ન્યૂયોર્ક : કોરોનાકાળ બાદ પાડોશી બાંગ્લાદેશને છોડી દઈએ તો પ્રથમ વખત વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે(PM Modi USA Visit) છે. તેઓ આ પ્રવાસ દરમિયાન અમેરિકાના ટોચની પાંચ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરવાના છે. PM Modi US Visitના પ્રથમ દિવસની દિગ્ગજ સીઈઓ સાથેની બેઠક દરમિયાન ભારતમાં આર્થિક તકને રેખાંકિત કરવામાં આવશે. પીએમ મોદી જે કંપનીઓ સાથે મીટિંગ કરવાના છે તે રીન્યુએબલ એનર્જી, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, આઈટી,ડીફેન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ છે.
PM Modi USA Visit Day 1
વડાપ્રધાન મોદી(PM Modi USA Visit) જે 5 દિગ્ગજ સીઈઓ સાથે બેઠક કરવાના છે તેમાં એડોબના શાન્તનું નારાયણ,જનરલ એટોમિક્સના વિવેક્લાલ, કવાલકોમના ક્રિસ્ટીયાનો ઈ આમોન, ફર્સ્ટ સોલરના માર્ક વીડમાર અને બ્લેકસ્ટોનના સ્ટીફન એ શ્વાર્જમેન સામેલ છે.
1 : Adobe
એડોબ વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓ પૈકી એક છે. તે એક અમેરિકી કંપની છે અને તેની શરૂઆત ૧૯૮૨માં થઇ હતી. Adobe ગ્રાફિક્સ, ફોટોગ્રાફી, ઈલ્સટ્રેશન, એનીમેશન, મલ્ટીમીડિયા, વિડીયો, મોશન પિક્ચર્સ અને પ્રિન્ટ સહિત કન્ટેન્ટની કે વિસ્તૃત રેન્જના નિર્માણ અને પ્રકાશન માટે સોફ્ટવેર બનાવે છે.
ભારતમાં પણ આ કંપની ઓપરેશનલ છે અને તે નોઇડા,બેન્ગ્લુરું અને ગુરુગ્રામમાં કચેરી ધરાવે છે.એડોબ કંપનીનું પૂરું નામ એડોબ સિસ્ટમ્સ ઇનકોર્પોરેટડ હતું.જેનું વડુંમથક કેલીફોર્નીયામાં છે.તેના મુખ્ય ઉત્પાદનમાં એડોબ ફોટોશોપ,ઈલસ્ટ્રેટર ,એડોબ એક્રોબેટ ડીસી,એડોબ પ્રમિયર પ્રો,એડોબ ફ્લેશ વગેરે સામેલ છે.વર્ષ ૨૦૨૦મા તેની કુલ આવક ૧૨૦૮૬ મિલિયન ડોલર હતી. કંપની નેસ્ડેક પર લિસ્ટેડ છે. એડોબના વર્તમાન સીઈઓ શાન્તનું નારાયણ છે. નારાયણની સાથે ભારતના આઈટી અને ડિજિટલ પ્રાથમિકતાને દર્શાવે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી દેશમાં આઈટી અને ડિજિટલ ક્ષેત્રની કામગીરી વધી છે. ત્યારે આશા છે કે નારાયણ સાથે વડાપ્રધાન મોદીની મીટિંગ ભારતના આઈટી સેક્ટર માટે કોઈ મોટા અને સારા સમાચાર લઈને આવે અને દેશમાં રોજગાર વધે.
આ પણ વાંચો : રાતોરાત ભારતના 500 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, કારણ છે આ એક અનોખી સિદ્ધિ
2 : ક્વોલકોમ
વર્ષ ૧૯૮૫માં અસ્તિત્વમાં આવેલી અમેરિકી કંપની ક્વોલકોમ ૩ જી અને ૪-જી ટેકનોલોજી ક્ષેત્રમાં વર્લ્ડ લીડર માનવામાં આવે છે. કવોલકોમ અત્યારે ૫-જી ક્ષેત્રમાં ઘણું બધું કામ કરી રહી છે. કંપની ચીપ, સેમી કંડકટર્સ અને સોફ્ટવેર બનાવે છે અને વાયરલેસ ટેકનોલોજી સબંધિત સેવા આપે છે. ક્વોલકોમના સીઈઓ ક્રિસ્ટીયાનો એ એમોનની સાથે વડાપ્રધાન મોદી(PM Modi USA Visit) મીટિંગ ભારતમાં ૫-જી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ક્વોલકોમ ભારતમાં મોટું રોકાણ કરે તેવી આશા મોદી સરકાર કરી રહી છે. કંપની સમગ્ર વિશ્વમાં ૧૬૭ અને ભારતમાં ૧૭ ઓફિસો ધરાવે છે ,જે બેન્ગ્લુરું, ચેન્નઈ, હેદ્રાબાદ, મુંબઈ, નોઇડા અને ગુરુગ્રામમાં છે. તેનું મુખ્યાલય સેન ડિયાગો કેલીફોર્નીયામાં છે. વર્ષ 2020માં ક્વોલકોમની આવક ૨૩.૫૩ અબજ ડોલર હતી અને કર્મચારીઓની સંખ્યા ૪૧૦૦૦ હતી.
૩: જનરલ એર્ટોમિક્સ
જનરલ એર્ટોમિક્સ એક અમેરિકી ઉર્જા અને ડીફેન્સ કોર્પોરેશન છે,જેનું વડુંમથક સેન ડીયેગો કેલીફોર્નીયામાં છે.કંપની રીસર્ચ અને ટેકનોલોજી વિકાસમાં વિશેષતા ધરાવે છે.જેમાં પરમાણું વિખંડન અને ન્યુક્લિયર ફ્યુજન એનર્જી ના સમર્થનમાં ફીજીક્સ રીસર્ચ સામેલ છે,કંપની રીમોટલી સંચાલિત નિરીક્ષણ વિમાનો માટે રીસર્ચ અને નિર્માણ સેવા પણ પૂરી પાડે છે.જેમાં પ્રીડેટર ડ્રોન,એરબોર્ન સેન્સર,એડવાન્સડ ઇલેક્ટ્રિક,ઈલેક્ટ્રોનિક,વાયરલેસ અને લેસર ટેકનોલોજી સામેલ છે.જનરલ એર્ટોમિક્સની શરૂઆત ૧૯૫૫માં થઇ હતી.મોદીની જનરલ એર્ટોમિક્સના સીઈઓ સાથે બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે જનરલ એર્ટોમિક્સ સેન્ય ડ્રોન ટેકનોલોજીમાં અગ્રણી કંપની છે.આ મીટિંગ થકી ભારતની ડીફેન્સ પાવરની ટેકનોલોજીના માધ્યમ =થી વધારે મજબુત બનાવવાના પ્રયાસ કરવાની આશા છે.
આ પણ વાંચો : કારનો હોર્ન હવે ઘોંઘાટ નહિ કરી શકે, વાગશે ભારતીય સંગીત
4 : ફર્સ્ટ સોલર
ફર્સ્ટ સોલર કોમ્પ્રીહેન્સીવ પીવી સોલર સોલ્યુશન્સ એક દિગ્ગજ ગ્લોબલ પ્રોવાઇડર છે. ફર્સ્ટ સોલરનું વડુંમથક અમેરિકાના એરિઝોનામાં છે. ચાલુ વર્ષે ગરમીની શરૂઆતમાં ફર્સ્ટ સોલરે જાહેરાત કરી હતી કે ભારતમાં એક નવી ફેસીલીટીમાં ૩.૩ ગીગાવોટની ક્ષમતા વધારશે. જેનો ખર્ચ અંદાજે ૬૮.૪ કરોડ ડોલર થશે. વડાપ્રધાન મોદીની સાથે કંપનીના સીઈઓ માર્ક વીડમારની મીટિંગને સંદર્ભે ભારતના સોલર પાવર ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ફર્સ્ટ સોલર નાસ્ડાક પર લિસ્ટેડ છે.
5 : બ્લેકસ્ટોન
બ્લેકસ્ટોન વિશ્વની દિગ્ગજ રોકાણ કંપનીમાં શામેલ છે. તે ફેશન, મોટા ઇન્સ્ટીટયુટ અને વ્યક્તિઓ વતી કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ એટલેકે લાંબાગાળાનું મૂડી રોકાણ કરે છે. કંપનીના ચેરમેન, સીઈઓ અને સહ સંસ્થાપક સ્ટીફન એ સ્ક્વ્રઝમાન છે. ચાલુ વર્ષે માર્ચમાં તેમણે જાહેરાત કરી હતી કે બ્લેકસ્ટોન રીયલ એસ્ટેટ દ્વારા સંચાલિત નાણાંથી વારબર્ગ પિનકસ એન્ડ એમ્બેસી ગ્રુપથી એમ્બેસી ઔધોગીક પાર્ક્સનું અધિગ્રહણ કર્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4