Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝPM મોદી પહોંચ્યા વોશિંગ્ટન, અમેરિકાની આ દિગ્ગજ કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે

PM મોદી પહોંચ્યા વોશિંગ્ટન, અમેરિકાની આ દિગ્ગજ કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે

PM Modi
Share Now

વડાપ્રધાન મોદી (PM Modi)તેમના ત્રણ દિવસીય પ્રવાસ માટે અમેરિકા (America) ના વોશિંગ્ટન ખાતે પહોંચ્યા છે. આજે ગુરૂવારે આ પ્રવાસના પહેલા દિવસે તે વોશિંગ્ટન (Washington)માં કેટલીક મોટી અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO)ને મળશે. તે દરમિયાન તે ભારત અને અમેરિકા વચ્ચે વ્યવસાયિક સંભાવનાઓ વિકસાવવા પર વાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden)ના આમંત્રણ પર 23 થી 25 સપ્ટેમ્બર સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. જોકે પીએમ મોદી 22 સપ્ટેમ્બરની સાંજે જ રવાના થઇ ગયા હતા. ગયા વર્ષે જો બાઇડેન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત (US Visit)છે. જો કે આ પહેલા બંને નેતાઓ વચ્ચે ત્રણ વખત વર્ચ્યુઅલ મીટિંગ થઈ છે. માર્ચમાં ક્વાડ સમિટ દરમિયાન, એપ્રિલમાં ક્લાઈમેટ ચેન્જ સમિટ અને જૂનમાં જી -7 સમિટ સમયે.

PM મોદી (PM Modi)આ કંપનીઓના સીઈઓને મળશે

અમેરિકન કંપની (American Company)ક્વાલકોમના સીઈઓ (CEO)ક્રિસ્ટાનિયો આર એમોન, એડોબના શાંતનુ નારાયણ, ફર્સ્ટ સોલરના માર્ક વિડમર, જનરલ એટોમિક્સના વિવેક લાલ, બ્લેકસ્ટોનના સ્ટીફન એ. શ્વાર્ઝમેન આજે પીએમ મોદી સાથે મુલાકાત કરશે પીએમ મોદી આ તમામ સીઈઓ સાથે અલગ-અલગ મુલાકાત કરશે.

પીએમ મોદી (PM Modi)નો આજનો કાર્યક્રમ શું છે?

પીએમ મોદી સૌથી પહેલા આજે ગુરૂવારે ભારતીય સમય અનુસાર સાંજે 7:15 કલાકે ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટાનિયો આર એમોનને મળશે. આ મલ્ટીનેશનલ કંપની સેમિકન્ડક્ટર, સોફ્ટવેર, વાયરલેસ ટેકનોલોજી સેવાઓના વ્યવસાય સાથે સંકળાયેલી છે. નોંધનીય છે કે આ દિવસોમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટર કટોકટી ચાલી રહી છે. ખાસ કરીને ભારતીય ઓટો કંપનીઓ તેનાથી ખૂબ પરેશાન છે.

ત્યારબાદ પીએમ મોદી સાંજે 7:35 કલાકે એડોબ ચેરમેન શાંતનુ નારાયણને મળશે. આ મલ્ટીનેશનલ કંપની (Multinational company)એડોબ ઇલસ્ટ્રેટર અથવા એડોબ એક્રોબેટ જેવા સોફ્ટવેર બનાવવા માટે પ્રખ્યાત છે.

બાદ તેઓ સાંજે 7:55 કલાકે ફર્સ્ટ સોલરના સીઈઓ માર્ક વિડમરને મળશે. ફર્સ્ટ સોલર કંપની સોલર પેનલનું ઉત્પાદન કરે છે. તે યુટિલિટી સ્કેલ પીવી પાવર પ્લાન્ટ્સ અને સંબંધિત સેવાઓના ઉત્પાદનમાં પણ સામેલ છે.

પીએમ મોદી ભારતીય સમય અનુસાર રાત્રે 8:15 કલાકે જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલને મળશે. જનરલ એટોમિક્સ સંશોધન અને વિકાસ આધારિત અમેરિકન (American)ઉર્જા અને સંરક્ષણ પેઢી છે. લાલ વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક છે. તેઓ આ વર્ષે 1 જૂનના રોજ કંપનીના CEO બન્યા હતા.

PM મોદી રાત્રે 8:15 કલાકે બ્લેકસ્ટોનના સીઈઓ સ્ટીફન એ. શ્વાર્ઝમેન સાથે મુલાકાત કરશે. તે ન્યૂયોર્ક સ્થિત અમેરિકન વૈકલ્પિક રોકાણ વ્યવસ્થાપન કંપની છે.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ગઇકાલે બુધવારે અમેરિકા માટે રવાના થયા હતા અને ભારતીય સમય અનુસાર સવારે લગભગ 3.30 વાગ્યે વોશિંગ્ટન ખાતે પહોંચ્યા હતા. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે.

PM મોદીનો અમેરિકા પ્રવાસ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment