ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદગી પામ્યા છે. અમેરિકા (America)ની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર પીએમ મોદીએ અપ્રૂવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) અને બ્રિટન (Britain)ના વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 દેશોના પ્રમુખોને પાછળ છોડી દીધા છે. વડાપ્રધાન મોદીનું અપ્રૂવલ રેટિંગ 70 ટકા છે.
PM @NarendraModi ji continues to be the most admired world leader.
With an approval rating of 70% he once again leads among global leadershttps://t.co/zlyROFfBIV pic.twitter.com/3fa2O4cW0M
— Piyush Goyal (@PiyushGoyal) November 6, 2021
PM Modi અનેક પ્રમુખોથી આગળ છે
મહત્વનું છે કે, સર્વેમાં ભારતના વડાપ્રધાન દુનિયાના ઘણા રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોથી આગળ છે. વડાપ્રધાન મોદીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મૈનુએલ લોપેજ ઓબ્રાડોર, ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગી, જર્મનની ચાન્સેલર એન્જેલા માર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત અનેક નેતાઓને લોકપ્રિયતાના ગ્રાફમાં પાછળ છોડ્યા છે.
આ પણ વાંચો: વેક્સિનેશનની ઝડપ વધારવા ‘હર ઘર દસ્તક’ અભિયાન શરૂ, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક
એક સમયે ઘટી હતી લોકપ્રિયતા
PM Modi થી અમેરિકન રાષ્ટ્રપતિ પણ પાછળ છે
આ સર્વેની યાદીમાં ઓસ્ટ્રેલિયા (Australia)ના વડાપ્રધાન સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનેરો પણ સામેલ છે. આ વખતે સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે.
UNGA માં PM મોદીનું સંબોધન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4