પીએમ મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Nehru)ની જન્મજયંતિ પર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યારે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં શાંતિ વન પહોંચીને પંડિત જવાહરલાલ નેહરુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Tributes to Pandit Jawaharlal Nehru Ji on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 14, 2021
રાહુલ ગાંધીએ ફોટો ટ્વિટ કર્યો
પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર રાહુલ ગાંધી (Rahul Gandhi)એ એક જૂનો ફોટો ટ્વિટ કરી અને લખ્યું કે, ભારતના પહેલા વડાપ્રધાન જેમણે સત્ય, એકતા અને શાંતિને મહત્વ આપ્યું. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ જવાહરલાલ નેહરુને યાદ કરતા તેમની કેટલીક યાદોનો ઉલ્લેખ કર્યો છે.
“What we need is a generation of peace.”
– Pandit Jawaharlal NehruRemembering India’s first Prime Minister who greatly valued truth, unity and peace. pic.twitter.com/h89MpL39Ph
— Rahul Gandhi (@RahulGandhi) November 14, 2021
આ પણ વાંચો: ગાયના ગોબર અને ગૌમૂત્રથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકીએ છીએ: શિવરાજસિંહ ચૌહાણ
પ્રિયંકા ગાંધીએ કર્યા યાદ
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, ભારતની ધરતી પર ફેલાયેલા ભારતના લોકો સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ જ કરોડો લોકો ભારત માતા છે, ભારત માતા કી જય તેમની ધરતી પર રહેતા તમામની જય છે. ભારત માતા કી જયમાં ખેડૂતોની જય, સૈનિકોની જય અને શ્રમિકોની જય છે.
બાળકો ચાચા નેહરુ કહીને બોલાવતા
જણાવી દઈએ કે, પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસ (Birthday)ને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકો પ્રત્યેના તેમના વિશેષ લગાવને કારણે તેઓ ચાચા નેહરુ તરીકે પણ ઓળખાય છે, બાળકો પણ તેમને ચાચા નેહરુ તરીકે બોલાવતા હતા. દર વર્ષે તેમની જન્મજયંતિ પર ખાસ કરીને ઘણી શાળાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું યોગદાન
દેશના પ્રથમ વડાપ્રધાન (Prime Minister)પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા મોતીલાલ નેહરુ બેરિસ્ટર હતા, જેઓ કાશ્મીરી પંડિત હતા. વિશ્વની ઘણી શ્રેષ્ઠ સંસ્થાઓમાંથી શિક્ષણ મેળવ્યા બાદ જવાહરલાલ નેહરુએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધી (Mahatma Gandhi)દ્વારા રોલેટ એક્ટ અને સવિનય અસહકાર ચળવળ સામે શરૂ કરાયેલી ઝુંબેશથી નેહરુ ગાંધી તરફ આકર્ષાયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેહરુને 9 વખત જેલમાં જવું પડ્યું હતુ, તેમજ 3 વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા. વર્ષ 1947માં દેશ આઝાદ થયા બાદ, પંડિત જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. 27 મે 1946ના રોજ તેમનું અવસાન થયું હતુ.
ફિરોજ ગાંધીની સફર પર એક નજર જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4