ઈટલીની પાંચ દિવસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રોમમાં રોમા કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. આ તે જગ્યા છે જ્યાં G20 સમિટમાં વિશ્વના તમામ દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન કન્વેન્શન સેન્ટરમાં ફેમિલી ફોટો’ માટે પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદી G-20 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. જો કે આ બેઠક અનૌપચારિક હતી અને આ દરમિયાન આ નેતાઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતે જોવા મળ્યા હતા. આ પછી પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન NSA અજીત ડોભાલ પણ હાજર હતા.
ઈટલીના પીએમ રિસીવ કરવા પહોંચ્યા હતા
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઈટલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી પોતે પીએમ મોદીને રિસીવ કરવા પહોંચ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી અને અન્ય દેશોના નેતાઓએ ‘ગ્લોબલ ઈકોનોમી એન્ડ હેલ્થ’ સત્રમાં હાજરી આપી હતી.
Italy: PM Narendra Modi meets French President Emmanuel Macron on the sidelines of G20 Summit in Rome; EAM S Jaishankar and NSA Ajit Doval also present pic.twitter.com/vRs5rhqOdq
— ANI (@ANI) October 30, 2021
આ પણ વાંચો:PM મોદીએ ઈટલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી વાતચીત
પીએમ મોદીએ અનેક નેતાઓ સાથે મુલાકાત કરી
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોપે કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતવાળા દેશોને ભારતે કરેલ સહાયની પ્રશંસા કરી. આ ઉપરાંત, અન્ય દેશોના નેતાઓએ વિશ્વભરના લોકો માટે COVID-19 મહામારી અને તેના પરિણામો પર વાત કરી હતી. તેમણે આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકાર અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ યુરોપિયન કમિશન અને કાઉન્સિલના પ્રમુખો અને ઈટાલીના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ, અફઘાનિસ્તાન અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક હિતોની ચર્ચા થઈ હતી.
મીટિંગની થીમ ‘પ્રજા, પૃથ્વી અને સમૃદ્ધિ’
આ 8મી G20 સમિટ છે, જેમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ વર્ષની મીટિંગની થીમ પ્રજા, પૃથ્વી અને સમૃદ્ધિ છે. આ થીમ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ એજન્ડા 2030 પર આધારિત છે. ગયા વર્ષે G20 સમિટ કોરોના મહામારીને કારણે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી હતી. તેનું આયોજન સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અગાઉ જૂન 2019 માં, પીએમ મોદીએ જાપાનના ઓસાકામાં આયોજિત G-20 બેઠકમાં વ્યક્તિગત રીતે ભાગ લીધો હતો.
#WATCH | G20 Summit: PM Narendra Modi had a brief interaction with French President Emmanuel Macron before 'family photo' at Roma Convention Center in Rome, Italy pic.twitter.com/HY3pGyiu4c
— ANI (@ANI) October 30, 2021
ઉલ્લેખનીય છે કે, ઈટલીની પાંચ દિવસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રોમમાં રોમા કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. આ તે જગ્યા છે જ્યાં G20 સમિટમાં વિશ્વના તમામ દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન કન્વેન્શન સેન્ટરમાં ફેમિલી ફોટો’ માટે પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદી G-20 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. જો કે આ બેઠક અનૌપચારિક હતી અને આ દરમિયાન આ નેતાઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતે જોવા મળ્યા હતા. આ પછી પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન NSA અજીત ડોભાલ પણ હાજર હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4