Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક પર્વ 2021નું કર્યું ઉદ્ધાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક પર્વ 2021નું કર્યું ઉદ્ધાટન

PM MODI INGURATE
Share Now

આજે શિક્ષક પર્વ સંમેલન યોજાયું હતું જેમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા અને તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક પર્વ 2021નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે અનેક નવી પહેલની શરૂઆત કરી. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં જનભાગીદારીની તાકાતથી ભારતમાં એવા એવા કાર્યો થયા કે જેની કોઈ કલ્પના પણ નહતું કરી શકતું.

શિક્ષકોનું યોગદાન અતુલ્ય અને પ્રશંસનીય-પીએમ મોદી

રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા શિક્ષકોને તેમણે અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તમે બધાએ કપરા સમયમાં દેશમાં શિક્ષણ માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે એકનિષ્ઠ પ્રયત્ન કર્યો છે તે અતુલ્ય છે, પ્રશંસનીય છે. આજે શિક્ષક પર્વ પર અનેક પરિયોજનાઓનો શુભારંભ થયો છે. આ પહેલ એટલા માટે પણ જરૂરી છે કારણ કે દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આજે જે યોજનાઓ શરૂ થઈ છે તે ભવિષ્યના ભારતને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : “દરેક ભારતીય એક હિન્દુ છે ” – મોહન ભાગવતનું મહત્વનું નિવેદન

પીએમ મોદીએ કરી અનેક પહેલની શરૂઆત

સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે વિદ્યાંજલી 2.0, નિષ્ઠા 3.0, ટોકિંગ બુક્સ અને યુએલડી બેસ આઈએસએલ ડિક્શનરી જેવા નવા કાર્યક્રમ અને વ્યવસ્થાઓ લોન્ચ કરાઈ છે. મને પૂરેપૂરો ભરોસો છે કે તે આપણી શિક્ષણ વ્યવસ્થાને વૈશ્ચિક સ્તર પર પ્રતિસ્પર્ધી બનાવશે.

શિક્ષકોએ કર્યું પડકારોનું સમાધાન

પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી દરમિયાન આપણે બધાએ આપણા શિક્ષણ ક્ષેત્રની ક્ષમતાઓને જોઈ છે. ઘણા બધા પડકારો હતા પરંતુ આપણે બધા પડકારોને ઝડપથી ઉકેલ્યા. ઓનલાઈન ક્લાસ, ગ્રુપ વીડિયો કોલ, ઓનલાઈન પરીક્ષા જેવા શબ્દો પહેલા અનેક લોકો એ સાંભળ્યા નહતા. તેમણે કહ્યું કે આજે એક બાજુ દેશની પાસે બદલાવનું વાતાવરણ છે તો સાથે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી આધુનિક અને ભવિષ્યની નીતિ પણ છે. આથી છેલ્લા કેટલાક સમયથી દેશ સતત શિક્ષણ ક્ષેત્રમાં એક પછી એક નવા નિર્ણય લઈ રહ્યો છે, એક મોટો ફેરફાર થતો જોઈ રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment