Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝPM મોદીનો કાશી પ્રવાસ

PM મોદીનો કાશી પ્રવાસ

PM MODI VARANSI VISIT
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશીમાં છે. PM નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. અહીં PMએ જાપાન અને ભારતની દોસ્તીના પ્રતીક સમાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર સહિત કુલ 1475.20 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. હાલ તે કાશીના લોકોને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે યુપી સરકારની કોરોના સામેની મજબૂત લડતને ખુબ બીરદાવી અને કહ્યું કે કોરોનાની બીજી લહેરને જે પ્રકારે યુપીએ સંભાળી, કોરોના સંક્રમણને ફેલાતા રોકી તે અભૂતપૂર્વ છે.

મોદીએ ભારત માતની જય અને હરહર મહાદેવ બોલ્યા પછી પોતાની વાત શરૂ કરી. તેમણે કાશીના લોકો સાથે મૈથિલીમાં વાત કરતા કહ્યું કે લાંબા સમય પછી આપ બધાની સાથે સીધી મુલાકાતની તક મળી. કાશના તમામ લોકોને પ્રણામ. સમસ્ત લોકોના દુઃખ હરનાર ભોલેનાથ, માતા અન્નપૂર્ણાને પ્રણામ.

ઉત્તર પ્રદેશ અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું

પીએમ મોદીએ કહ્યું કે યુપી દેશના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે. થોડા વર્ષો પહેલા જે યુપીમાં વેપાર-કારોબાર કરવો મુશ્કેલ મનાતું હતું આજે મેક ઈન ઈન્ડિયા માટે યુપી મનપસંદ જગ્યા બની રહ્યું છે.

આ પણ વાંચો : ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમની ચિંતા વધી

કાશી નગરી પૂર્વાંચલનું મોટું મેડિકલ હબ બની રહી છે

પીએમ મોદીએ કહ્યું કે કાશી નગરી હવે પૂર્વાંચલનું મોટું મેડિકલ હબ બની રહી છે. જે બીમારીઓની સારવાર માટે એક સમયે દિલ્હી-મુંબઈ જવું પડતું હતું તેની સારવાર હવે કાશીમાં ઉપલબ્ધ છે. હવે યુપીમાં પણ 550 ઓક્સીજન પ્લાન્ટ્સ બનવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે બનારસમાં 14 ઓક્સીજન પ્લાન્ટ્સ પણ લોકાર્પણ કરાયા છે.

UP સરકારની પ્રશંસા

મોદીએ કહ્યું યુપીના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉર્જાવાન, કર્મઠ મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથ. આજે કાશીના વિકાસ સાથે જોડાયેલા 1500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરવાની મને તક મળી છે. બનારસના વિકાસ માટે જે પણ કઈ થઈ રહ્યું છે તે મહાદેવના પ્રસાદ અને લોકોના સહયોગથી ચાલુ છે. મુશ્કેલ સમયમાં પણ કાશીએ બતાવ્યું છે કે તે અટકતી નથી અને થાકતી પણ નથી.

કાશી પ્રવાસને લઇ વડાપ્રધાન ઉત્સાહિત

કાશી પ્રવાસને લઈને વડાપ્રધાન ઉત્સાહિત છે. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટર, મધર ચાઈલ્ડ હેલ્થ વિંગ જેવી નવી ભેટનો ફોટો શેર કર્યો હતો. આ પ્રવાસમાં વડાપ્રધાન ત્રણ જગ્યાએ લગભગ 70 મિનિટનું ભાષણ આપશે.

રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર માટે જાપાને 186 કરોડની મદદ કરી હતી

રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર માટે જાપાને 186 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ તેમના વારાણસી પ્રવાસ દરમિયાન તેનો શિલાન્યાસ કર્ય હતો. આ સેન્ટર શિવલિંગના આકારમાં બનેલુ છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરની બહાર 108 સાંકેતિક રૂદ્રાક્ષ લાગેલા છે, જે એલ્યુમિનિયમના છે.

બનારસથી ચુનાર સુધી રો-રો વેસલ્સનું સંચાલન

પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રો-રો(રોલ ઓન રોલ ઓફ પેસેન્જર શિફ્ટ) વેસલ્સ સેવા શરૂ થશે. રો-રો સર્વિસને પ્રયાગરાજ સુધી લઈ જવાની તૈયારી છે. હાલ બે રો-રો ચાલશે. તેમાંથી એકનું નામ સ્વામી વિવેકાનંદ અને બીજાનું નામ સૈમ માનેક શો છે. એક રો-રો ખિડકિયા ઘાટથી રામનગર સુધી જશે અને બીજી ખિડકિયા ઘાટથી ચુનાર સુધી જશે.

21 IPSની લીડરશીપમાં 10 હજાર જવાન હાજર

SPGની સુરક્ષામાં રહેનાર વડાપ્રધાન મોદીની સુરક્ષાના કાફલામાં NSG અને ATS કમાન્ડો અને કેન્દ્રીય જાસુસી એજન્સીઓના અધિકારીઓની ટીમ રહેશે. આ સિવાય બહારના સુરક્ષા કાફલામાં સૌથી પહેલા સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સના જવાન રહેશે. તે પછી 21 IPSના નેતૃત્વમાં 10 હજારથી વધુ પોલીસ-PACના જવાન તહેનાત રહેશે. વડાપ્રધાનના અવર-જવરના રૂટ પર રુફ ટોપ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. વડાપ્રધાનના તમામ કાર્યક્રમ સ્થળ નો ફલાઈંગ ઝોન રહેશે. સાથે જ આર્મી અને વાયુ સેનાની એક ટુકડી તેમના હેલીપેડ અને બાબતપુર એરપોર્ટ પર એલર્ટ મોડમાં રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment