Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝસરદાર ધામનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ

સરદાર ધામનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ

PM MODI INGURATES SARDARDHAM
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે.

PM મોદી વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ કહ્યું હતું કે PM મોદી વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું છે. અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સરદારધામ અનેક યુવાઓને સશક્ત કરશે

પીએમ મોદીએ ‘કેમ છો બધા, વરસાદ-પાણી કેમ છે…’ પૂછીને સંબોધન શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે, આજે સમગ્ર દેશ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે. તમને બધાને આ ઉત્સવના અભિનંદન. આજે ઋષિપંચમી પણ છે. ભારત ઋષિ પરંપરાનો દેશ છે. તેમનાથી આપણી ઓળખ થઈ છે. આપણે તે વારસાને આગળ ધપાવીએ. આજે મારા તરફથી તમામ નાગરિકોને મિચ્છામી દુક્કડમ. સરદાર પટેલના ચરણોમાં વંદન, સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન. તેમના પ્રયાસોથી સરદાર ધામ આકાર પામ્યું અને ફેઝ ટુ નો પાયો નંખાયો. સરદારધામ અનેક યુવાઓને સશક્ત કરશે. પાટીદાર સમાજના યુવકો સાથે ગરીબ અને મહિલાઓના સશક્તિકરણ પર તમે ભાર મૂક્યો તે સરાહનીય છે. સરદાર ધામ આવનારી પેઢીને સરદાર સાહેબના જીવનના આદર્શ પર જીવવા પ્રેરણા આપશે.

આ પણ જુઓ : Ganeshotsav live

વડાપ્રધાને વિવેકાનંદના ભાષણને યાદ કર્યું

શિકાગોમાં વિવેકાનંદના ભાષણને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 1893માં આજના દિવસે શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે સ્વામી વિવેકાનંદ વૈશ્વિક મંચ પર ઉભા રહ્યા હતા અને વિશ્વને ભારતના માનવીય મૂલ્યોનો પરિચય આપ્યો હતો.તેમણે વધુમાં કહ્યું કે, સરદારધામના ઉદઘાટનની તારીખ બહુ જ નોંધનીય છે. આજે 9/11 છે, આ દિવસે આપણને ધણુ બધુ આપ્યું છે. જે દિવસે માનવતા પર હુમલો થયો હતો.

200 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું

PMO મુજબ, સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરાઈ રહ્યું છે. સરદારધામની વેબસાઇટ અનુસાર, અમદાવાદમાં બિલ્ડિંગનો પ્રથમ તબક્કો 200 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એ અમદાવાદ-ગાંધીનગર સરહદી વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક 11,672 ચોરસફૂટ પર બાંધવામાં આવ્યું છે.7 લાખ 19 હજાર સ્કેવર ફીટમાં સરદાર ધામ આકાર પામ્યું છે. જેમાં GPSC અને UPSC કેન્દ્ર ઉપરાંત ડિફેન્સ જ્યુડિશરી, રાજનીતિ તેમજ મીડિયા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ

સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1 હજાર કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે.

1000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી

આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. ભવનની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment