આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યો હતા.જેમા પીએમ મોદીનું આ સંબોધન યુપી પ્રવાસ પહેલા કરવામાં આવ્યું હતું.આ પછી પીએમ મોદી (PM Modi) યુપીના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે. અને આજે મહોબા અને ઝાંસાથી બુંદેલખંડને અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત અનેક ભેટ આપી શકે છે.તો આજે મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યા હતા તેમણે તેમના રાષ્ટ્રજોગ સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi)મોટી જાહેરાત કરી છે. પીએમ મોદી સંબોધનમાં નવા ત્રણ કૃષિ કાયદા (New Agriculture Laws) ને પરત ખેંચવાની જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) ના મોટા નેતાઓ સતત યુપીની મુલાકાતે
આવતા વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ના મોટા નેતાઓ સતત યુપીની મુલાકાત લઈ રહ્યા છે.તો આ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી (19 નવેમ્બર) ત્રણ દિવસ યુપીની મુલાકાત લઇ રહ્યા છે. પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી બુંદેલખંડના મહોબા અને ઝાંસીની મુલાકાત લેશે તેવી માહિતી મળી રહી છે. પ્રધાનમંત્રી અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત બુંદેલખંડને ઘણી ભેટ આપશે તેવી શક્યતાઓ જોવા મળી છે.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
પીએમ મોદીનો (PM Modi)યુપી પ્રવાસનો કાર્યક્રમ
PM મોદી 19 નવેમ્બરે બુંદેલખંડના મહોબા અને ઝાંસીની મુલાકાત લેશે અને પીએમ મોદી બપોરે 2.15 કલાકે મહોબા પહોંચશે અને અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત અનેક ગિફ્ટ આપશે તેવા અહેવાલ મળી રહ્યા છે.પ્રધાનમંત્રી મોદી બપોરે 3.45 કલાકે મહોબાથી ઝાંસી માટે રવાના થશે તેવી માહિતી મળી રહી છે .પીએમ મોદી સાંજે 4.45 કલાકે ઝાંસી પહોંચશે.તો સાથે જ PM મોદી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે ઝાંસીના કિલ્લામાં હાજર રહેશે અને કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ જોશે.પીએમ મોદી મોડી સાંજે ઝાંસીમાં જનસભાને પણ સંબોધિત કરશે.તો સાથે જ 19 નવેમ્બરની રાત્રે પીએમ મોદી યુપીની રાજધાની લખનઉમાં રોકાશે તેવી હાલ માહિતી મળી રહી
છે.
પીએમ મોદી(Modi) ઝાંસીને આપશે ઘણી ભેટ
PM મોદી ફોર્ટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં ભાગ લેશે અને 400 કરોડના ખર્ચે બનેલ ડિફેન્સ કોરિડોર ભારત ડાયનેમિક્સના મિસાઇલ ટેકનોલોજી ઇક્વિપમેન્ટ યુનિટનો શિલાન્યાસ કરશે.મહોબામાં 2655 કરોડના ખર્ચે અર્જુન સહાયક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ જનસભાને પણ સંબોધિત કરશેઅર્જુન સહાયક પ્રોજેક્ટ પર 2009 થી કામ ચાલી રહ્યું છે.આ પ્રોજેક્ટ પૂરો થવાથી બુંદેલખંડની સિંચાઈની સમસ્યા હલ થઈ જશે. આ અંતર્ગત 245 કિલોમીટર નવી કેનાલો પણ બનાવવામાં આવી છે. અર્જુન સહાયક પ્રોજેક્ટ મહોબા, હમીરપુર, બાંદાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને 59,485 હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે.આ પ્રોજેક્ટથી મહોબા જિલ્લામાં 200 લાખ ઘનમીટર પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4