Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝજાણો શું છે શિક્ષણ નીતિ પર “મોદી મંત્ર” !!!

જાણો શું છે શિક્ષણ નીતિ પર “મોદી મંત્ર” !!!

PM ADRESS ON EDUCATION POLICY
Share Now

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આજે એક વર્ષ પૂરુ થઈ ગયું છે. 29 જુલાઈ 2020ના રોજ આ નીતિને મંત્રીમંડળમાંથી મંજૂરી મળી હતી. તેથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશના ટીચર્સ અને વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા છે.

નવી શિક્ષણ નીતિના અલગ અલગ ફિચરની સાથે નવો યુગ સાક્ષાત્કાર કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, નવા નવા સ્કિલ અને ઈનોવેશનનો સમય આવશે. આજે નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનુ ભાગ્ય બદલવાનુ સામર્થ્ય છે. સારુ ભણવા માટે વિદેશ જવુ પડે. પણ સારુ ભણવા માટે વિદેશથી લોકો ભારત આવ્યા તે હવે જોવા મળી રહ્યુ છે. આ વિગતો ઉત્સાહ વધારનારા છે. માતૃભાષાને પ્રોત્સાહન આપવાનુ શરુ થયુ છે. પ્લે સ્કુલનો સંકલ્પ હવે દુર દુર ગામડે ગામડે જશે. અને યુનિવર્સિલ કાર્યક્રમ તરીકે અમલી બનશે. રાજ્યો તેમની જરૂરીયાત મુજબ આ કાર્યક્રમને અમલી બનાવશે. આપણે ભાગ્યશાળી હોવાનુ જણાવતા નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશના ભવિષ્યનુ નિર્માણ કરશો. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિના અલગ અલગ ફિચરની સાથે નવો યુગ સાક્ષાત્કાર કરાશે.15 ઓગસ્ટના રોજ આપણે આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. એક રીતે આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઈમ્પ્લિમેન્ટેશન આઝાદીના મહાપર્વનો મહત્વનો હિસ્સો બન્યો છે. આ નવી યોજનાઓ નવા ભારત માટે મહત્વની ભૂમિકા ભજવશે.મોદીએ કહ્યું હતું કે આપણે કેટલા આગળ જઈશું, કેટલા ટોચ પર જઈશું તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણા યુવાનોને વર્તમાનમાં કેવું શિક્ષણ આપી રહ્યા છીએ, કેવી દિશા આપી રહ્યા છીએ.

માતૃભાષાને પણ પ્રાધાન્ય આપવાના કામને અગ્રતા આપવામાં આવી

વડાપ્રધાન કહ્યુ કે, સ્થાનિક ભાષાને પણ પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ છે. એન્જિનિયરીંગના અભ્યાસમાં તમિલ, મરાઠી, બાગ્લા સહીત કુલ પાંચ ભાષામાં શરુઆત કરાશે. આ ઉપરાંત વધુ 11 ભાષાઓમાં એન્જિનિયરિંગના કોર્ષનુ ભાષાંતર થઈ રહ્યું છે. જેનો સૌથી વધુ લાભ ગરિબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને થશે. દલિત અને આદિવાસીઓને થશે. આવા પરિવારમાંથી આવનારાઓને ભાષાની સમસ્યા નડતી હતી. પરંતુ માતૃભાષામાં શિક્ષણ મળવાથી ગરીબ વિદ્યાર્થીઓ પણ આત્મ વિશ્વાસથી આગળ વધશે. આની સાથોસાથ માતૃભાષાને પણ પ્રાધાન્ય આપવાના કામને અગ્રતા આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય: મેડિકલ શિક્ષણમાં OBCને 27%, EWSને 10% અનામત

પાછલા એક વર્ષમાં દેશમાં તમામ શિક્ષણવિંદોએ નવી શિક્ષણ નીતિ માટે બહુ જ મહેનત કરી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. 21મી સદીના આજના યુવાનો તેમની વ્યવસ્થા અને પોતાનુ ભવિષ્ય તેમની રીતે જ ઘડવા માંગે છે. આવી સ્થિતિમાં આ નવી શિક્ષણ નીતિ તેમને મદદરૂપ થશે.

આજે આપણે જોઈ શકીએ છીએ કે, દેશના નાના ગામ અને શહેરના યુવાઓ કેવી કેવી કમાલ કરી રહ્યાં છે. આપણને ટોક્યો ઓલિમ્પિકમાં જોવા મળ્યુ કે કેવી રીતે અંતરીયાળ વિસ્તારના યુવાઓ દેશનુ નામ રોશન કરી રહ્યાં છે. આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સથી લઈને મશીન લર્નિગ સુધીમાં યુવાનો તેમની કમાલ દેખાડી રહ્યા છે. પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ સિસ્ટમ ક્રાંતિ લાવી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ગતિ આપી રહ્યા છે. કલ્પના કરો કે, જો યુવાનોને તેમના સ્વપ્ન સાકાર કરવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે તો તેઓ કેવી કમાલ કરે.

નવા પ્રયોગ કરવામાં તત્પર રહેશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના યુવાનો હવે ક્યારેય પણ પોતાના ક્ષેત્રમાં બદલાવ કરવા સમર્થ છે. હવે તેમને એવો કોઈ ડર નહી રહે કે, તેમણે તેમનુ જે કોઈ ક્ષેત્ર પસંદ કર્યુ છે તે બદલી નહી શકાય. આ ડર તેમના મનમાંથી નિકળી જાય તો તમામ પ્રકારનો ડર નિકળી જશે. અને તેઓ નવા પ્રયોગ કરવામાં તત્પર રહેશે.

21મી સદીમાં યુવાનોને જૂના બંધનોમાંથી મુક્તિ જોઈએ

21મી સદીના આજના યુવાનો તેમની વ્યવસ્થા અને દુનિયા તેમના પ્રમાણે બનાવવા માંગે છે. તેમને એક્સપોઝર જોઈએ. તેમને જૂના બંધનો અને પિંજરામાંથી મુક્તિ જોઈએ છે. આજે નાના-નાના ગામડાઓમાંથી આવેલા યુવાઓ કેવી કમાલ કરી રહ્યા છે. તે ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા યુવાનો ઓલિમ્પિકમાં દેશનું નામ ઉંચુ લાવી રહ્યા છે. ભારતને નવી ઓળખ અપાવી રહ્યા છે. કરોડો યુવાનો અલગ અલગ ક્ષેત્રે અસાધારણ કામ કરી રહ્યા છે.

શિક્ષકોને આધુનિક જરૂરિયાત પ્રમાણે ટ્રેનિંગ અપાશે

આજે લોન્ચ કરવામાં આવેલ નિષ્ઠા 2.0 પણ આ દિશામાં મહત્વની ભૂમિકા નિભાવશે. દેશના શિક્ષકોને આધુનિક જરૂરિયાત પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવશે. આ વિશે શિક્ષકોને કહેવા માંગીશ કે તેઓ આ કાર્યક્રમમાં ચોક્કસથી ભાગ લે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment