વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલેકે મંગળવારે અમેરિકા(America) જવા રવાના થશે. આ દરમ્યાન પીએમ મોદી(PM Modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના(UN General Assembly) 76 માં સત્રમાં ભાગ લેશે. તેમજ અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત પણ કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે 100થી વધુ દેશોના વડા અમેરિકા જઈ રહ્યા છે.
શું છે પીએમ મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી 22 સપ્ટેમ્બરે વોશિંગ્ટન(Washington) ડીસી પહોંચશે. અને બીજા દિવસે સવારે તેઓ અમેરિકાના(USA) ટોચના સીઇઓ સાથે મુલાકાત કરશે. તેઓ એપ્પલના(Apple) પ્રમુખ ટીમ કૂકની સાથે પણ બેઠક કરી શકે છે. જો કે, આ અંગે અધિકારીઓએ કોઈ પણ સ્પષ્ટતા કરી નથી. અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ 23 સપ્ટેમ્બરે પીએમ મોદી(PM Modi) અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરીસ(Kamala Harris) સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદી(PM Modi) તે જ દિવસે ઓસ્ટ્રેલિયાના(australia) પીએમ સ્કોટ મોરિસન અને જાપાની યોષઇ સુગા સાથે પણ મુલાકાત કરશે.
આ પણ વાંચો:ચીને લદ્દાખ નજીક હથિયારો કર્યા તૈનાત, ઊંચાઈવાળા વિસ્તારોમાં કરી રહ્યું છે યુદ્ધાભ્યાસ
પીએમ મોદી 24 સપ્ટેમ્બરે જો બિડેન સાથે કરશે મુલાકાત
પીએમ મોદી(PM Modi) 24 સપ્ટેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન(Jo Biden) સાથે પ્રથમ વખત પ્રત્યક્ષ મુલાકાત કરશે. અને વોશિંગ્ટનમાં ઇન-પર્સન ક્વાડ લીડર્સ સમિટમાં(quad summit) ભાગ લેશે. રસપ્રદ વાત એ છે કે, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સનની મુલાકાત પણ પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત સાથે સુસંગત છે. અને બંને દેશના વડાઓ એક બીજાને મળે તેવી સંભાવના પણ છે. 24 સપ્ટેમ્બરે સાંજે પીએમ મોદી (PM Modi)ન્યુયોર્ક( New York) જવા માટે રવાના થશે. અને બીજા દિવસે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું વક્તવ્ય આપશે.
પીએમ મોદી સાથે પ્રથમ ઇન પર્સન મિટિંગ: જો બિડેન
પીએમ મોદીની આ મુલાકાતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે, શુક્રવારે પીએમ મોદી સાથે આ પ્રથમ ઇન પર્સન મિટિંગ હશે. ભારત સાથે અમારી વૈશ્વિક ભાગીદારીના દ્રષ્ટિકોણથી સ્વતંત્ર અને ઇન્ડો-પેસિફિક સંબંધને જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરીને વાસ્તવમાં તાકાતથી તાકાત તરફ જવાની આ તક હશે.
ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો મજબૂત
બિડેન વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદી અને જો બિડેન વચ્ચે થનારી દ્ધિપક્ષીય વાતચીતમાં આતંકવાદના ખતરા પર અને અફઘાનિસ્તાનની સ્થિતિને પર વાત કરવાનો અવસર મળશે કે કઈ રીતે આતંકવાદ સામે લડવા માટે એક સાથે કામ કરી શકાય. વધુમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકા એમ બંને દેશો વચ્ચેના સબંધ ફક્ત બંને દેશોની સરકારો ના નહીં પરંતુ વાસ્તવમાં બે લોકો વચ્ચેનો સબંધ છે.
દ્ધિપક્ષીય બેઠકથી બંને દેશો વચ્ચેના સબંધો મજબૂત બનશે: વ્હાઇટ હાઉસ
પીએમ મોદી અને જો બિડેનની દ્ધિપક્ષીય બેઠકને લઈને વ્હાઇટ હાઉસે(White House) કહ્યું કે, ભારત અને અમેરિકા(India-America) એમ બંને દેશોના વડા વચ્ચે 24 સપ્ટેમ્બરના રોજ થનાર પ્રથમ દ્ધિપક્ષીય બેઠકથી બંને દેશો વચ્ચેના સબનધો મજબૂત બનશે. અને ક્વાડ ગ્રૂપને નવી નવી ગતિ આપવામાં મદદ મળશે. વ્હાઇટ હાઉસના એક અધિકારી જણાવ્યું હતું કે, બેઠક દરમ્યાન બંને નેતા પોતાના લોકો અને સહિયારા લોકશાહી મૂલ્યો અને બંને દેશોના સબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેણે સાત દાયકાઓ કરતાં પણ વધુ સમયથી સમેરિક અને ભારત વચ્ચેના સબંધને મજબૂત બનાવ્યો છે. અધિકારી જણાવ્યું કે, બિડેન-હેરિસ વહીવટીતંત્રએ ભારત સાથે મળીને સ્વતંત્ર ઇન્ડો-પેસિફિકને જાળવવા માટે કામ કર્યું છે. તેમજ કોવિડ -19 રોગચાળાને સમાપ્ત કરવાના પ્રયાસોનું નેતૃત્વ કર્યું છે અને આબોહવા સંકટને પહોંચી વળવા માટે નક્કર પગલાં લીધા છે.
ઉલેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલેકે મંગળવારે અમેરિકા જવા રવાના થશે. આ દરમ્યાન પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં ભાગ લેશે. તેમજ અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત પણ કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે 100થી વધુ દેશોના વડા અમેરિકા જઈ રહ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4