વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણનો પ્રથમ હપ્તો જાહેર કર્યો. આ અંતર્ગત લાભાર્થીઓના બેંક ખાતામાં 700 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તે દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ પણ હાજર હતા.
Fulfilling the aspirations of the people of Tripura. https://t.co/3ZU9tEquH9
— Narendra Modi (@narendramodi) November 14, 2021
PM Modi એ કહ્યું- ડબલ એન્જિનની સરકાર વિકાસમાં વ્યસ્ત છે
પીએમ મોદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-G) હેઠળ બહાર પાડવામાં આવેલા આ પ્રથમ હપ્તાએ ત્રિપુરાના સપનાઓને નવી પ્રેરણા આપી છે. હવે એવી વિચારસરણી માટે કોઈ સ્થાન નથી જે ત્રિપુરા (Tripura)ને ગરીબ રાખે અને ત્રિપુરાને સુવિધાઓથી વંચિત રાખે. ડબલ એન્જિનવાળી સરકાર રાજ્યના વિકાસમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે.
અગાઉ દેશના વિકાસને રાજકીય દૃષ્ટિએ જોવામાં આવતો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે વિકાસને એકતા અને અખંડિતતાનો પર્યાય માનવામાં આવે છે. પહેલા દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાંથી નદીઓ પૂર્વમાં પહોંચતી હતી, પરંતુ વિકાસની ગંગા પહોંચી શકતી નહતી. અગાઉ દેશના વિકાસને રાજકીય રીતે જોવામાં આવતો હતો, તેને ટુકડાઓમાં જોવામાં આવતો હતો, જેના કારણે પૂર્વોત્તર પોતાને ઉપેક્ષિત અનુભવતું હતું. પણ હવે એવું નથી.
આ પણ વાંચો: દેશના પ્રથમ PM પંડિત નેહરુની જન્મજયંતિ પર PM મોદી અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ત્રિપુરામાં કમિશન અને ભ્રષ્ટાચારનો મુદ્દો ખતમ થયો
પીએમ મોદીએ કહ્યું કે, દેશના વિકાસ (Development)માં મહિલા શક્તિનો મોટો ફાળો છે. ત્રિપુરાએ બતાવ્યું છે કે, ટૂંકા ગાળામાં કેટલા મોટા ફેરફારો થઈ શકે છે. મર્યાદિત સમયમાં નવી વ્યવસ્થા ઊભી કરી શકાય છે. પહેલા અહીં કમિશન અને ભ્રષ્ટાચાર વગર વાત થતી નહતી, પરંતુ હવે પૈસા સીધા ખાતામાં પહોંચી રહ્યા છે.
PM Modi એ જનજાતીય ગૌરવ દિવસ નિમિતે કહ્યું…
જનજાતીય ગૌરવ દિવસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વોત્તર અને દેશના આદિવાસી લડવૈયાઓએ આઝાદીની લડાઈમાં બલિદાન આપ્યું છે. અમૃત મહોત્સવ દરમિયાન, દેશે નક્કી કર્યું છે કે દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4