Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeડિફેન્સPurvanchal Expressway: આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી

Purvanchal Expressway: આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી

pm mod ingurate purvanchal express
Share Now

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 1.30 વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું દેશને લોકાર્પણ કરશે. આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. લખનૌથી ગાઝીપુરને જોડતો આ 341 કિલોમીટર લાંબા આ પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવામાં કુલ 36 મહિના લાગ્યા જ્યારે તેમાં કુલ ખર્ચો 22,500 કરોડ રૂપિયાનો થયો. હવે ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગની રાજધાની લખનૌ સાથે કનેક્ટિવિટી સારી બનશે. આ સાથે જ પૂર્વ યુપીના જિલ્લાઓનું દિલ્હી અને નોઈડા વચ્ચેનું અંતર પણ ઓછું થઈ જશે.

ફક્ત 8.30 કલાકમાં નોઈડાથી ગાઝીપુર પહોંચી શકાશે

પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ નોઈડાથી ગાઝીપુર જવું સરળ બનશે. ફક્ત 8.30 કલાકમાં પહોંચી શકાશે. નોઈડાથી આગ્રાને જોડનારો યમુના એક્સપ્રેસ વે 165 કિમીનો છે જે 2 કલાકમાં અંતર કાપી શકાય છે. ત્યારબાદ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેની લંબાઈ 302 કિમી છે, આ અંતર કાપતા 3 કલાકનો સમય લાગશે. લખનૌથી ગાઝીપુરને જોડતો પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું અંતર 341 કિમી છે જે તમે સાડા ત્રણ કલાકમાં અંતર કાપી શકશો. આ ત્રણેય એક્સપ્રેસ વે દ્વારા તમે 800થી વધુ કિમીનું અંતર ફક્ત 8.30 કલાકમાં કાપી શકશો.

યુપીના આ 9 શહેરોમાંથી પસાર થશે પૂર્વાંચલ એક્સપ્રેસ વે

પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના 9 શહેરોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે રાજ્યના લખનૌ, બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, અમેઠી, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર જિલ્લાઓની સરહદોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વેના કારણે વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ જેવા જિલ્લાઓને પણ ફાયદો થશે.

અયોધ્યા-ગોરખપુર જનારાને પણ થશે ફાયદો

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે તમે 80 કિમી સુધી જશો તો અયોધ્યા માટે પણ એક કટ અપાયો છે. અહીંથી અયોધ્યા માત્ર 50 કિમીના અંતરે છે. તમે ફક્ત એક કલાકમાં અયોધ્યા પહોંચી જશો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેથી ગોરખપુરને જોડવા માટે એક લિંક એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવી રહ્યો છે. બધુ મળીને યુપી સરકાર સારી કનેક્ટિવિટી પર કામ કરી રહી છે. ચૂંટણી પહેલા સરકારના જનતા સાથે કનેક્શનના ટાર્ગેટને પૂરા કરવાની કોશિશ પણ છે.

આ પણ વાંચો : ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, 20 હજાર કરોડના અમેરિકન શસ્ત્રો પર લેવાશે નિર્ણય

મિસાઈલોને અહીંથી આપવામાં આવશે જડબાંતોડ જવાબ

purvannchal express ડોકલામ વિવાદ બાદ ચીને શિઝિયાંગ પ્રાંત અને તિબ્બતનાં ક્ષેત્રમાં 16 એરબેઝ તૈયાર કર્યા છે. એમાંથી 14 હજાર ફૂટની ઊંચાઈ પર અલી ગુંસા, બુરાંગ, તઝાંગ જેવા બેઝ સામેલ છે. અહીં ફાઇટર જેટની સાથે ચીનની લોંગ રેન્જમાં મિસાઇલ હેઠળ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં 5 મોટા એરબેઝ સાથે ઘણાં મોટાં શહેરો છે, જેમાં ગોરખપુર, દરભંગા, બક્ષી કા તાલાબ, પ્રયાગરાજ સહિત ઘણાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. આ લૉન્ગ રેન્જની મિસાઇલો લક્ષ્‍યાંક પર આવતાં જ એરફોર્સ માટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર સુલતાનપુર નજીક લડાયક કામગીરી શરૂ કરવી સરળ બની જશે.

ફક્ત 3 વર્ષમાં તૈયાર થયો પૂર્વાંચલ એક્સપ્રેસ વે

ફક્ત 3 વર્ષમાં 22500 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલો પૂર્વાંચલ એક્સપ્રેસ વે 8 લેનનો છે. પરંતુ ભવિષ્યમાં તેને 8 લેનમાં પણ ફેરવી શકાય તેવી વ્યવસ્થા છે. એક્ઝિક્યુટીવ એન્જિનિયર દેવેન્દ્ર કુમારે જણાવ્યું કે 120ની સ્પીડ ડિઝાઈન કરાઈ છે. પરંતુ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક રખાઈ છે. ક્રેશ બેરિયરને એક્સપ્રેસ વેની ચારેબાજુ ઉપયોગમાં લેવાયા છે. એક્સપ્રેસ વે ને Q4 થી બનાવવામાં આવ્યો છે.

સુરક્ષાનો ખાસ ખ્યાલ રખાયો છે

ગાઝીપુર જવા માટે તમે જ્યારે લખનૌ તરફથી 9 કિમી આગળ વધશો તો તમને પહેલો ટોલ પ્લાઝા મળશે. 16 બૂથ ટોલ કલેક્શન માટે બનાવવામાં આવ્યા છે. આ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે. આથી સુરક્ષાનો ખાસ ખ્યાલ રખાયો છે. પૂર્વાંચલનો આ એક્સપ્રેસ વે 100 વર્ષ પ્રમાણે તૈયાર કરાયો છે. તેની ડિઝાઈનમાં ખાસ વાતોનું ધ્યાન રખાયું છે. આ એક્સપ્રેસ વે પર 18 ફ્લાયઓવર, 7 રેલવે ઓવર બ્રિજ, 7 મોટા પુલ, 118 નાના પુલ, 13 ઈન્ટરચેન્જ, 8 ટોલ પ્લાઝા, 271 અંડરપાસ, 503 નાના પુલ બનાવવામાં આવ્યા છે. કુલ 13 કટ અપાયા છે. જ્યાંથી તમે આ એક્સપ્રેસ વે પર જઈ શકો છો અને ઉતરી શકો છો.

વિકાસના દ્વાર ખોલશે

cm yogi મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે એરસ્ટ્રિપની મુલાકાત લીધી અને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે આ પૂર્વાંચલમાં વિકાસના દ્વાર ખોલશે. તેનાથી ઉત્તર પ્રદેશ અને બિહાર બંનેને ફાયદો થશે. આ સાથે જ તે ડબલ એન્જિનની સરકારની ગિફ્ટ પણ હશે. સીએમ યોગીએ જણાવ્યું કે આ એરસ્ટ્રિપ પર પ્રધાનમંત્રીની હાજરીમાં એર શો થશે. આ એર શોમાં મિરાજ-2000, સુખોઈ-30 અને જગુઆર વિમાનો ભાગ લેશે. પરંતુ તે અગાઉ પ્રધાનમંત્રી મોદી પોતે હર્ક્યુલસ વિમાનથી આ પૂર્વાંચલ એક્સપ્રેસ વચ્ચે બનેલી હવાઈ પટ્ટી પર ઉતરણ કરશે.

અત્રે જણાવવાનું કે છેલ્લા 3 દિવસથી વિમાનોના ટચડાઉનનું રિહર્સલ ચાલુ છે. પ્રધાનમંત્રીની સામે વિમાન આ એર સ્ટ્રિપ પર ટચ એન્ડ ગો શો ઉપરાંત ત્રણેય ફાઈટર પ્લેન જગુઆર, મિરાજ અને સુખોઈ યુદ્ધ સમયે કેવી રીતે કામ કરે છે કઈ રીતે એર સ્ટ્રિપ પર ગ્રાઉન્ડ સ્ટાફ ઝટપટ તૈયારી કરે છે તે બધાનું પ્રદર્શન કરશે. છેલ્લે ત્રણ કિરણવાળા એરને પણ દેખાડવામાં આવશે.

 

 

No comments

leave a comment