આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પશ્ચિમ યુપીમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અલીગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. અહીં તેમણે યુનિવર્સિટીના મોડલની સમીક્ષા કરી, કોરિડોરને લઈને અપાયેલી માહિતી પણ જાણી. પીએમ મોદીએ ત્યારબાદ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ પગલાને જાટ સમુદાયને સાધવાના એક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે, તેમજ PM મોદી ડિફેન્સ કોરિડોરનો પણ શિલાન્યાસ કર્યો. મોદીએ ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું મોડેલ નિહાળ્યું હતું.
Addressing a programme in Aligarh. #उच्च_शिक्षा_यूपी_की_पहचान https://t.co/ltXwCEowsG
— Narendra Modi (@narendramodi) September 14, 2021
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી
અલીગઢમાં વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે આજનો દિવસ વિશેષ છે. PM મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મહારાજા સુહેલદેવજી હોય, છોટુરામજી હોય કે રાજા મહેન્દ્ર સિંહજી, નવી પેઢીને તેમનો પરિચય કરાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આ પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતના પુત્રો શ્યામજી કૃષ્ણ વર્મા અને લાલા હરદયાલને મળવા માટે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રાજા મહેન્દ્ર સિંહ યુરોપ ગયા હતા. તે પછી અફઘાનિસ્તાનમાં દેશનિકાલમાં પ્રથમ સરકારની રચના થઈ, આ સરકારનું નેતૃત્વ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ કરી રહ્યા હતા. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ પરત લાવવાની તક મળી.
મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓનું નામ લીધા વગર નિશાન સાધ્યું
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું, ભારતનો ઈતિહાસ આવા દેશભક્તોથી ભરેલો છે. આવા આઝાદીના સેનાનીઓએ પોતાનું સર્વસ્વ ખપાવી નાખ્યું, પરંતુ દેશની કમનસીબી હતી કે આઝાદી પછી આવા રાષ્ટ્રીય નાયકો અને નાયિકાઓની તપસ્યાથી જ દેશની આગામી પેઢીને પરિચિત કરવામાં આવી ન હતી. દેશની ઘણી પેઢીઓ તેમની વાર્તાઓ જાણવાથી વંચિત રહી હતી. 20 મી સદીની તે ભૂલો આજે 21 મી સદીમાં સુધારવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Breaking : ઝોમેટના સ્થાપક ગૌરવ ગુપ્તાએ આપ્યું રાજીનામું
92 એકરમાં બનશે વિશ્વ વિદ્યાલય
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય 92 એકરમાં બનશે. તેને બનાવવા માટે લગભગ 101 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અલીગઢ, કાસગંજ, હાથરસ અને એટાની 395 કોલેજને આ યુનિવર્સિટી સાથે જોડવામાં આવશે. આ યુનિવર્સિટી બન્યા બાદ અલીગઢ મંડલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને હાયર એજ્યુકેશનનો ફાયદો મળશે.
ડિફેન્સ કોરિડોરનો શું થશે ફાયદો?
યુપીમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરનો એક ભાગ અલીગઢમાં પણ હશે, જેનો શિલાન્યાસ પીએમ મોદીએ કર્યો. અહીં બનનારા ડિફેન્સ કોરિડોરમાં દેશની સુરક્ષા જરૂરિયાતો પૂરી કરનારા હથિયારોનું નિર્માણ થશે. અલીગઢમાં નાના હથિયાર, ડ્રોન, વાયુસેનાના ઉપયોગમાં આવતા પાર્ટ્સ, અને એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવવામાં આવશે. અહીં 19 કંપનીઓ 1245 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ડિફેન્સ કોરિડોર બનવાથી પશ્ચિમ યુપીના યુવાઓ માટે રોજગારીના નવા રસ્તા ખુલશે.
યુવાનો પર ધ્યાન કેન્દ્રિત
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોધા અલીગઢ ખાતે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પર રાખવામાં આવેલી સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. પશ્ચિમ યુપીમાં PM મોદીનો કાર્યક્રમ ચૂંટણીપ્રચારની શરૂઆત પણ માનવામાં આવે છે, કારણ કે જ્યારે રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂરાં થશે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ પડી હશે. 19 સપ્ટેમ્બરે સરકાર સાડાચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, જેની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાડાચાર વર્ષમાં થયેલાં વિકાસકામો અને રોજગારીનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ છે કે ભાજપ ચૂંટણીમાં વિકાસ-રોજગારના મુદ્દાઓ પર મેદાનમાં ઊતરશે. જ્યારે અલીગઢમાં PM મોદીના કાર્યક્રમ માટે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે, એના દ્વારા પણ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત થશે.યુવાનોને શિક્ષણ, દેશની રક્ષા. આ ટેગલાઇન સાથે મિશન 2022 માટે પશ્ચિમ યુપીમાં ભાજપનું પ્રદર્શન મંગળવારે અલીગઢમાં યોજાયુ છે
કિસાન મહાપંચાયતની ધાર કાપવા માટે PMની આ મુલાકાત ખૂબ મહત્ત્વની
આવી સ્થિતિમાં સરકાર રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરીને યુવાનોને શિક્ષણનું નવું કેન્દ્ર આપી રહી છે, પછી એ જ સંરક્ષણ કોરિડોર બેરોજગારોને રોજગારી આપવા માટે કામ કરવા જઈ રહ્યું છે. આ સિવાય PM મોદીના કાર્યક્રમને યુપીની ચૂંટણી રાજનીતિ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. સૌથી મોટો મુદ્દો ખેડૂતોના આંદોલનને લઈને ભાજપ દ્વારા સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરીને જાટોને સાધવાનું સાબિત થશે. યોગી સરકારે 2019ની પેટાચૂંટણીમાં જાટ રાજા ચૌધરી મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી, જે હવે પૂર્ણતાના આરે છે. પશ્ચિમ યુપીમાં જાટ વસતિ પ્રબળ છે. આવી સ્થિતિમાં ભૂતકાળમાં મુઝફ્ફરનગરમાં ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કરેલી કિસાન મહાપંચાયતની ધાર કાપવા માટે PMની આ મુલાકાત ખૂબ મહત્ત્વની રહેશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt