Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeડિફેન્સIndependence Day: પીએમ મોદીનું સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન

Independence Day: પીએમ મોદીનું સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન

Share Now

સ્વતંત્રતા દિવસ (Independence Day) નિમિત્તે  આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)એ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી અને રાષ્ટ્રને નામ સંબોધન કર્યું હતુ. દેશ આજે રવિવારે 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે અને આ સાથે દેશમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે.

લાલ કિલ્લા પરથી પીએમ મોદી (PM Modi)એ સંબોધનમાં, ​​કોરોના સંકટથી લઈને કેટલાક અન્ય પડકારો વિશે વાત કરી હતી, તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે હવે દેશની તમામ સૈનિક શાળાઓ દીકરીઓ માટે ખોલવામાં આવશે. આ સાથે સાથે પીએમ મોદીએ ‘આ સમય છે, યોગ્ય સમય છે’ નો નવો મંત્ર આપ્યો હતો.

 

લાલ કિલ્લા (Red fort)ના પરથી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વધુમાં જણાવતા કહ્યું હતુ કે, સ્વતંત્રતાના 75 માં સ્વતંત્રતા દિવસ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આજે, આઝાદીના અમૃત મહોત્સવના આ તહેવાર પર, દેશ તેના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રહ્યો છે.

પીએમ મોદીએ આઝાદીના હિરોને સલામ કરી

પીએમ મોદીએ કહ્યું કે દેશ આજે મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન, રાણી લક્ષ્મીબાઈ, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને અન્ય બધાને યાદ કરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જીત અને હાર આવતા જ રહે છે, પરંતુ તેમના મનમાં આઝાદીની ઇચ્છા ક્યારેય સમાપ્ત થઇ નથી.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળ દરમિયાન, દેશના ડોકટરો, વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવવા માટે કામ કર્યું, કરોડો લોકોએ સેવા કરી છે. આજે દેશના ઘણા વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલનમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, દેશ તેમને યાદ કરે છે. તે દરમિયાન પીએમ મોદીએ ઓલિમ્પિકમાં ભારતના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખેલાડી (Player)ઓને અભિનંદન પાછવ્યા હતા, પીએમ મોદીએ અહીં તમામ ખેલાડીઓ માટે તાલી પડાવી હતી.

હિન્દુસ્તાન સામનો કરી રહ્યું છે

પીએમ મોદીએ કહ્યું કે ભાગલાનું દુ:ખ હજુ આજે પણ ભારતને અસર કરી રહ્યુ છે, ભારતે નક્કી કર્યું છે કે દર વર્ષે 14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મારક દિવસ તરીકે યાદ કરવામાં આવશે. વિભાજન સમયે જેમણે અત્યાચાર સહન કર્યો, હવે તે લોકોનું સન્માન કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના સમયગાળો ઘણા પડકારો સાથે આવ્યો, દેશે આ મુશ્કેલીઓનો એકસાથે સામનો કર્યો. તે આપણી તાકાત છે કે આજે આપણે વેક્સિન (Vaccine) માટે કોઈ અન્ય દેશ પર નિર્ભર રહેવું પડતું નથી, જો ભારત પાસે પોતાની વેક્સિન ન હોત તો શું થાત. પોલિયો વેક્સિન મેળવવા માટે ભારતને ઘણાં વર્ષો ગુમાવવા પડ્યા હતા, પરંતુ આટલા મોટા સંકટ દરમિયાન આપણા વૈજ્ઞાનિકોએ ઇતિહાસ રચ્યો.

આવનારા 25 વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓછા લોકો કોરોનાથી પીડિત છે. પરંતુ એમ કહેવું ખોટુ હશે કે અમારી સામે કોઈ પડકાર નહોતો. અમારા તમામ પ્રયત્નો બાદ પણ, અમે ઘણા લોકોને બચાવી શક્યા નહીં, કેટલાક બાળકોનો નોધારા બન્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આવનારા 25 વર્ષ આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે.

પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે અમૃત કાલનું લક્ષ્ય દેશમાં સૌથી આધુનિક સુવિધાઓ છે, આપણે કોઈથી ઓછા ન હોવા જોઈએ, સરકારે બિનજરૂરી રીતે લોકોના જીવનમાં દખલ ન કરવી જોઈએ. પરંતુ જ્યાં સુધી મહેનત નહીં થાય ત્યાં સુધી આ સંકલ્પ પૂર્ણ થશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે અમારે અમારા લક્ષ્યોની સિદ્ધિ માટે લાંબી રાહ જોવાની જરૂર નથી, અમારી પાસે હવે ગુમાવવાનો એક ક્ષણ પણ નથી. આપણો દેશ અને આપણે આપણી જાતને બદલવી પડશે.

સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને દરેકના પ્રયત્નો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મિશન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. પીએમ મોદીએ તેમના સંબોધનમાં બીજું નવું સૂત્ર ઉમેર્યું અને ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રાર્થના’ની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં સરકારની ઘણી યોજનાઓ દ્વારા સામાન્ય લોકો સુધી મદદ પહોંચી છે.

પીએમ મોદીએ કહ્યું કે હવે આપણ લક્ષ્ય નક્કી કરવાનું છે, દરેક ગામમાં રસ્તા, દરેકનું બેંક ખાતું હોવું જોઈએ, આપણે આ લક્ષ્ય પૂર્ણ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે હવે ગરીબોને પૌષ્ટિક ચોખા આપવામાં આવશે, મધ્યાહન ભોજનના ચોખા પણ આ મિશનમાં સામેલ કરવામાં આવશે, વર્ષ 2024 સુધી દરેક યોજના હેઠળ ઉપલબ્ધ ચોખાને પૌષ્ટિક બનાવવામાં આવશે.

ગામડાઓના આધુનિકીકરણ પર ધ્યાન આપવાની જરૂર છે

પીએમ મોદીએ કહ્યું કે દેશ આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યો છે, ટૂંક સમયમાં દેશની દરેક હોસ્પિટલમાં તેના પોતાના ઓક્સિજન પ્લાન્ટ્સ હશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉત્તર -પૂર્વમાં સરકાર (Government)ના કામો વિશે માહિતી આપી હતી, દરેક રાજ્યની રાજધાની રેલવે સુવિધા સાથે જોડવામાં આવી રહી છે. આ સિવાય ત્યાં પર્યટન પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ -કાશ્મીર (Jammu kashmir)માં સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે, ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજવાની તૈયારી ચાલી રહી છે. લદ્દાખ આધુનિક માળખાકીય સુવિધાઓના નિર્માણને પણ જોઈ રહ્યું છે. અમારું ધ્યાન આદિવાસી વિસ્તારો પર પણ છે, જ્યાં વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે સહકારી પર પણ ધ્યાન આપી રહ્યું છે, તે અર્થતંત્રનું મહત્વનું બળ છે. અમારી સરકારે હવે આ માટે એક અલગ મંત્રાલય બનાવ્યું છે, આ ક્ષેત્રને રાજ્યોના સહયોગથી મજબૂત બનાવવું પડશે. આ દાયકામાં આપણે આપણા ગામોને આગળ લઇ જવા માટે આપણે તાકાત લગાવવી પડશે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગામડાઓમાં રસ્તા અને વીજળી પહોંચી છે, હવે ગામડાઓને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી તાકાતમાં વધારો થયો છે.

ખેડૂત દેશનું ગૌરવ બન્યા

પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે વૈજ્ઞાનિકોના સૂચનો હવે કૃષિ ક્ષેત્રમાં અમલમાં મૂકવા પડશે, તેમાં વધારે વિલંબ થઈ શકે તેમ નથી. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ખેડૂતોનો મોટો વર્ગ છે જેની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. અગાઉ દેશમાં નાના ખેડૂતોને ધ્યાન આપવામાં આવતું નહતું, આ સુધારાઓને ધ્યાનમાં રાખીને ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હવે બ્લોક સ્તર સુધી વેરહાઉસ બનાવવામાં આવશે. અમે નાના ખેડૂત (Farmer)ને દેશનું ગૌરવ બનાવવા માગીએ છીએ.

100 લાખ કરોડની યોજના 

લાલ કિલ્લા (Red Fort) પરથી પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવના 75 અઠવાડિયામાં 75 વંદે ભારત ટ્રેનો દેશના દરેક ખૂણાને જોડશે. દેશમાં નવી ગતિએ એરપોર્ટ (Airport) બનાવવામાં આવી રહ્યું છે, UDAN યોજનાએ લોકોના સપનાઓને ઉડાન આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં દેશની ‘પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના’ જાહેર કરવામાં આવશે, તે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના હશે જે લાખો યુવાનો માટે રોજગારની તકો લઇ આવશે. આ દેશ માટે માસ્ટરપ્લાન હશે જે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખશે.

પીએમ મોદીએ સ્ટાર્ટઅપથી અને સ્પોર્ટ્સ અંગે પણ કહી વાત

પીએમ મોદીએ કહ્યું કે સરકાર ઉદ્યોગો માટે નિયમો હળવા કરવાનો પ્રયાસ કરી રહી છે, સ્ટાર્ટઅપ્સ માટે પણ તે જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે દેશમાં સ્ટાર્ટઅપ યૂનિકોર્નની રચના થઈ રહી છે, જે દેશના નવા સંપત્તિ સર્જકો છે. વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં રાજકીય ઇચ્છા શક્તિની કોઈ કમી નથી, હવે સુશાસન પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે અમારી સરકાર આવ્યા બાદ સેંકડો કાયદાઓ દૂર કરવામાં આવ્યા હતા, અગાઉ દેશમાં કોઈ નાગરિકને નકશા બનાવવાની મંજૂરી નહોતી. 200 વર્ષથી વધુ જૂના કાયદાઓ રાખવાનો શું અર્થ છે, અમે બિનજરૂરી કાયદાઓ દૂર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રમતના મેદાનમાં ભાષા અવરોધ બની નથી, એટલે જ આજે આપણા યુવાનો આગળ આવવા લાગ્યા છે.

પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે, જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ આવું જ કરવું પડશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મહત્વની ભૂમિકા ભજવશે. રમતગમતને હવે મુખ્ય પ્રવાહના શિક્ષણનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. આજે દેશમાં રમતગમત અંગે નવી જાગૃતિ આવી છે, આ વખતે આપણે ઓલિમ્પિક (Olympic)માં પણ ઇતિહાસ રચતો જોયો છે.

દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ગ્રીન હાઇડ્રોજન યોજનાની જાહેરાત કરી, પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે આપણે આપણા દેશને એનર્જી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની સાથે જ એક્સપર્ટનો પણ માસ્ટર બનાવવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે કલમ 370, જીએસટી (GST), વન રેન્ક વન પેન્શન, રામજન્મભૂમિ બાબતોના શાંતિપૂર્ણ સમાધાન સહિતના આવા ઘણા નિર્ણયો છે જે દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં સાકાર થતા જોયા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ બદલાઈ રહ્યો છે, ભારત સૌથી અઘરા નિર્ણયો લેવામાં પણ અટકતો નથી.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના સમયગાળા બાદ વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે, ભારત આતંકવાદના પડકાર સામે લડી રહ્યું છે અને હિંમતથી જવાબ આપી રહ્યું છે. હું દેશને ખાતરી આપું છું કે દળોના હાથ મજબૂત કરવા માટે અમે કોઈ કસર નહીં છોડીએ.

‘આ સમય છે, યોગ્ય સમય છે’

પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે જ્યારે 2047 માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે જે પણ દેશના વડાપ્રધાન બનશે અને જ્યારે તે અહીંથી સંબોધન કરશે, ત્યારે માત્ર તે જ વસ્તુઓ છે જે આજે આપણે અહીંથી ઉકેલી રહ્યા છીએ. 21 મી સદીમાં આપણા સપના પૂરા કરવામાં કોઈ અવરોધ આપણને રોકી શકે નહીં. આપણી તાકાત આપણી એકતા છે, પહેલા રાષ્ટ્રની ભાવના, આ એક સામાન્ય સ્વપ્ન જોવાનો સમય છે

આ પણ વાંચો: હિમવીરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને  મનાવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment