ભારતના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં અમેરિકા 101 માં સભ્ય દેશ તરીકે સામેલ થયું છે. જલવાયુ માટે અમેરિકી રાષ્ટ્રપતિના વિશેષ દૂત જોન કેરીએ ISA માટે ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. કેરીએ યુએસ સભ્યપદને સૌર ઊર્જાના ઉપયોગને ઝડપથી વધારવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું. તેઓએ ગ્લાસગોમાં COP26 જળવાયું સંમેલનમાં ઔપચારિક રીતે ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા.
વૈશ્વિક સ્તરે સૌર ઉર્જાના ઝડપી અને વધુ ઉપયોગ માટે આ એક મહત્વપૂર્ણ યોગદાન હશે.
Wonderful news @ClimateEnvoy! I thank @POTUS and wholeheartedly welcome the USA to the @isolaralliance. This will further strengthen the Alliance in our shared quest of harnessing solar energy for a sustainable planet. https://t.co/vWlzCmws3q
— Narendra Modi (@narendramodi) November 10, 2021
આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.જોન કેરીએ જણાવ્યું હતું કે, “અમને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાઈને આનંદ થાય છે, જેની સ્થાપનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ કર્યું હતું. વૈશ્વિક સ્તરે સૌર ઉર્જાના ઝડપી અને વધુ ઉપયોગ માટે આ એક મહત્વપૂર્ણ યોગદાન હશે. આ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : “પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાથી ભાવ થશે ઓછા ” – નીતિન ગડકરી
‘શાનદાર સમાચાર. હું રાષ્ટ્રપતિ જો બાઈડેનનો આભાર માનું છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘શાનદાર સમાચાર. હું રાષ્ટ્રપતિ જો બાઈડેનનો આભાર માનું છું અને ગઠબંધનમાં અમેરિકાનું દિલથી સ્વાગત કરું છું. તેનાથી ગઠબંધન ખૂબ જ મજબૂત બનશે.
”આ પગલું ISAને મજબૂત કરશે અને વિશ્વને ઉર્જાનો સ્વચ્છ સ્ત્રોત પૂરો પાડવા માટે ભવિષ્યની કાર્યવાહીને પ્રેરણા આપશે
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ISAના 101મા સભ્ય તરીકે યુએસનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે,”આ પગલું ISAને મજબૂત કરશે અને વિશ્વને ઉર્જાનો સ્વચ્છ સ્ત્રોત પૂરો પાડવા માટે ભવિષ્યની કાર્યવાહીને પ્રેરણા આપશે’’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યુ. સૌર ઉર્જાને વધારે તાકાત મળી. અમેરિકાએ આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં શામેલ થવા પર સ્વાગત. આની સાથે અમેરિકા આઈએસએના પ્રારુપ સમજૂતિ પર હસ્તાક્ષર કરનારા 101મો દેશ બની ગયો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4