસવીર 

તમને જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જેની તસવીર પીએમ મોદી સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. ત્યારે તસવીરમાં રાકેશ ઝુનઝુનવાલાએ સફેદ શર્ટ પહેરેલો છે. શર્ટ જોઈને લાગે છે કે તે શરતને ઇસ્ત્રી કરવામાં આવી નથી. અને શરત પર કરચલીઑ પડેલી દેખાઈ આવે છે. આ સિવાય એક અન્ય તસવીર પણ સામે આવી હતી જેમાં રાકેશ ઝુનઝુનવાલા બેઠા હતા અને પીએમ મોદી ઉભા હતા. ત્યારે યુઝર્સે આ બાબતે જુદી જુદી રીતે ટિપ્પણી કરવાનું શરૂ કર્યું હતું.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલા શેરબજારમાં એટલા મોટા રોકાણકાર છે કે કરોડો લોકો તેમની દરેક ચાલ પર નજર રાખી રહ્યા હોય છે. એવું કહેવાય છે કે તે જે સ્ટોકને સ્પર્શે છે તે સોનું બની જાય છે. જેનો અર્થ છે કે તેના ભાવ અચાનક વધી જાય છે. હાલમાં, સમાચાર આવી રહ્યા છે કે રાકેશ ઝુનઝુનવાલા પૃથ્વી થિયેટરમાં રોકાણ કરવા જઈ રહ્યા છે. એ જ પૃથ્વી થિયેટર, જેની સ્થાપના વરિષ્ઠ અભિનેતા પૃથ્વીરાજ કપૂરે વર્ષ 1944 માં કરી હતી. પરંતુ હાલમાં તે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, તેમનું રોકાણ પૃથ્વી થિયેટરની કટોકટીને દૂર કરવામાં મદદ કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, શેરબજારના દિગ્ગજ રોકાણકાર કે જેને બિગ બુલ પણ કહેવાય છે તે રાકેશ ઝુનઝુનવાલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. અને ત્યારબાદ પીએમ મોદીએ તેમની સાથેની તસવીરો શેર કરી અને લખ્યું કે, વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલા. પરંતુ તસવીરોમાં ટ્વિટર યુઝર્સે કંઈક એવું જોયું કે લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. કેટલા લોકોએ સાદગીની પ્રશંસા કરી અને કેટલાક લોકોએ લખ્યું કે શેર વેચીને ઇસ્ત્રી ખરીદો. ત્યારે હવે ગુજરાતનાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મજાક કરનારા લોકોને યોગ્ય જવાબ આપ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment