વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘ઈન્ફિનિટી ફોરમ’નું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસરે સંબોધન કરતાં તેમણે કહ્યું કે ઈન્ફિનિટી ફોરમ’નું ઉદ્ઘાટન કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. તેમણે કહ્યું કે કોઈપણ ભૌતિક શાખા કચેરી વિનાની સંપૂર્ણ ડિજિટલ બેંકો આજે વાસ્તવિકતા છે અને એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં સામાન્ય બની શકે છે. આ સાથે તેમણે કહ્યું છે કે હવે ફિનટેકને ક્રાંતિમાં ફેરવવાનો સમય આવી ગયો છે.
આપણે ઘણા આગળ વધ્યા
વડા પ્રધાન મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું હતું કે ગયા વર્ષે ભારતમાં મોબાઇલ પેમેન્ટે પ્રથમ વખત ATM રોકડ ઉપાડને વટાવી દીધું હતું. ચલણનો ઇતિહાસ જબરદસ્ત વિકાસ દર્શાવે છે. જેમ જેમ મનુષ્યનો વિકાસ થયો, તેમ તેમ આપણે જે રીતે વ્યવસાય કરીએ છીએ તેનો પણ વિકાસ થયો છે. વિનિમય પ્રણાલીથી ધાતુઓ સુધી, સિક્કાઓથી નોટો સુધી, ચેકથી કાર્ડ્સ સુધી. આજે આપણે ઘણો લાંબો રસ્તો કાપીને અહીં સુધી પહોંચ્યા છીએ.
Speaking at the InFinity Forum. Watch. https://t.co/8a53JO4pLB
— Narendra Modi (@narendramodi) December 3, 2021
આ પણ વાંચો:પાકિસ્તાનની હવા દિલ્હીને કરી રહી છે પ્રદૂષિત
ફિનટેક ક્રાંતિનો સમય આવી ગયો છે
આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે ફિનટેક પહેલને ફિનટેક ક્રાંતિમાં રૂપાંતરિત કરવાનો સમય આવી ગયો છે. એક એવી ક્રાંતિ જે દેશના દરેક નાગરિકને નાણાકીય સશક્તિકરણ પ્રદાન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે અમારા અનુભવો અને કુશળતા વિશ્વ સાથે શેર કરવામાં અને તેમની પાસેથી શીખવામાં પણ માનીએ છીએ. અમારા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ વિશ્વભરના નાગરિકોના જીવનને સુધારી શકે છે.
IFSCA બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરે છે
આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA), દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટનું આયોજન ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી) અને બ્લૂમબર્ગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઈન્ફિનિટી-ફોરમની ભાગીદારીમાં ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુકેનો સમાવેશ થાય છે. ઈન્ફિનિટી-ફોરમ પોલિસી, બિઝનેસ અને ટેકનોલોજીમાં વિશ્વની અગ્રણી પ્રતિભાઓને એકસાથે લાવશે અને ફિન-ટેક ઉદ્યોગમાં ટેક્નોલોજી અને નવીનતાનો ઉપયોગ કેવી રીતે થશે તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે જેથી દરેક વ્યક્તિ સાથે મળીને મોટા પાયે વિકાસ થાય.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4