Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝસેન્ટ્રલ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પહોંચ્યા PM મોદી, નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

સેન્ટ્રલ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પહોંચ્યા PM મોદી, નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

PM Modi
Share Now

વડાપ્રધાન મોદી (PM Modi)ગઇકાલે રવિવારે રાત્રે સેન્ટ્રલ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ (Central vista construction site)પર અચાનક પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવા સંસદ ભવન (Parliament House)ના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતુ.

પીએમ મોદી (PM Modi)અચાનક પહોંચ્યા સેન્ટ્રલ વિસ્ટા પર

વિદેશ પ્રવાસથી પરત ફર્યાં બાદ પીએમ મોદી આશરે 8 કલાક આસપાસ સેન્ટ્રલ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોચ્યાં હતા. પીએમ મોદીએ પહોંચતાની સાથે જ સાઈટ પર આશરે એક કલાક જેટલો સમય પસાર કર્યો હતો અને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ પહેલા વડાપ્રધાન મોદી અમેરિકા (United Sites)પ્રવાસ પર હતા. મહત્વનું છે કે, લાંબા અંતરનો પ્રવાસ કર્યા બાદ પણ પીએમ મોદી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)સાથે બેઠક યોજી હતી અને આ બેઠક બાદ તેઓ સીધા જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પહોંચ્યા હતા.

પીએમ મોદીએ મુલાકાત અંગેની કોઇ જાણ કરી નહતી

વડાપ્રધાન મોદીએ આ મુલાકાત અંગેની કોઈ પણ સત્તાવારી જાણ કરી નહતી. પીએમ મોદી બાંધકામ સાઈટ પર પહોંચતા જ સુરક્ષાના ભાગરૂપે પહેરવામાં આવતું હેલમેટ માથા પર પહેર્યું હતું. દિલ્હીમાં તૈયાર થઈ રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે.

નોંધનીય છે કે નવા સંસદ ભવનનું નિર્માણ આગામી વર્ષ સુધીમાં થઈ જશે. આ માટે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મોટી સંખ્યામાં વર્કરો સાઇટ પર કામગીરી કરી રહ્યા છે. જણાવી દઇએ કે, નવુ સંસદ ભવન જૂના સંસદ ભવન કરતા 17 હજાર વર્ગમીટર મોટું હશે. નવુ સંસદ ભવનને નિર્માણ કરવાામાં 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ નિર્માણ કામગીરી ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે.

 UNGA માં PM મોદીની સ્પીચ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment