વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મંગળવારના રોજ G20 ની બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધન દરમ્યાન કહ્યું હતું કે અફઘાનિસ્તાનને આતંકનો ગઢ ન બનવા દેવાની આપણી વૈશ્વિક જવાબદારી છે. અફઘાનિસ્તાની જમીનનો ઉપયોગ અલગતાવાદીઓ અને આતંકવાદીઓને આશ્રય આપવા માટે ના થાય તે માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એ સુનિશ્ચિત કરવા માટે એક થવું જોઈએ. આ સાથે, ત્યાંના માનવ અધિકારો અને લોકોના રક્ષણ માટે પણ પ્રયાસો કરવા પડશે.
પીએમ મોદીએ અફઘાન નાગરિકોને મદદ કરવા માટે તાત્કાલિક અને અવિરત માનવતાવાદી સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સમાવેશી વહીવટ હોવો હિતાવહ છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવ 2593 ને અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે જરૂરી ગણાવતા પીએમ મોદીએ આ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક થવા માટે આહ્વાન કર્યું હતું. આ ઠરાવ 30 ઓગસ્ટના રોજ ખુદ ભારતની અધ્યક્ષતામાં પસાર કરવામાં આવ્યો હતો. જેમાં અફઘાનિસ્તાનના નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવા અને ત્યાંની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થવા દેવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:NHRC Foundation Day: પીએમ મોદીએ કહ્યું, Selective Approach લોકશાહી માટે ખતરો
વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે પીએમ મોદીએ જી -20 બેઠકમાં આતંકવાદ સામે સંયુક્ત મોરચાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેની સામે એક થવાની અપીલ કરી હતી.
‘સામ ભવ’ અને ‘મમ ભવ’ દરેક સાથે જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણાં પોતાના અધિકાઓની સાથે સાથે બીજાના અધિકારોની પણ ચિંતા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, બીજાના અધિકારોને આપણી ફરજ બનાવીએ અને દરેક સાથે ‘સમ ભાવ’ અને ‘મમ ભાવ’ રાખીએ. તેમણે કહ્યું હતું કે માનવ અધિકારોનું સૌથી વધુ ઉલ્લંઘન યારે થાય છે જ્યારે તેને રાજકીય ચશ્માથી જોવામાં આવે છે. તેમણે કહ્યું કે આ પ્રકારનું વર્તન લોકશાહી માટે પણ ઘણું નુકસાનકારક છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિકાસ’ નો મંત્ર દરેક વ્યક્તિ માટે માનવાધિકારની ગેરંટી છે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસોનું મૂળ દરેક વ્યક્તિનું ગૌરવ સુનિશ્ચિત કરવાનું છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 ના ઇટાલિયન પ્રેસિડેન્સીના આમંત્રણ પર 12 ઓક્ટોબરે અફઘાનિસ્તાન પર વર્ચ્યુઅલ G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. કોન્ફરન્સનું આયોજન G20 ના વર્તમાન અધ્યક્ષ ઇટાલી દ્વારા કરવામાં આવ્યૂ હતું.
અગાઉ, વડાપ્રધાન મોદીએ ગયા મહિને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર એસસીઓ સીએસટીઓ (સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન) આઉટરીચ સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ અંગે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેની સૌથી વધુ અસર ભારત જેવા પડોશી દેશો પર પડશે. સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જ ન્યૂ યોર્કમાં અફઘાનિસ્તાન પર G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મંગળવારના રોજ G20 ની બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધન દરમ્યાન કહ્યું હતું કે અફઘાનિસ્તાનને આતંકનો ગઢ ન બનવા દેવાની આપણી વૈશ્વિક જવાબદારી છે. અફઘાનિસ્તાની જમીનનો ઉપયોગ અલગતાવાદીઓ અને આતંકવાદીઓને આશ્રય આપવા માટે ના થાય તે માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એ સુનિશ્ચિત કરવા માટે એક થવું જોઈએ. આ સાથે, ત્યાંના માનવ અધિકારો અને લોકોના રક્ષણ માટે પણ પ્રયાસો કરવા પડશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4