પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીના મન કી બાત પ્રોગ્રામનો આ 81 મો એપિસોડ હતો. જેમાં પીએમ મોદીએ ગુજરાતમાં ઉજવાતા જલ-જીલણી એકાદશી અને બિહારના મહાપર્વ છઠનો ઉલ્લેખ કરીને નદીઓના મહત્વ વિશે વાત કરી હતી. આ સિવાય તેમણે ગાંધી બાપુ અને ખાદી વિશે પણ ઉલ્લેખ કર્યો હતો.
જલ-જીલણી એકાદશીનો ઉલ્લેખ કર્યો છે
પીએમ મોદીએ કહ્યું કે, આપણા ભારતના પશ્ચિમ ભાગમાં અને એમ પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં પાણીની ઘણી તંગી છે. અહિયાં ઘણી વખત દુષ્કાળ પણ પડે છે. તેથી હવે ત્યાંના સામાજિક જીવનમાં એક નવી પરંપરા વિકસી છે. ગુજરાતમાં વરસાદ શરૂ થતાં જ જલ-જલણી એકાદશી ઉજવાય છે.
આ પણ વાંચો:UNGA માં પીએમ મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન
નમામી ગંગે મિશનમાં દરેકની ભૂમિકા
પીએમ મોદીએ બિહારના મહાપ્રવ છઠનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વરસાદ પછી, બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. હું આશા રાખું છું કે છઠ પૂજાને ધ્યાનમાં રાખીને, નદીઓના કિનારે ઘાટની સફાઈ અને સમારકામ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હશે. આપણે નદીઓની સફાઇ દરેકના પ્રયત્નો અને દરેકના સહકારથી જ કરી શકીશું. તેમણે કહ્યું કે,બધાનો સહયોગ છે માટે જ નનામી ગંગે મિશન આજે પણ પ્રગતિ કરી રહ્યું છે.
નમામી ગંગેમાં ઈ-હરાજીના નાણાંનો ઉપયોગ કરવામાં આવશે
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે આજકાલ ઈ-ઓક્શન (ઈ-ઓક્શન) ચાલી રહ્યું છે. આ ઇ-ઓક્શન મને મળેલી ભેટોનું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ હરાજીમાંથી જે નાણાં આવશે તે નમામી ગંગે અભિયાનને સમર્પિત કરવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે સ્વચ્છતા દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ આપતા રહેવું પડશે.
Speaking on a wide range of topics in #MannKiBaat. Tune in. https://t.co/FNJDiv7Tvc
— Narendra Modi (@narendramodi) September 26, 2021
આર્થિક સ્વચ્છતા વિશે પણ ઉલ્લેખ કર્યો છે
પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના 75 માં વર્ષમાં, જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણે સંતોષ સાથે કહી શકીએ કે આઝાદીના આંદોલનમાં ખાદીનું જે ગૌરવ હતું, તેટલું જ ગૌરવ આજે આપણી યુવા પેઢી ખાદીને આપી રહી છે. આજે ખાદી અને હેન્ડલૂમનું ઉત્પાદન અનેકગણું વધી ગયું છે. સાથે જ પીએમ મોદીએ આર્થિક સ્વચ્છતાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે એક મહિનામાં 355 કરોડથી વધુ વ્યવહારો કરવામાં આવ્યા છે. જેના કારણે દેશના અર્થતંત્રમાં પારદર્શિતા અને સ્વચ્છતા આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીના મન કી બાત પ્રોગ્રામનો આ 81 મો એપિસોડ હતો. જેમાં પીએમ મોદીએ ગુજરાતમાં ઉજવાતા જલ-જીલણી એકાદશી અને બિહારના મહાપર્વ છઠનો ઉલ્લેખ કરીને નડિયોના મહત્વ વિશે વાત કરી હતી. આ સિવાય તેમણે ગાંધી બાપુ અને ખાદી વિશે પણ ઉલ્લેખ કર્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4