Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ: PM મોદીએ યોજનાનો 9મો હપતો જાહેર કર્યો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ: PM મોદીએ યોજનાનો 9મો હપતો જાહેર કર્યો

PM ADRESSES PM SANMAN NIDHI
Share Now

જગતના તાત માટે ખુશીના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021નો બીજો હપ્તો જારી કરી દીધો છે. પ્રધાનમંત્રી મોદીએ ડીબીટી હેઠળ આ યોજના સાથે જોડાયેલા 9.75 કરોડથી વધુ લાભાર્થી કિસાનોને લગભગ 19 હજાર 500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 હેઠળ બીજો હપ્તો મોકલ્યા બાદ પીએમ મોદીએ દેશના ઘણા કિસાનો સાથે વાતચીત કરી. તો પીએમ મોદીએ આ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યુ. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. તેવામાં તમારા માટે તે જાણવુ જરૂરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસા તમારા ખાતામાં પહોંચ્યા છે કે નહીં. તેવામાં રકમ કઈ રીતે ચેક કરવી તે પ્રક્રિયા અમે તમને જણાવીશું.

સરકારે ખેડૂતો પાસેથી MSP પર અત્યારસુધીની સૌથી મોટી ખરીદી કરી

PM મોદીએ ખેડૂતો સાથે વાત કરતા કહ્યું કે ઘણા વર્ષો પહેલા દેશમાં દાળની ઘણી અછત આવી હતી, ત્યારે મેં ખેડૂતો સાથે દાળના ઉત્પાદનને વધારવાનો આગ્રહ કર્યો હતો. મારા તે આગ્રહને ખેડૂતોએ સ્વીકાર્યો અને પરિણામએ આવ્યું કે છેલ્લા 6 વર્ષોમાં દેશમાં દાળ ઉત્પાદનમાં લગભગ 50%ની વૃદ્ધિ થઈ છે.PM મોદીએ જણાવ્યું કે સરકારે ખેડૂતો પાસેથી MSP પર અત્યારસુધીની સૌથી મોટી ખરીદી કરી છે. તેનાથી, ધાન્ય ખેડૂતોના ખાતામાં લગભગ 1,70,000 કરોડ રુપિયા અને ઘઉંનું ઉત્પાદન કરતા ખેડૂતોના ખાતામાં લગભગ 85 હજાર કરોડ રુપિયા સીધા પહોચ્યા.

આ પણ વાંચો : WHATSAPP પરથી ડાઉનલોડ કરો વેક્સીન સર્ટિફિકેટ થોડી જ સેકન્ડમાં

ખેડૂતોને 1 લાખ 60 કરોડ રુપિયા આપ્યા

PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે હવે દેશની કૃષિ નીતિઓમાં નાના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ જ ભાવના સાથે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી 1 લાખ 60 કરોડ રુપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે.

આ રીતે કરો ચેક

સૌથી પહેલા પાસબુક લઈને બેન્ક જાવ. ત્યાં પહોંચીને તમારી પાસબુક અપડેટ કરાવો. પાસબુક અપડેટ કરાવ્યા બાદ ખાતામાં પહોંચેલી લેટેસ્ટ રકમ ચેક કરો.

ઓનલાઇન માધ્યમ
તો તમે ઓનલાઇન ચેક કરવા ઈચ્છો તોસૌથી પહેલા પોતાની બેન્ક એપ પર જાવ.

એપમાં લોગઇન કરો.

લોગઇન કર્યા બાદ સ્ટેટમેન્ટ સેક્શનમાં જાવ.

ત્યાં તમને લેટેસ્ટ રકમ જોવા મળી જશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારા ખાતામાં પૈસા પહોંચ્યા છે કે નહીં.

આ સિવાય પૈસા જમા થવા પર તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ટેક્સ્ટ મેસેજ પણ આવશે કે તમારા ખાતામાં પીએમ કિસાન નિધિ યોજનાના કેટલા પૈસા જમા થયા છે.

તેમાં તમારું નામ ઉમેરવામાં આવ્યું છે કે નહીં તે ચકાસો

જો તમે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હોય અને હવે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો, તો તમે સરકારી વેબસાઇટ પર pmkisan.gov.in તપાસ કરી શકો છો. આ તેની પ્રક્રિયા છે…
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની યાદી ઓનલાઇન જોવા માટે સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો.
વેબસાઈટ ખુલ્યા પછી મેનુ બાર જુઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ. ‘લાભાર્થી યાદી’ની લિંક પર ક્લિક કરો.
તમારા રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.
ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાની જરૂર પડશે, જે પછી તમને માહિતી મળશે.
સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવેલા ખેડૂતોના નામ રાજ્ય/જિલ્લાવાર/તહસીલ/ગામ તરીકે પણ જોઈ શકાય છે

શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે કિસાનોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ હપ્તો બે-બે હજાર રૂપિયાનો હોય છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ કિસાનોના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરે છે. આ યોજનામાં થતો ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment