વિપક્ષના હંગામાને લઇ સતત ગતિરોધ થઇ રહ્યો છે કામકાજ પર અસર થઇ રહી છે જેને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સદન ચાલવા દેતી નથી કે ચર્ચામાં પણ ભાગ લેતી નથી. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે કોવિડ-19 પર જ્યારે બેઠક બોલાવવામાં આવી તો કોંગ્રેસે બહિષ્કાર કર્યો અને અન્ય પક્ષોને પણ આવતા રોક્યા.
પીએમ મોદીએ ભાજપના સાંસદોને આપી સલાહ
બેઠકમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને સલાહ આપતા કહ્યું કે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના આ કામોને જનતા સામે એક્સપોઝ કરો. પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે 16 ઓગસ્ટ બાદ તમે બધા પોત પોતાના વિસ્તારોમાં જાઓ અને સરકારની 8 યોજનાઓની જાણકારી આપો. આ સાથે જ 75 વર્ષ થઈ રહ્યા છે તેને લઈને અને આગામી 25 વર્ષ માટે લોકો વચ્ચે જાગૃતતા ફેલાવો.
75 ગામડાઓમાં 75 કલાક વીતાવો- પીએમ મોદી
કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાલના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે 2-2ની ટોળીમાં 75 ગામડાઓમાં જાઓ અને ત્યાં 75 કલાક રોકાઓ. લોકો વચ્ચે ગામડામાં દેશની ઉપલબ્ધિઓ અને દેશની આઝાદી સહિત તમામ ચીજો અંગે જણાવો. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ સરકારી ન બની જાય. આ કાર્યક્રમમાં દેશના જન-જનની ભાગીદારી હોય.
વિપક્ષને કરો એક્સપોઝ-પીએમ મોદી
આ સાથે જ પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે તેઓ લોકો વચ્ચે વિપક્ષને એક્સપોઝ કરે. ખાસ કરીને કોંગ્રેસને. તેમણે કહ્યું કે તમે લોકોને જણાવો કે કોંગ્રેસ પાર્ટી બેઠકમાં સામેલ થતી નથી અને તેનો બહિષ્કાર કરે છે. આ સાથે જ સંસદ પણ ચાલવા દેતી નથી.
આ પણ વાંચો : કાગડળી ના વરસાદે અપાવી મચ્છુ ઓનરતની યાદ
સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો
દિલ્લીમાં ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીએ સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો. આ બેઠકમાં PM મોદીનો સાંસદોને સંદેશ આપ્યો. PM મોદીએ આ બેઠકમાં કહ્યું કે આઝાદીના 100 વર્ષ થયે લોકોને સંદેશ મળે કે દેશ માટે જીવવું છે, તેથી 75 ગામડાઓમાં જઇ 75 કલાક પસાર કરો.
એક તરફ ખેડૂત આંદોલન અને બીજી તરફ સંસદમાં સતત પેગાસસ જાસૂસી મામલે, ખેડૂત મુદ્દે વિપક્ષ હોબાળો કરે છે અને છેલ્લા ૪ દિવસથી સંસદની કાર્યવાહી સ્થિગીત કરવી પડે છે ત્યારે શું સંસદનું ચોમાસુ સત્ર આમ જ હંગામાનું સંસદ બની રહેશે કે પછી મોદીની ટકોરને ધ્યાને લઇ કામકાજ કરશે એ જોવું રહ્યું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt