PM’s convoy was stuck: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ, પંજાબના ફિરોઝપુર જિલ્લાના ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો લગભગ 15-20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો. નવા કૃષિ કાયદા (New Agriculture Laws) ને રદ્દ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર પંજાબની મુલાકાતે (PM Narendra Modi Punjab Visit) જવાના હતા અને ફિરોઝપુર જવા માટે પણ રવાના થયા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર રેલી રદ કરવી પડી હતી.
માહિતી પ્રમાણે પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની પ્રસ્તાવિત રેલીને અંતે રદ્દ કરવી પડી હતી. રેલી કેન્સલ થયા બાદ એવી માહિતી સામે આવી હતી કે વરસાદને કારણે રેલી કેન્સલ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સામે આવ્યું કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ છે કે ખેડૂતોએ પીએમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો.
Security breach in PM Narendra Modi's convoy near Punjab's Hussainiwala in Ferozepur district. The PM's convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n
— ANI (@ANI) January 5, 2022
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ લગાવ્યા ગંભીર આરોપ:
ભાજપે આ મુદ્દાને લઈને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનું રાજીનામું માંગ્યું છે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને પંજાબ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. નડ્ડાએ લખ્યું છે કે જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો હતો ત્યારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ફોન પણ ઉપાડ્યો ન હતો. તેમણે લખ્યું કે પીએમ મોદી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ભગત સિંહ સહિત અનેક સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે. શ્રદ્ધાંજલિ આપવા પહોંચવાના હતા, પરંતુ પંજાબની કોંગ્રેસ સરકારે બતાવ્યું છે કે તે વિકાસ વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ કોઈ સન્માન નથી.
આ પણ વાંચો: 1500 બાળકોની માતા સિંધુતાઈને પ્રેગ્નન્સી દરમિયાન પતિએ કેમ તરછોડી દીધી હતી, જાણો તાઈની કહાની?
પહેલાથી જ હતી આશંકા:
માહિતી પ્રમાણે આશંકા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી, જેને લઈને પીએમ મોદીની સુરક્ષામાં લગભગ 10 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા, સાથે જ વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. આશંકા હતી કે ખેડૂત સંગઠનો જુદા જુદા માર્ગો પર બેસીને વિરોધ કરવાનો પ્રયાસ કરશે. બાદમાં આ આશંકા સાચી સાબિત થઈ અને પીએમ મોદીની રેલી રદ કરવી પડી. હવે સુરક્ષા ક્ષતિના આ મામલાની તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે કે આટલી કડક સુરક્ષા છતાં પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી કેવી રીતે અટકી ગયો?
અન્ય વિકાસ પ્રોજેક્ટનો કરવાના હતા શિલાન્યાસ
બીજી તરફ રેલી સ્થળ પર જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે પીએમ મોદી કોઈ કારણસર રેલી સ્થળ પર પહોંચી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 42 હજાર 750 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા. જેમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે, પીજીઆઈ સેટેલાઇટ સેન્ટર અને બે મેડિકલ કોલેજ સહિત અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવાના હતા. આ સાથે જ પીએમ મોદી ફિરોઝપુરમાં એક રેલીને પણ સંબોધિત કરવાના હતા.
જુઓ આ વિડીયો: PM Modi Speaks on Farmers Agitation
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4