Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝG20 Summit:PM મોદીએ રોમમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

G20 Summit:PM મોદીએ રોમમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

pm modi g 20 summit in rome mahatma gandhi pay tribute
Share Now

PM મોદી(PM Modi) શુક્રવારે 16મી G20 સમિટમાં(G20 Summit) ભાગ લેવા માટે રોમ(Rome) પહોંચ્યા છે. 2020 ની શરૂઆતમાં વૈશ્વિક કોરોના(Corona) મહામારી પછી આ પ્રથમ ઇન પર્સન G20 સમિટ છે. પીએમ મોદીએ મુલાકાતના પ્રથમ દિવસે મહાત્મા ગાંધીને(Mahatma Gandhi) શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રોમમાં પિયાઝા ગાંધી ખાતે એકઠા થયેલા ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. લોકોએ મોદી-મોદીના નારા લગાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

G20 બડે યુકે જવા રવાના થશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(narendra Modi) 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની(Glasgow) મુલાકાતે જશે. વિદેશ સચિવે માહિતી આપી હતી કે વડાપ્રધાન 29 થી 31 ઓક્ટોબર દરમિયાન ઇટાલીમાં G-20 ગ્રૂપ ઓફ કન્ટ્રીઝ સમિટમાં ભાગ લેવા માટે રોમ (ઇટાલી)માં હશે અને ત્યારબાદ 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP-26)માં વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ ભાગ લેવા માટે ગ્લાસગો, યુકે જવા રવાણા થશે.

આ પણ વાંચો:પીએમ મોદી દુનિયાની સૌથી મોટી પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા

G20 સમિટમાં શું થશે

સમિટના પ્રથમ દિવસે ‘વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક સ્વાસ્થ્ય’ પર ચર્ચા થશે, જ્યારે બીજા દિવસે પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં ખાનગી નાણાંની ભૂમિકા પર વક્તવ્ય આપવામાં આવશે. આ સાથે બીજા દિવસે વિશ્વના નેતાઓ ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ, ટકાઉ વિકાસ સહિતના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે

વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, ઇટાલિયન સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને રોમમાં ભારતના રાજદૂતે મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની 31 ઓક્ટોબર સુધી રોમ અને વેટિકન સિટીની મુલાકાત તેમના ઈટાલિયન સમકક્ષ મારિયો ડ્રેગીના આમંત્રણ પર થઈ રહી છે. G20 સમિટનીમાં, મોદી અન્ય સહયોગી દેશોના નેતાઓને પણ મળશે અને તેમની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે. વેટિકનમાં મોદી પોપ ફ્રાન્સિસન અને વિદેશ મંત્રી કાર્ડિનલ પીટ્રો પેરોલિન સાથે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે, PM મોદી શુક્રવારે 16મી G20 સમિટમાં ભાગ લેવા માટે રોમ પહોંચ્યા છે. 2020 ની શરૂઆતમાં વૈશ્વિકકોરોના મહામારી પછી આ પ્રથમ ઇન પર્સન G20 સમિટ છે. પીએમ મોદીએ મુલાકાતના પ્રથમ દિવસે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રોમમાં પિયાઝા ગાંધી ખાતે એકઠા થયેલા ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. લોકોએ મોદી-મોદીના નારા લગાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment