કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલું વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે પીએમ મોદીએ ગુજરાતને કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથ (Somnath) માં ૮૦ કરોડના ચાર વિકાસના કાર્યોનું આજે વરચ્યુઅલી લોકાર્પણ કર્યું. સાથે જ અતિસુંદર એવા પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી છે. સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી હાલ વિકાસકાર્યોનું લોકાર્પણ વિધિ ચાલી રહી છે.
ભલે વીડિયો કોન્ફરન્સથી જોડાયો હોવ પરંતુ મનથી સ્વયં ભગવાન સોમનાથના ચરણોમાં હોવાનો અનુભવ કરું છું.- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી છે અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને યાદ કર્યા છે. સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ મોદીએ કર્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું ભલે વીડિયો કોન્ફરન્સથી જોડાયો હોવ પરંતુ મનથી સ્વયં ભગવાન સોમનાથના ચરણોમાં હોવાનો અનુભવ કરું છું. મારુ સૌભાગ્ય છેકે આ પૂણ્ય સ્થાનની સેવા કરવાનો અવસર મળ્યો છે.આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્ર દર્શન વોક વે, અહલ્યા બાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.
Somnath Temple is integral to our culture and ethos. Inaugurating development works there. #JaySomnath. https://t.co/yE8cLz2RmX
— Narendra Modi (@narendramodi) August 20, 2021
સોમનાથ સ્વતંત્ર ભારતને સ્વતંત્ર ભાવનાથી જોડાયેલું
વધુમાં કહ્યું હતું કે ભગવાન સોમનાથના આશીર્વાદની સિદ્ધિ છે. આજે દેશના કરોડો ભક્તોને બધાઈ આપું છું. આજે સરદાર પટેલને નમન કરું છુ જેને પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરવાની ઇચ્છાએ બતાવી. સોમનાથ સ્વતંત્ર ભારતને સ્વતંત્ર ભાવનાથી જોડાયેલું મને છે. અમૃત મહોત્સવમાં સરદાર સાહેબના પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ. ઓમનાથ મંદિરને નવી ભવ્ય આપી રહ્યા છે. અહલ્યાબાઇને નમન કરું છુ જેને પ્રાચીનતા અને આધુનિક્તાન નો સંગમ એમના જીવનમાં હતો અને આદર્શ મણિ દેશ આગળ વધી રહ્યો છે.
હવે પ્રવસીઓ થાકી રોજગારી વધશે, સુરક્ષા વધશે. જો સિદ્ધિ કો પ્રદાન કરે વો શિવ હે, વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે. એટલે જ શિવ અવિનાશી છે, અવ્યક્ત છે. અટલકે જ અનાદિ છે એટલે જ અનાદિ યોગી કહેવાય છે.
એંકવાર મંદિરને ખંડિત કરાયું પણ આટલી જ વાર ઉભું થયું
દુનિયામાં કોઈ આ ભવ્ય સંરચનાને જુઓ તો તેને માત્ર મંદિર નથી દેખાતુ, પણ તેને એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે. આ એવુ સ્થળ છે, જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રકાશનું ક્ષેત્ર બતાવ્યું છે. જે આજે વિશ્વ સામે આહવાન કરે છે કે સત્યને અસત્ય સામે હરાવી શકાતુ નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું. તેથી તે આજે માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વનું વિશ્વાસ છે.
આ પણ જુઓ :માંડવિયાની ‘ જન આશીર્વાદ યાત્રા
ગૃહમંત્રી અમિત શાહ – સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે રીતે ટ્રસ્ટ આગળ વધશે
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહમંત્રી અમિત શાહએ જણાવ્યું હતું કે, સોમનાથએ કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. જ્યારથી મોદીજી જોડાયા ત્યારથી સર્વાંગી વિકાસ કર્યો. વિકાસનો પરિપૂર્ણ નકશો વડાપ્રધાનએ તૈયાર કર્યો. વધુમાં જણાવ્યું હતું કે, 2010થી વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યપ્રધાન મોદીએ સોમનાથના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સોમનાથ મંદિર સ્વચ્છતાના મામલે ટોચ પર છે. સોમનાથ મંદિર સ્વચ્છતાના મામલે ટોચ પર છે. સોમનાથની આરતીને ડિજીટલી સૌથી વધુ દર્શનાર્થીઓ જોવે છે. ભીખુભાઈ નામના દાતાના સહયોગથી 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 1783માં બનેલા મંદિરનું આજે જીર્ણોદ્ધાર કરાયો છે. સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે રીતે ટ્રસ્ટ આગળ વધશે. અનેક આક્રમણ વચ્ચે પણ સોમનાથ દરેક વખત ભવ્યતાથી ઉભરી આવ્યું છે. સોમનાથની આરતીને ડિજીટલી સૌથી વધુ દર્શનાર્થીઓ જોવે છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું – પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી સોમનાથનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે.
સમુદ્ર દર્શન વોક-વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર
દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તે પાક્કું છે. રૂપિયા 45 કરોડના ખર્ચે આ ખાસ વોક-વે તૈયાર કરાયો છે. વોક-વે પરથી સોમનાથ દાદાની સાથે સમુદ્રના દર્શન પણ કરી શકાશે. તે સાથે જ સમુદ્રને દૂર દૂર સુધી જોઈ શકાય તે માટે દૂરબીન પણ મુકાયું છે, આ ઉપરાંત વોક-વે પર યાત્રિકો સાઈકલિંગ અને વોકિંગ કરી શકે એ માટે ખાસ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. વોક-વેને વધુ સુંદર બનાવવા વોક-વે પર ભારતની સંસ્કૃતિના ચિત્રો તૈયાર કરાયા છે, જેમાં રામાયણ, મહાભારતના પ્રસંગો જોઈ તમે અલગ જ અનુભૂતિ કરી શકશૉ. આ સાથે જ જો રાત્રી રોકાણ પર સોમનાથ ગયા હોવ તો રાત્રી દરમિયાન મ્યૂઝિક અને રંગબેરંગી લાઈટ્સ વોક-વેની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે, વોક-વે પર પ્રવેશ માટે ત્રણ ગેટ તૈયાર કરાયા છે જે માટે યાત્રિકોએ રૂપિયા 5 ફી ભરવાની રહેશે.
સોમનાથ એક્ઝિબિશન કેન્દ્રથી જૂના સોમનાથને જાણી શકાશે
સોમનાથના આ ભવ્ય મ્યૂઝિયમમાં જૂના સોમનાથને માણી શકવાનો તમને મોકો મળશે. આ મ્યુઝિયમમાં ભવ્ય ભૂતકાળ, જૂના ખંડિત અવશેષો, પથ્થરો જોઈ શકાશે જેમાં જૂના નાગર શૈલીના સોમનાથ મંદિરની વાસ્તુકલવાળી પ્રતિમાઓ જોઈ તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. આ સિવાય મ્યુઝિયમમાં ભૂતકાળમાં મંદિર પર ઘટેલી ઐતિહાસિક ઘટનાઓનું સાહિત્ય પણ મળી રહેશે અને જૂના ફોટોગ્રાફ્સ અને વિવિધ પુસ્તકોને અહીં જોઈ શકાશે. આ ખાસ આયોજન સાથે તૈયાર કરવામાં આવેલું મ્યુઝિયમ મંદિરના ભવ્ય ભૂતકાળને યાદ તાજી કરાવશે તેમજ તમારી સફરને વધુ ખાસ બનાવશે.
શ્વેત આરસપહાણ પથ્થરોનું બનશે પાર્વતી મંદિર
સોમનાથ તીર્થમાં શિવ અને શક્તિના સમન્વય સમું નિર્માણ થનાર પાર્વતી મંદિર 71 ફૂટની ઊંચાઇ ધરાવતું હશે. મંદિર અંબાજી પંથકના શ્વેત (સફેદ) આરસપહાણ પથ્થરોનું બનશે. જેની પ્લેન્થ એરીયા 18,891 ચોરસ ફૂટ સાથે 66 કોલમ એટલે કે પીલરનું બાંઘકામ થશે. સંપૂર્ણ મંદિર બે થી ત્રણ વર્ષમાં બની જશે. મંદિરમાં સભા મંડપ, ગર્ભગૃહ વિભાગો હશે. પાર્વતી માતાજીના સભા મંડપનું લેવલ હાલના સોમનાથ મંદિર જેટલું સમકક્ષ હશે. મંદિરનું ગર્ભગૃહ 14 બાય 14 ફૂટ રહેશે. મંદિર લાઇટીંગ રોશનીથી સુશોભિત કરાશે. દિવ્યાંગ, અપંગ દર્શનાર્થીઓ માટે મંદિરના પગથીયાં પાસે વ્હીલ્ચેર સહિત મંદિરમાં પહોંચી શકે તેવા ઢોળા બનાવાશે. સોમનાથ મંદિરની જેમ દક્ષિણ દ્વારેથી સમુદ્ર દર્શન પણ થઇ શકશે. સોમનાથ મંદિરના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઇ પટેલની સોમનાથ મંદિર પરિસરમાં આવેલી પ્રતિમા જેમ સોમનાથ મંદિર સન્મુખ જ માતા પાર્વતીજીનું મંદિર બનશે તેમ જાણવા મળેલ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt