Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝજાણો PM MODIએ બહાર પાડેલ 125 રૂપિયાનો સીક્કો ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકાય?

જાણો PM MODIએ બહાર પાડેલ 125 રૂપિયાનો સીક્કો ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકાય?

125 ruppes coin,big news,pm modi
Share Now

પીએમ મોદીએ(PM MODI) ગઈ કાલે 1 સપ્ટેમ્બરના રોજ બુધવારે 125 રૂપિયાનો(125 rupee coin) ખાસ સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસન્સ (ISKON) ના સ્થાપક શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની(Swami Prabhupada) 125 મી જન્મજયંતિ નિમિત્તે તેમણે આ સિક્કો બહાર પાડ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ઇસ્કોનની સ્થાપના કરનાર શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ કૃષ્ણના અલૌકિક ભક્ત હતા. તમને જણાવી દઈએ કે ઈસ્કોનને હરે કૃષ્ણ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે આ સિક્કાની વિશેષતા જાણીએ તેમજ જાણીએ કે આ સિક્કાને કેવી રીતે અને ક્યાંથી ખરીદી શકાય છે.

સ્વામી પ્રભુપાદને કૃષ્ણના અલૌકિક ભક્ત: પીએમ મોદી 

પીએમ મોદીએ બહાર પાડેલ આ 125 રૂપિયાનો આ સિક્કો જોવામાં  ખૂબ જ આકર્ષક છે. આ સિક્કામાં રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની આકૃતિ છે. જેની એક બાજુ 125 રૂપિયા અંકિત છે. બીજી બાજુ, સ્વામી પ્રભુપાદની તસવીર છે. કે જેમની 125 મી જન્મજયંતિ પર આ સિક્કાને બહાર પાડવામાં આવ્યો છે.  આ સિક્કાઓ સામાન્ય સિક્કાઓ જેવા જ હોય છે છે, પરંતુ ખાસ દિવસ બહાર પાડવામાં આવવાના કારણે તેનું વધુ મહત્વ છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. જે બાદ વડાપ્રધાને સ્વામી પ્રભુપાદને કૃષ્ણના અલૌકિક ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેઓ એક મહાન દેશભક્ત પણ હતા. 

125 ruppes coin,big news,pm modi

આ પણ વાંચો:ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પહેલી વાર ક્યારે છપાઈ?

જાણો કોણ છે સ્વામી પ્રભુપાદ?

પીએમ મોદીએ સ્વામી પ્રભુપાદની જન્મ જયંતી નિમિતે ગઇ કાલે 1 સપ્ટેમ્બરના રોજ 125 રૂપિયાનો સિક્કો બહાર પડ્યો હતો. ત્યારે આવો જાણીએ કોણ છે સ્વામી પ્રભુપાદ? સ્વામી પ્રભુપાદ વિશ્વભરમાં ફેલાયેલા ઇસ્કોન મંદિરની સ્થાપના માટે જાણીતા છે. સ્વામી પ્રભુપાદનો જન્મ 1 સપ્ટેમ્બર 1896 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો પહોંચાડવા માટે ઇસ્કોનની સ્થાપના કરી. ઇસ્કોનને આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયુનેસ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ પણ કહેવામાં આવે છે. આ મંદિરના ભજન હરે રામા હરે કૃષ્ણને વિદેશીઓ પણ સંપૂર્ણ ભક્તિ સાથે કરતાં છે. ઇસ્કોને ભગવદ ગીતા અને વૈદિક સાહિત્યનો 89 ભાષાઓમાં અનુવાદ કર્યો છે

પહેલા પણ આવા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા છે.  

પીએમ મોદીએ ગઈ કાલે પ્રભુપાદની 125 મી જન્મજયંતિ નિમિત્તે તેમણે 125 રૂપિયાનો સિક્કો(125 rupee coin) બહાર પાડ્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે, એવું નથી કે આવો સિક્કો પહેલી વખત જારી કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, નેતાજી સુભાષચંદ્ર બોઝની(Subhash Chandra Bose) જન્મજયંતિ પર, મોદી સરકારે 125 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. સરકાર આ સિક્કાઓને સ્મૃતિચિહ્ન તરીકે બહાર પાડે છે, જેનો હેતુ આ મહાપુરુષોનું સન્માન કરવાનો છે. ઘણા લોકો આવા સિક્કા સાચવવાનો પ્રયત્ન કરે છે.

અહિયાથી ખરીદી શકાય છે આ સિક્કો 

આ સિક્કા ખરીદવા માટે, તમારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરેલ કિંમત ચૂકવવી પડશે. જો તમે પણ તેમને ખરીદવા માંગો છો, તો તમારે પહેલા તેને બુક કરાવવું પડશે. આ માટે તમારે સિક્યોરિટીઝ પ્રિન્ટિંગ એન્ડ કરન્સી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અથવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment