Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝપીએમ મોદીના માતા હીરા બા એ કર્યું મતદાન, દરેક ચૂંટણીમાં કરે છે અચૂક મતદાન

પીએમ મોદીના માતા હીરા બા એ કર્યું મતદાન, દરેક ચૂંટણીમાં કરે છે અચૂક મતદાન

hira baa, gandhinagar election
Share Now

ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડમાં 44 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. ત્યારે વહેલી સવારથી અલગ-અલગ મતદાન મથક ઉપર મતદારો મતદાન કરવા આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 10 માં રાયસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાએ મતદાન કર્યું છે. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ ના માતૃશ્રી હીરાબા દર ચુંટણીમાં અચૂક મતદાન કરતા હોય છે. 99 વર્ષની જૈફ વયે હિરાબાએ મતદાન કરીને એક સંદેશ આપ્યો છે. કોઈ પણ ઉંમરે પવિત્ર અને કિંમતી મત આપવો જોઈએ. હીરાબા સાથે નરેન્દ્ર ભાઇ મોદીના ભાઈ પંકજ ભાઈ મોદી અને તેમનો પૂરા પરિવારે મતદાન કર્યું હતું.

પાંચ ચૂંટણી અધિકારીઓ રાખશે ચાંપતી નજર

આજ રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી છે. ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર પહોંચ્યા હતા. મનપાની ચૂંટણી માટે કુલ 317 કંટ્રોલ યુનિટ અને 461 બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાનની પ્રક્રિયા દરમ્યાન પાંચ ચૂંટણી અધિકારી, 1775 પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે. ગઈ કાલે શનિવાર સવારથી જ તમામ મતદાન મથકો પર ઈવીએમ સહિતની સામગ્રી પહોંચાડી દેવામાં આવી હતી.

hira baa gandhinagar election

આ પણ વાંચો:ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન શરૂ, 162 ઉમેદવારોનું ભાવિ થશે કેદ

ગાંધીનગરમાં આશરે 3 લાખ જેટલા મતદારો

આજે ગાંધીનગર મનપાની ચૂંટણી છે. અને વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચી ગયા હતા. ગાંધીનગરમાં કુલ 2,81897 જેટલા મતદારો છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,36,758, પુરુષ મતદારોની સંખ્યા 1,45,130 અને અન્યના 9 મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મનપાની હદનું વિસ્તરણ કર્યા બાદ મનપામાં 18 ગામડા અને પેથાપુર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે નવા સીમાંકન થયા બાદ મનપામાં 1 વોર્ડ થયા છે. આમ એક વોર્ડમાં 4 કોર્પોરેટર એમ આ વખતે 44 કોર્પોરેટર ગાંધીનગર મનપાને મળશે. કુલ 44 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ માટે પાંચ બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાંથી ત્રણ બેઠકો મહિલા અનામત છે. તેમજ અનુસૂચિત જનજાતિ માટે એક બેઠક અનામત રાખવામાં આવી છે.

પાંચ તારીખે આવશે પરિણામ

ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો પમાટે આજે મતદાન થઇ રહ્યું છે. 44 બેઠકો માટે 162 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. પાંચ ચૂંટણી અધિકારીઓ, 1270 પોલીસ કર્મચારીઓ ,1775 પોલિંગ સ્ટાફ હાજર છે. પાંચ ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment