Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝPM Modi ના નેતૃત્વમાં UNSC ની ઓપન ડિબેટ

PM Modi ના નેતૃત્વમાં UNSC ની ઓપન ડિબેટ

PM MODI ADRESSES UN
Share Now

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. UNSC ની આ ખુલ્લી ચર્ચા હતી. પરિષદની આ પ્રકારની બેઠકની અધ્યક્ષતા કરનારા પીએમ મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા. આ બેઠકમાં સમુદ્રી અપરાધ અને અસુરક્ષાને પહોંચી વળવાની રણનીતિ પર વાત કરી. અધ્યક્ષ હોવાને કારણે પ્રોગ્રામની શરૂઆત PM મોદીના સંબોધનથી થઈ. જેમાં સમુદ્રી પડકારોનો સામનો કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે 5 સિદ્ધાંત આપ્યા. તેઓએ કહ્યું કે સમુદ્ર આપણી ધરોહર છે. આપણાં સમુદ્રી રસ્તા ઈન્ટરનેશનલ ટ્રેડની લાઈફ લાઈન છે. સૌથી મોટી વાત એ છે કે સમુદ્ર આપણાં પ્લાનેટના ભવિષ્ટ માટે ઘણું જ જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું કે સમુદ્ર આપણી સંયુક્ત ધરોધર છે. આપણા સમુદ્રી રસ્તા ઈન્ટરનેશનલ ટ્રેડની લાઈફ લાઈન છે અને સૌથી મોટી વાત એ છે કે સમુદ્ર આપણા પ્લેન્ટના ભવિષ્ય માટે ખુબ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આપણે દરિયાઈ વેપારમાં બેરિયર્સ હટાવવા પડશે.

પાંચ મૂળ સિદ્ધાંત, બેરિયર હટાવવા પડશે

પીએમ મોદીએ આ ચર્ચામાં પાંચ મૂળ સિદ્ધાંત રજુ કર્યા. તેમણે કહ્યું કે પહેલો સિદ્ધાંત એ કે આપણે મેરીટાઈમ ટ્રેડમાંથી બેરિયર હટાવવા જોઈએ. આપણા બધાની સમૃદ્ધિ maritime trade ના સક્રિય ફ્લો પર નિર્ભર છે. જેમાં આવેલી અડચણો સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પડકાર સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ બીજો સિદ્ધાંત એ જણાવ્યો કે મેરીટાઈમ વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે જ થવું જોઈએ. પરસ્પર ટ્રસ્ટ અને વિશ્વાસ માટે તે ખુબ જરૂરી છે. આ માધ્યમથી આપણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકીએ છીએ. પીએમ મોદીએ ત્રીજો સિદ્ધાંત એ જણાવ્યો કે આપણે કુદરતી આફતો અને non-state actors દ્વારા પેદા કરાયેલા maritime threatsનો મળીને સામનો કરવો જોઈએ. આ વિષય પર ક્ષેત્રીય સહયોગ વધારવા માટે ભારતે અનેક પગલાં લીધા છે. ચોથો સિદ્ધાંત જણાવતા પીએમ મોદીએ કહ્યું કે આપણે મેરીટાઈમ એન્વાયર્મેન્ટ અને maritime resources ને જાળવીને રાખવા જોઈએ. આપણે જાણીએ છીએ કે દરિયાની ક્લાઈમેટ પર સીધી અસર થાય છે. આથી આપણે આપણા maritime environment ને પ્લાસ્ટિક અને oil spills જવા પ્રદૂષણથી દૂર રાખવા જોઈએ. પીએમ મોદીએ પાંચમા સિદ્ધાંત વિશે કહ્યું કે આપણે responsible maritime connectivity ને પ્રોત્સાહન આપવું જોઈએ.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી કિસાન સન્માન વિધિ, PM મોદીએ યોજનાનો ૯મો હપ્તો કર્યો જાહેર

ભારતને મળી UNSCની અધ્યક્ષતા

UNSC યુનાઈટેડ નેશન્સના 6 મુખ્ય અંગમાંથી એક છે. જેની જવાબદારી દુનિયા ભરમાં શાંતિ અને સુરક્ષા બનાવી રાખવાની છે. ભારતની આઝાદીના 75માં વર્ષમાં ભારતને દુનિયાની આ સૌથી શક્તિશાળી સંસ્થાની અધ્યક્ષતા મળી છે. ભારતે એક ઓગસ્ટે ફ્રાંસ પાસેથી આ જવાબદારી લીધી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment