વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ કે જેમણે કટોકટી વિરોધી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને જનસંઘના નેતા નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
જેપીએ ભારતના ઇતિહાસમાં અમિત છાપ છોડી : પીએમ મોદી
જય પ્રકાશ નારાયણને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું કે, લોક નાયક જેપીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે કહ્યું કે, તેઓ એક અતુલનીય વ્યક્તિ હતા જેમણે ભારતના ઇતિહાસમાં અમીટ છાપ છોડી હતી. તેમણે લોકોના કલ્યાણ માટે પોતાની જાતને સમર્પિત કરી હતી અને દેશના લોકશાહી મૂલ્યોની રક્ષા કરવામાં મોખરે હતા. તેમના આદર્શોથી આપણને ઘણી પ્રેરણા મળે છે. “
Tributes to Loknayak JP on his Jayanti. He was a remarkable personality, who left an indelible mark on India’s history. He devoted himself to public welfare initiatives and was at the forefront of protecting India’s democratic ethos. We are deeply inspired by his ideals. pic.twitter.com/jx7et8MOzJ
— Narendra Modi (@narendramodi) October 11, 2021
આ પણ વાંચો:પૂર્વી લદ્દાખના LAC મુદ્દે ભારત ચીન વચ્ચેની બેઠક નિરથર્ક રહી, ચીને ભારતની માંગને ગેરવાજબી ગણાવી
મોદીએ તેમના ભાષણની યુ ટ્યુબ લિંક શેર કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ આપતા અન્ય એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે,, “મહાન સ્વપ્નદ્રષ્ટા ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે આપણા ગામોના વિકાસ અને મહેનતુ ખેડૂતોના સશક્તિકરણ માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. 2017 માં નાનાજીની જન્મ શતાબ્દી નિમિત્તે આપેલું મારું ભાષણ શેર કરી રહ્યો છું. “મોદીએ આ ટ્વીટ સાથે તેમના ભાષણની યુ ટ્યુબ લિંક પણ શેર કરી હતી.
તમને જણાવી દઈએ કે, આજે જન સંઘના નેતા નાનાજી દેશમુખની જન્મ જયંતી છે. તેમજ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણનો પરિનિર્વાણ દિન છે. ત્યારે પીએમ મોદીએ આ બંને નેતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ કે જેમણે કટોકટી વિરોધી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને જનસંઘના નેતા નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4