વડાપ્રધાન મોદી (PM Modi) અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓને ગઇકાલે ગુરુવારે મળ્યા હતા. તે દરમિયાન પીએમ મોદીએ અમેરિકાના પાંચ સીઇઓ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે છે.
વડાપ્રધાન મોદીએ (PM Modi)બ્લેકસ્ટોનના CEO સ્ટીફન શ્ક્વાર્ઝમેન સાથે કરી હતી મુલાકાત
શ્ક્વાર્ઝમેને વડાપ્રધાન મોદીને બ્લેકસ્ટોનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ (Projects)વિશે જાણકારી આપી હતી અને સાથે માળખાગત તથા રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગામી રોકાણોમાં તેમની રૂચિ વિશે માહિતી આપી હતી. ભારતમાં નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન તથા નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન અંતર્ગત સહિતની ભારતમાંની રોકાણ સંબંધિત તકો વિશે પણ ખાતરી આપી હતી.
આ પણ વાંચો: PM Modiએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, લોકશાહી બચાવવા બંને દેશોએ સાથે આવવું પડશે
જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના CEO વિવેક લાલ સાથે વડાપ્રધાન મોદીએ કરી હતી મુલાકાત
સીઇઓ (CEO) વિવેક લાલે ભારતમાં સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રની વધી રહેલી મજબૂતી વિશે ચર્ચા કરી હતી. વિવેક લાલે ભારતમાં સંરક્ષણ તથા ઉભરતા ટેકનોલોજી મેન્યુફેક્ચરીંગ (Manufacturing)અને ઓગમેન્ટ કેપેસિટી બિલ્ડિંગ અંતર્ગત હાલમાં થયેલા નીતિવિષયક પરિવર્તનની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ ક્વાલકોમના CEO ક્રિસ્ટિયાનો અમોન સાથે કરી હતી બેઠક
આ બેઠક દરમિયાન ભારતના દૂરસંચાર (Telecommunications)અને ઈલેક્ટ્રોનિક્સ (Electronics)ક્ષેત્રમાં ઉપલબ્ધ વ્યાપક રોકાણની તકો પર ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને વિનિર્માણ (ઈએસડીએમ) માટે હાલમાં જ શરૂ કરાયેલી ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના (પીએલઆઈ)ની સાથે-સાથે ભારતમાં સેમીકન્ડક્ટર સપ્લાઈ ચેઈન સાથે સંકળાયેલા ઘટનાક્રમો વિશે પણ ચર્ચાઓ થઈ હતી. તેની સાથે જ ભારતમાં સ્થાનિક નવાચાર પરિવેશનું નિર્માણ કરવા માટે આવશ્યક રણનીતિઓ બનાવવા પર પણ ચર્ચા થઈ હતી.
અડોબના CEO શાંતનુ નારાયણ સાથે વડાપ્રધાન મોદી (PM Modi)એ મુલાકાત કરી હતી
CEO શાંતનુ નારાયણે અડોબના હાલના કોલોબરેશન અને ભારતમાં ભાવિ રોકાણ આયોજનો વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ભારતના અગ્રિમ કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયા પર તેમજ આરોગ્ય, શિક્ષણ તથા સંશોધન તેમજ વિકાસ જેવા ક્ષેત્રોમાં ઉભરતી ટેકનોલોજિસના ઉપયોગ પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યાં હતા.
ફર્સ્ટ સોલારના CEO માર્ક વિડમર સાથે પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી.
તેઓએ વર્ષ 2030 સુધીમાં ભારતના રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપ, જેમાં ખાસ કરીને સૌર ઊર્જા (Solar energy)ની સંભાવનાઓ તથા 450 ગીગાવોટ વીજ ઉત્પાદન રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા કરવાના આપણા લક્ષ્ય વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભારતમાં હાલમાં જ રજૂ કરાયેલી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના પ્રાપ્ત કરીને તેમની અનોખી થિન-ફિલ્મ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓની સ્થાપનામાં ફર્સ્ટ સોલારની રૂચિ અંગે પણ વાતચીત થઈ હતી.
US રાષ્ટ્રપતિના આમંંત્રણ પર પીએમ મોદી સત્તવાર અમેરિકાના પ્રવાસે
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વહેલી સવારે અમેરિકા (America)પહોંચ્યા હતા. જો બાઇડનના આમંત્રણ પર મોદીની આ ત્રણ દિવસની યુએસ મુલાકાત (IUS Visit)છે, જ્યાં તેઓ અનેક દેશોના નેતાઓને મળવાના છે. કોરોના મહામારીની શરૂઆત બાદ પીએમ મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત છે. આ સાથે જો બાઇડન અમેરિકી રાષ્ટ્રપતિ (Ameriki President)બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદી સાથે મુલાકાત કરશે.
અમેરિકામાં પીએમ મોદી (PM Modi)નું સ્વાગત
અમેરિકા પહોંચેલા વડાપ્રધાન મોદીનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતુ. વરસાદ હોવા છતાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં એરપોર્ટ (Airport)પર જ પીએમ મોદીને મળવા માટે એકઠા થયા હતા. એરપોર્ટની બહાર પણ લોકો તેમના લોકપ્રિય નેતાની ઝલક મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા. વરસાદ હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નહતો. એરપોર્ટથી નીકળતી વખતે પીએમ મોદી કાફલાને રોકીને લોકોને મળવા પહોંચ્યા હતા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીએમે ત્યાં હાજર લોકો સાથે હાથ મિલાવ્યા અને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન મોદી પહોંચ્યા અમેરિકા જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4